________________
૧૭૭
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭૭ કલ્યાણ પુખલ વિસાલ સુહા વહસ્સ,
કો દેવ દાણવ નરિંદ ગણ શ્ચિઅસ્સ,
ધમ્મસ્સ સાર મુવલમ્ભ કરે પમાયં? (૩) સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે,
દેવં નાગ સુવન્ન કિન્નર ગણ સન્મુખ ભાવચ્ચિએ, લોગો જત્થ પઇઠ્ઠિઓ જગમિણું, તેલુક્ક મચ્ચાસુર,
ધમ્મો વઢઉ સાસઓ વિજયઓ ધમુત્તર વઢંઉ. (૪) પુષ્કર નામના સુંદર અડધાદ્વીપમાં, ધાતકીખંડ ને જંબૂદ્વીપમાં આવેલ) (પાંચ) ભરત, (પાંચ) ઐરાવત અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રમાં (શ્રી શ્રુત) ધર્મની શરૂઆત કરનારા (તીર્થકર ભગવંતો) ને હું નમસ્કાર કરું છું. (૧) અજ્ઞાનસ્વરૂપ અંધકારના સમૂહને નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી (રાજા)ઓથી પૂજાયેલ, (આત્માને) મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા (શ્રી સિદ્ધાંત)ને હું વંદન કરું છું. (૨) જન્મ, ઘડપણ, મૃત્યુ અને શોકનો નાશ કરનાર, કલ્યાણકારી (અને) સંપૂર્ણ વિશાળ (મોક્ષ) સુખને આપનાર, દેવ-દાનવ અને રાજાના સમૂહથી પૂજાયેલ, (એવા) (શ્રી શ્રુત) ધર્મના રહસ્યને પામીને કોણ પ્રમાદ કરે ? (અર્થાત્ કોઈ પણ પ્રમાદન કરે). (૩) હે (જ્ઞાનવંત લોકો) ! સર્વનયથી સિધ્ધ થયેલા એવા શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાન્તને આદર સાથે નમસ્કાર થાઓ. (જેમના હોવાથી) ચારિત્રધર્મમાં હંમેશા સમૃદ્ધિ છે, (જે) વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવના સમૂહથી (હૃદયના) સત્યભાવથી પૂજાયેલા છે. જે (શ્રતધર્મ)માં ત્રણેય લોકનું જ્ઞાન અને મનુષ્યો તથા અસુરોવાળા ત્રણ લોકરૂપ આ જગત (mય -જાણવા યોગ્ય-રૂપે) રહેલું છે. (તે) શ્રત ધર્મશાશ્વત વૃદ્ધિ પામો, વિજય પામો. (૪)
(પૂજ્ય શ્રતધર્મને (વંદનાદિ) માટે હું કાયોત્સર્ગ કરું છું.)