________________
૧૬૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલા દોષનું) પ્રતિક્રમણ કરું છું. હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર (=કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
(ચરવળાવાળાઓએ ઉભા થઈ નીચેનું સૂત્ર બોલવું)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અભુક્રિઓ મિ અભિતર દેવસિએ ખામેઉં? ઇચ્છ,
ખામેમિ દેવસિએ. હે ભગવન્! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, દિવસના અપરાધને ખમાવવા માટે ઉપસ્થિત થયો છું. (ગુરૂ આજ્ઞા આપે) આજ્ઞા પ્રમાણ છે, દિવસના અપરાધને ખમાવું છું.
વાંદણા બે વખત કેમ? સેવક જેમ માલિકને નમસ્કાર કરી કાર્યનું નિવેદન કરે, ત્યારબાદ માલિકે વિસર્જન કર્યા પછી પુનઃ નમસ્કાર કરીને જાય તેવી જ રીતે શિષ્ય ગુરૂને બે વખત વંદન કરે છે. પ્રતિક્રમણ ક્રિયામાં ૪ વખત ર-ર વાંદણા દેવાય છે (પકખી આદિમાં આઠ-આઠ વાંદણા આવે) સ્વાધ્યાય માટે, -કાઉસ્સગ્ગ માટે, - આલોચના માટે, - અતિચાર વખતે, -પચ્ચકખાણ માટે. વાંદણા – ગુરૂવંદન સૂત્ર – ૧૨ આવર્તનંદન સૂત્ર. આ સૂત્રથી ગુરૂ મહારાજને ગંભીરતાપૂર્વક, ભક્તિભાવથી અને બહુમાન સહિત વંદન કરવામાં આવે છે. શિષ્ય છ પ્રશ્નો પૂછે છે અને ગુરૂ તેના છે ઉત્તરો આપે છે. દ્વાદશાવર્ત વંદન કરવાની ઇચ્છાવાળો શિષ્યપ્રથમ ખમાસણાથી વંદન કરે છે.