SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ii પ્રતિક્રમણની છ આવશ્યક ક્રિયાઓ પ્રતિક્રમણનીક્રિયામાં છ આવશ્યકનો સમાવેશ થાય છે. ૧- સામાયિક ૨- ચઉવિસત્થો ૩- વાંદણા ૪- પડિક્કમણું ૫- કાઉસ્સગ્ગ અને ૬-પચ્ચક્ખાણ. ૧) સામાયિક - બે ઘડીનાં (૪૮ મિનિટ) જેટલું, ચારિત્ર પાળતાં હોય તેવા સાધુસમ જીવન, સાવઘયોગ-પાપોની પ્રવૃત્તિને અટકાવતું અને ચિત્ત તથા મનને સ્વસ્થ અને નિર્મળ રાખવાની શ્રેષ્ઠ તક આપતું આવશ્યક. ૨) ચઉવિસત્થો - લોગસ્સ એટલે જ ચઉવિસત્થો અથવા ચતુર્વિશતિ. લોગસ્સથી ચોવીસે તીર્થંકરોની નામપૂર્વક સ્તવના- જેનો પ્રભાવ બાહ્ય અને અત્યંતર સુખ, શાંતિ અને આરોગ્યને આપવા સાથે જીવને મુક્તિ સુધી પહોંચાડી દે છે. ૩) વાંદણા - ગુરૂ એટલે ધર્મના જાણકાર, ધર્માચરણનું પાલન કરનાર, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ મહાવ્રતોનું અને ત્યાગ માર્ગનું પાલન કરનાર. આવા ગુરૂનું બહુમાનપૂર્વક વંદન કરવું તે સાધકનું કર્તવ્ય છે. આ કર્તવ્યનું સુગુરૂ વંદન-વાંદણા દ્વારા પાલન કરવાનું છે. ૪) પડિક્કમણું – પાપથી પાછા હઠવાની ક્રિયા દર્શાવતા સૂત્રો દ્વારા ક્ષણે ક્ષણે મન, વચન કાયાથી થતાં પાપ-દોષોની આલોચના કરવી, તેની ક્ષમા માંગવી તે જ પ્રતિક્રમણ છે. ૫) કાઉસ્સગ્ગ - કાઉસ્સગ્ગ દરમિયાન શરીરની શુશ્રુષાનો સર્વથા ત્યાગ, કાયાનું કષ્ટ સહન કરવાનું, મૌન અને ધ્યાન દ્વારા વાણી અને મનથી મલિન વૃત્તિઓનો ત્યાગ કરવાનો છે. ૬) પચ્ચક્ખાણ - જીવનને સંયમી બનાવવા, વિવિધ કુટેવોથી બચવા, સદાચરણમાં પ્રવૃત્ત રહેવા અને પાપાસવથી અટકવા પચ્ચક્ખાણ એટલે નિયમોનું ગ્રહણ કરવું.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy