________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૩૧
હું બધા જીવોને ખમાવું છું, બધા જીવો મને ક્ષમા આપો, મારે બધા જીવો ઉપર મૈત્રીભાવ છે, કોઈ જીવ સાથે મારે વૈર નથી. (૪૯)
આ પ્રમાણે (પાપોની) આલોચના કરી, નિંદા કરી, ગહ કરી (અને) સારી રીતે દુર્ગંછા કરીને મન-વચન-કાયારૂપ ત્રિવિધે પાછો ફરતો (પ્રતિક્રમણ કરતો) ચોવીશેજિનેશ્વરને હું વંદન કરું છું. (૫૦)
(પછી શ્રુતદેવતાની નીચે મુજબ સ્તુતિ કહેવી. સમગ્ર સંઘ એકી સાથે વ્યવસ્થિત રીતે સ્તુતિ બોલે.)
શ્રુતદેવતાની સ્તુતિ
સુઅદેવયા ભગવઈ, નાણાવરણીય કમ્મ સંઘાયું, તેસિં ખવેઉ સયયં, જેસિં સુઅસાયરે ભત્તી. (૧)
જેઓની શ્રુતજ્ઞાન રૂપી સમુદ્ર પર ભક્તિ છે, તેઓના જ્ઞાનાવરણીય કર્મોના સમુહનો ભગવતી શ્રુતદેવતા નાશ કરો. (૧)
અહીં ‘વંદણ વત્તિઆએ’ ન કહેવાનું કારણ દેવતાઓ અવિરત હોવાથી તેમનું સ્મરણ, પ્રાર્થના થાય, તેમને વંદન – પૂજન ન થાય.)
(પછી નીચે બેસી જમણો ઢીંચણ ઉભો કરી નીચે મુજબ ‘વંદિત્તુ કહેવું’)
શ્રી શ્રુતજ્ઞાનની વૃદ્ધિ માટે ‘શ્રુત’ને સ્મરણ કરવાના બદલે ‘શ્રુતદેવતા’ ને કયા હેતુથી સ્મરણ કરાયછે?
ઉત્તર : શ્રી દ્વાદશાંગીના અધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ શ્રુતદેવતાને સ્મરણ કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમપ્રગટેછે, માટે શ્રુતદેવતાનું સ્મરણ કરાય છે.
આત્મ શુદ્ધિ માટે જે ધર્મનું આલંબન લેવામાં આવે છે, તે ધર્મ બે પ્રકારનો છે.
૧- ચારિત્રધર્મ અને ૨- શ્રુતધર્મ. ચારિત્રધર્મ સંયમની કરણીરૂપ છે અને શ્રુતધર્મ સમ્યજ્ઞાનનાં આરાધનરૂપ છે. આ સમ્યગજ્ઞાન સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલા અને ગણધરોએ ગુંથેલા સૂત્ર-સિદ્ધાંતોના આલંબન વડે માપી શકાય છે. તેથી એ સૂત્ર-સિદ્ધાંતોની ભક્તિ, આરાધના કે ઉપાસના ઇષ્ટ મનાય છે.