________________
૧૦૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
છે ને? (ગુરુ કહે-તહત્તિeતે પ્રકારે જ છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છેને? (ગુરૂ કહે- તુક્મપિ વટ્ટએ તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છેને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું =એમ જ છે) (૫) (શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો વર્ષ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ - હું પણ તને ખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલા આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
હવે સંવત્સરી ખામણા કરવાનાં હોવાથી ચરવળાવાળાઓએ ઉભા થઈ જવું. પ્રથમ ગુરૂદેવો સાથે અવિનય, આશાતના, વૈર-વિરોધ આદિ થયું હોય તેની અને તે બાદ સમગ્ર વિશ્વનાં પ્રાણીમાત્ર પ્રત્યે ક્રોધાદિકષાયો થઈ ગયા હોય, વૈર-વિરોધાદિબન્યું હોય તે બધાની ક્ષમાપના માંગવાની છે.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
પત્તે ખામણેણં અભુઠ્ઠિઓ મિ અભિતર સંવચ્છરી ખામેઉં? ઇચ્છે ખામેમિ સંવચ્છરીએ, બાર માસાણ, ચોવીસ પખાણું,
ત્રણસો સાઠ રાઈ દિવસાણે