________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૯૫
વિશેષતઃ શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂલ બાર વ્રત સમ્યક્ત્વતણા પાંચ અતિચાર – શંકા કંખવિગિચ્છા.
=
શંકા - શ્રી અરિહંતતણાં બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રિયાનાં ચારિત્ર, શ્રી જિનવચનતણો સંદેહ કીધો. આકાક્ષાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ, ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જુજુઆ, દેવ દેહરાના પ્રભાવ દેખી રોગ, આતંક, કષ્ટ, આવ્યે ઇહલોક-પરલોકાર્થે પૂજ્યા, માન્યા. પ્રસિદ્ધવિનાયકજીરાઉલાને માન્યું-ઇછ્યું.
બૌદ્ધ, સાંખ્યાદિક, સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીયા, જોગી, દરવેશ, અનેરા દર્શનીયાતણો કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી, ૫૨માર્થ જાણ્યા વિના ભુલાયા, મોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહિપૂનમ, અજા-પડવો, પ્રેત-બીજ, ગૌરી-ત્રીજ, વિનાયક ચોથ, નાગ-પંચમી, ઝીણલા-છઠ્ઠી, શીલ-સાતમી, ધ્રુવ-આઠમી, નૌલી-નવમી, અહવા-દશમી, વ્રત-અગ્યારશી, વચ્છ-બારશી, ધનતેરશી, અનંત-ચઉદશી, અમાવસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ નૈવેદ્ય કીધાં. નવોદક, યોગ, ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં, અનુમોદ્યા. પીંપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં, ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ સમુદ્ર, કુંડે, પુન્યહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોદ્યા, દાન દીધાં. ગ્રહણ, શનૈશ્વર, માહ માસે નવરાત્રિએ ન્હાયાં. અજાણતા થાપ્યાં, અનેરા વ્રત વ્રતોલાં કીધાં, કરાવ્યાં.
‘વિતિગિચ્છા’ = ધર્મ સંબંધીયા ફલતણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર ઇસ્યા, ગુણ ભણી ન માન્યા, ન પૂજ્યા. મહાસતી-મહાત્માની, ઇહલોક પરલોક સંબંધીયા ભોગવાંછિત પૂજા કીધી. રોગ, આતંક કષ્ટ આવ્યે ખીણ વચન ભોગ માન્યા, મહાત્માના ભાત, પાણી, મળ, શોભાતણી નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી. દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો, કીધો.