________________
સર્વ કોઈ માટે પરમ શ્રદ્ધાસ્પદ એવા થંભણાજી પ્રભુની શ્રદ્ધા-ભક્તિ કરવા-કરાવવાનો લાભ લાધ્યો છે, તે જીવનનું એક ચિરસ્મરણીય સંભારણું બની રહેવાનું છે.
આ સમગ્ર આયોજનોમાં નામી-અનામી દાતાઓનો, ટ્રસ્ટનો, ખંભાતમાં તથા ખંભાત બહારના અસંખ્ય પ્રભુભક્તોનો જે સહયોગ મળ્યો છે તે આનંદદાયક ઘટના છે. તો અમારાં સાધ્વીજી ભગવંતોએ આ બધામાં ભક્તિસભર રસ લઈને જે ઉલ્લાસ દાખવ્યો તથા પ્રેર્યો છે તે પણ ભૂલી શકાય તેમ નથી. આપણા સર્વ ઉપર શ્રીયંભણાજી દાદાની કૃપા નિરંતર વરસતી રહો !
પ્રસ્તુત પુસ્તિકા વિષે આ પુસ્તિકાનું લખાણ, શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી દાદાના પટ્ટધર, પરમવિદ્વાનું, પરમગીતાર્થ, અનેક ગ્રંથોના પ્રણેતા, પૂજયપાદ આચાર્યદેવ શ્રી વિજય પદ્મસૂરીશ્વરજી મહારાજે તૈયાર કરેલું અને તે હપ્તાવાર, “જૈન સત્ય પ્રકાશ' માસિકમાં વિ.સં. ૧૯૯૨માં પ્રકાશિત થયેલું.
તેમની ભાષા એકદમ સરળ છે તેમજ સ્તંભનજીને લગતા તથા શ્રી અભયદેવસૂરિ મહારાજને લગતા, તમામ પ્રાચીન ગ્રંથોના આધાર લઈને આ લખાણ તૈયાર થયું છે. તેથી એ મેટરને સામાન્ય પ્રાસંગિક ફેરફાર સાથે પુસ્તિકારૂપે પ્રગટ કરાવેલ છે. આશા છે કે સહુ ભક્તજનોને આ પુસ્તિકાની મદદથી તંભનજી પ્રભુ વિષે ઘણી બધી રસપ્રદ જાણકારી પ્રાપ્ત થશે.
– શીલચન્દ્ર વિજય સં. ૨૦૬૯, માગશરસુદિ ૩, શનિવાર નંદનવન તીર્થ, તગડી