________________
ખંભાતનાં જિનાલયો માટે, શેઠ જમનાભાઈ ભગુભાઈ ટ્રસ્ટ અમદાવાદ તરફથી મોટી રકમ ભેટરૂપે મળી. તો પ્રત્યેક જિનાલયને એકેક હજાર રૂા. સાધારણ ખાતે અર્પણ કરવામાં આવ્યાં. કેટલાંક દેરાસરોમાં આવશ્યકતાનુસાર વધારે ૨કમો પણ આપવામાં આવી.
-
ખંભાત તેમજ સ્તંભનજીના ઇતિહાસ વ.ને લગતું સાહિત્ય પ્રકાશન કરવાનું પણ આયોજન વિચારેલું જ છે. તેના મંગલાચરણરૂપે આ લઘુ પુસ્તિકા આપના હાથમાં છે. આગળ અનુકૂળતા પ્રમાણે કાર્ય થતું રહેશે. જો કે તે કાર્ય માટે કોઈ ફંડ હજુ મળ્યું નથી. ફંડ ઉપલબ્ધ થશે તેવી ખાતરી છે જ.
એક મહત્ત્વનું આયોજન એ થઈ શક્યું કે શ્રીસ્તંભન પાર્શ્વનાથજીની પ્રતિકૃતિ(રેપ્લિકા) અમે બનાવી શક્યા છીએ. આ એક પડકારરૂપ કાર્ય હતું. પરંતુ વિજયભાઈ જોષી (તીથલ) નામના મજાના મિત્ર મૂર્તિનિર્માતાએ આ પડકાર ઝીલી લીધો, અને તેમના આર્ટિસ્ટ પાસે હૂ-બ-હૂ પ્રતિકૃતિ તૈયાર કરાવી આપી. ખ્યાલ તો એવો હતો કે ખંભાતના વતનીઓના ઘેરઘેર આ પ્રતિકૃતિ પહોંચાડવી. પરંતુ એક તો ખર્ચાળ કાર્ય હતું, વળી બધા લોકો પ્રતિમા લઈ જવા કે રાખવા માટે ઉત્સાહિત હોય તેવું પણ નથી, તેથી મર્યાદિત પ્રતિકૃતિઓ બનાવડાવી અને તેને સ્તંભનજી ટ્રસ્ટ દ્વારા યોગ્ય રીતે વિતરિત થાય તેવો પ્રબંધ કરાવ્યો છે. તેમાંથી જે થોડીક રકમ આવે તે દેરાસરજીમાં સાધારણ ખાતે લઈ જવાનો ભાવ છે.
ઉજવણીનાં શાશ્વત સંભારણાંસમાન અને યશકલગીસમાન કાર્ય તે શ્રીઅભયદેવસૂરિ મહારાજની પ્રતિમાની દેરાસરજીમાં પ્રતિષ્ઠા કરવાનું કાર્ય. વિ.સં. ૧૧૩૧માં, આ પ્રભુજીને થામણા-સ્તંભનકપુર ગામ પાસે, સેઢી નદીના કાંઠે, જમીનમાંથી પ્રગટ કર્યા તે આ આચાર્ય ભગવંતે. ત્યારે જ તેમણે જયતિહુઅણ સ્તોત્રની રચના કરી. આ પ્રતિમાના ન્હવણજળના વિલેપનથકી જ તેઓશ્રીનો ભયંકર કોઢ રોગ મટી ગયેલો.
5