________________
મહાવીર દેવની સમક્ષ બે ગાથાથી શ્રેષ્ઠ સ્તુતિ કરી, અને કહ્યું કે એ ગાથાથી સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિદ્યા અત્યંત ગુપ્ત રહેશે. તે આજકાલના નિર્ભાગી મનુષ્યો જાણી શકાશે નહિ. પછી શ્રી ઉજ્જયંતગિરિની નીચે દુર્ગની પાસે ગુરુ મહારાજના મુખથી શ્રી નેમિનાથનું ચરિત્ર સાંભળીને નાગાર્જુને સર્વ તેવા પ્રકારનાં આવાસાદિક કરાવ્યાં. તેમાં શ્રીદશાર્હમંડપ, ઉગ્રસેનનું રાજભુવન, તથા વેદિકા પર વિવાહાદિકની વ્યવસ્થા કરાવી કે જે અત્યારે॰ પણ ત્યાં ગયેલ ધાર્મિક જનોના જોવામાં આવે છે.
૧. ૧૩મા-૧૪મા સૈકાના અરસામાં.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ * ૧૨