________________
આત્મ સેતુ
અંતરમાં એક જોરદાર પ્રવાહ વહી રહ્યો છે.
સુખ-શાંતિના અથાક પ્રયત્ન પછી આજે આપણે ક્યાં આવીને ઊભા છીએ?
સુખ-શાંતિનું સર્જન કેટલુક થયું છે?
મન પર એક રંજ છવાયેલો રહે છે.
અશાંતિ ઘેરી વળે છે.
આક્રોશ જાગી ઉઠે છે.
પીડાના, અન્યાયના, અપમાનના દર્દના મોજા મનને કિનારે આવી, વારંવાર માથા પછાડે છે. ફીણ ફીણ થઈ
શરીર-મનમાં ફેલાય છે,
ઇચ્છાઓ પાણી વગરની માછલીની જેમ તરફડે છે.
"અન્યાયની સામે અંતરમાંથી એક ચીસ ઊઠે છે...
મન વ્યગ્ર થાય છે ને આખા શરીરમાં અશાતા ફરી વળે છે,
મનની અશાંતિ, શરીરના યંત્રમાં અવ્યવસ્થા ઊભી કરે છે. શરીર ભારે લાગે છે. ખભા ઝૂકી જાય છે. ચાલ ધીમી થાય છે. ભૂખ નથી લાગતી. ઊંઘ ઊડી જાય છે..
શરીરનો સાથ ઓછો થાય છે.
આજે આપણે કયાં આવીને ઊભા છીએ?
આજે આપણી સ્થિતિ શું છે?
રહી રહીને સ્વજનો તરફથી થયેલી અવગણના સતાવે છે.
93
પોતે કરેલા સેવા-સમર્પણ નકામા ગયા, કદાચ પોતે મૂર્ખાઈ કરી તેવી લાગણી મનમાં ચચર્યા કરે છે.
કોઈએ કદર કરવી જોઈએ એવી લાગણી ફરી ફરીને કાંટાની જેમ ચૂમે છે.
કાદવના કળણમાં ખૂંપી જવાયું હોય અને બહાર નીકળવાની મહેનત કામ ન આવતી હોય, કાદવમાં ફસાયેલા
રહીને જીવનનો અંત આવવાનો હોય તેવી લાગણી ઘેરી વળી છે.
એમ થાય છે, કે ઊંમર થઈ છે, અશાતા પીડે છે, ધર્મ થઈ શકતો નથી...
શરીરમાં ફેલાયેલી વ્યગ્રતા, તનાવ, બોજો ખંખેરવા શરીરને યોગ્ય "વ્યાયામ" આપી મનને થોડું હળવું, તાજુ કરવાનો પ્રયત્ન કરી શકાય.
મનની સપાટી પર એક તોફાન છે.
“ધર્મ પ્રવેશ” માટે પ્રથમ પગલુ શરીર પર મૂકી થોડો સમય પ્રયોગ કરી જુઓ.
શરીર માટે ઘણી વાતો સાંભળી હોય તેમ બની શકે, જેવી કે શરીર મળ-મૂત્રની ખાણ છે, શરીરને કષ્ટ આપવું, વગેરે...
શરીર પોતે શું છે?
શરીર તો ચેતનાનું દોરવાયુ દોરવાય છે.
શરીર યંત્રની વ્યવસ્થા જીવ સાથે, ચેતનતત્વ સાથે જોડાયેલી છે.
શરીરમાં ચેતના બિરાજે છે ત્યાં સુધી જ તે “શરીર” છે.
શરીરમાંથી ચેતના વિદાય લેશે એટલે તે રાખ બની વેરાઈ જશે.
માટી બની માટીમાં ભળી જશે.
શરીર અનંત છે!