________________
આત્મ સેતુ
અજાણતા, આપણે આપણી પોતાની નજીક આવી ઊભા રહી જઈએ છીએ.
મનને હળવાશ લાગે છે.
મન જૂનું છોડી શકે છે.
મન તાજુ થઈ શકે છે.
હર ઘડી જે બની રહ્યું છે, તે તરફ મન જુનું છોડી નજર કરી શકે છે.
"બેકદરતા"નો સ્વીકાર થતો જાય છે.
મન તાજું થાય તો નવી પરિસ્થિતિ તરફ તાજગીથી જોઈ શકશે.
સાથ-સંગાથ, રહેવો-છૂટવો એ વાતો નવી રીતે દેખાશે.
મનને ઘેરાઈને પડેલો ઘેરો વિષાદ વિદાય લેતો જશે. ભય, અસલામતી ઓછી સતાવશે.
ભવિષ્યની ચિંતા તરફ નવી નજર જશે.
સદ્ભાવના સલામત રહેશે અને અહંકારની પીડા ઓછી થશે.
આપણને જે મળે છે તેનું મહત્વ લાગે છે, પણ
આપણને જે નથી મળતું તેનું મહત્વ જરાય ઓછું નથી.
આપણી પાસે જે નથી, આપણને જે નથી મળ્યું, આપણી મહેનત છતાં જે નથી મળતું તેના દોરવાયા આપણે દોરવાઈએ છીએ. જે નથી તેની દોરવણીથી અત્યારે આપણે જે છીએ, જેવા છીએ તેવા થઈ ઊભા છીએ.
જે નથી મળતું તે કંઈક પ્રેરણા આપે છે.
જે નથી તે કંઈક મેળવવા ધક્કા મારે છે.
જે નથી મળ્યું તે શોધ કરવા પ્રેરે છે.
જે નથી મળતું તે આળસમાં સરી જતાં અટકાવે છે.
જે નથી મળતું તે સવાલોભરી અકળામણ આપે છે.
જે નથી મળતું તે અંતરશોધ કરવા પ્રેરે છે.
જે નથી મળતું તે મનને જાગૃત રાખે છે.
મનની જાગૃતિમાં મનના અંધારા ખૂણા દેખાવા શરૂ થાય છે. સદ્ભાવનાનો પ્રવાહ, દુર્ભાવનાના મલકમાં સરી જતો દેખાય છે, તો એકાએક, ઘડીભર અટકી જવાય છે. અટકી જવાય તો વિચાર આવી શકે કે "જે રસ્તે હું જઈ રહ્યો છું તે બરાબર છે કે ક્યાંક ભૂલા પડી ભટકી જવાશે?”
સદ્ભાવના બીજાની કદરને આધારે ઓછી જ છે?
જ
ફૂલ ખીલે છે.
સુગંધ ફેલાય છે.
કુલ સુગંધની કિંમત ક્યાં માગે છે?
સદ્ભાવનાના છોડમાં સત્કર્મના ફૂલ ખીલે છે. સુવાસ ફેલાય છે.
પરિવાર-મિત્રમંડળમાં સુખ-શાંતિ પ્રસરે છે. સદ્ભાવના અમૂલ્ય છે.
કોઈ ઘૃણા કરે, તેની પ્રત્યે પ્રેમ ભલે રહે.
કોઈ અવગણના કરે, તેની પ્રત્યે સન્માન રહેવા દઈએ.
87