________________
આત્મ સેતુ
સામાજિક અને કૌટુમ્બિક રીતે જોતાં તમે તમારાં સુખ-સગવડની પરવા કર્યા વગર તમારાં પરિવારની હર મુસીબતમાં રક્ષા અને સેવા કરી છે. સમાજમાં હંમેશા ઉપયોગી થઈને રહ્યાં છો.
તમારી સદ્ભાવના અને સેવાની જો થોડી પણ કદર કરવામાં આવે તો માન-સન્માનથી તમારી સેવા થવી જોઈએ. તેના બદલે અવગણના અને ઉપેક્ષા મળે છે.
તમને થાય છે “મને સરાસર અન્યાય થઈ રહ્યો છે. આમ ન ચાલે. “
પણ,
“ઈશ્વરના દરબાર”માં તો
જે બને તે ન્યાય!
આમ જ ચાલે છે.
જે સંજોગો અને સંગાથ આવી મળ્યાં છે તેના બીજ, અજાણતા આપણા જ વાવેલા હોવાની શક્યતા નથી શું? આવી મળેલા સંજોગોને અગમના સંકેત સમજીએ.
આજ સુધી સુખ-દુઃખની ચોકલેટ ચગળીને તેનો રસ મનમાં ઉતાર્યા કર્યો. તેનો ભાર વધતો ગયો, હવે વેઠાતો નથી, દુ:ખી રહેવાય છે.
એવી લાગણી કોરી ખાય છે કે "મને અન્યાય થાય છે, પરિવાર માટેના મારાં પ્રેમભર્યા સમર્પણની આજ કિંમત? મારી કિંમત-કદર થવી જોઈએ...
સામાન્ય રીતે, વ્યવહારની અપેક્ષાએ એ આગ્રહ યોગ્ય હોય.
પણ,
તે યોગ્ય હોય. છતાં,
તેમ બને કે ન પણ બને!
તેમ ન બને તેથી દુઃખી દુઃખી થઈ જવાય.
આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહનું રૂપ લઈ શકે.
મનમાં તેની ગાંઠ બંધાતી જાય.
આવી અનેક ગાંઠો બંધાય અને મજબૂત થાય.
આ ગ્રંથિઓમાંથી ગુસ્સો, બીક, અસલામતી, દુઃખ, ચિંતાની લાગણીઓ "લડાઈનો મોરચો" ગોઠવ્યા કરે.
અપમાન, અસહકાર, કઠોરતાના આઘાતોના ઘા પીડા આપે.
ઘા ઉપર ફરી ફરીને આઘાત થાય અને ઘા ઊંડા થતાં જાય.
ધા પાકે.
77
મુંઝવણ, હતાશા, અસલામતીની પીડા પ્રસરે.
દુઃખી મન સલામત રહેવાના પ્રયત્નમાં પ્રત્યાઘાત આપી સાંત્વના લેવા મથે
પરસ્પર સ્નેહને બદલે, આઘાત-પ્રત્યાઘાતનું યુદ્ધ છૂપું કે દેખીતું ચાલ્યા કરે.
તેનું ચક્ર ઘૂમ્યા કરે. લેણ-દેણ મંડાયાં કરે. સંભવ છે આ આઘાત-પ્રત્યાઘાતની વૃત્તિઓના પરિણામ રૂપે સંજોગો
ને સંબંધો આવી મળતાં હોય!
મનદુઃખની પીડાથી જ આપણે ધર્મની શરૂઆત કરીએ.
મનદુઃખ થાય છે પ્રતિકૂળ સંજોગોને લીધે.