________________
ધર્મ = ધારણ કરવું.
આપણે શું ધારણ કરીએ છીએ?
એટલે કે આપણે શું ધરાવીએ છીએ?
આ પ્રશ્ન આપણે સૌ પોતાને પૂછી જોઈએ.
“હું શું ધરાવું છું?"
શું જવાબ મળે છે?
આત્મ સેતુ
થોડી મુંઝવણ સાથે આવો કંઈક જવાબ આવી શકે, કે "મોટર-બંગલા, કુટુંબ-પરિવાર, અમીરી-ગરીબી, ધનદોલત, થોડું વધારે વિચારતાં કદાચ ખ્યાલ આવે કે “આ જીવન, જીવનના પ્રશ્નો, સુખ-દુઃખ, સગવડ
અગવડ, આશા-નિરાશા...”
તો શું ધર્મ એટલે આ સઘળું ધારણ કરવું તે હશે?
આ ખ્યાલમાં અધૂરપ લાગે છે, નહીં?
ધર્મશાસ્ત્રો, સંત-મહાત્મા, મુનિ સાધુ કહે છે "તમે શુદ્ધ ચેતન સ્વરૂપ છો"
છે
“પવિત્ર અને આનંદપૂર્ણ શુદ્ધ સ્વરૂપ ખીલવવું એ તમારો ધર્મ છે. આશા-નિરાશા, સુખ-દુઃખ, માલ-મિલ્કત થોડા સમય માટે છે. તે સઘળુ આવ-જા કરે છે. તમે તે નથી.”
“કામ-ક્રોધ-લોભ-મોહ વગેરેમાંથી બહાર આવી, શુદ્ધ ચેતના અનાવૃત્ત કરવી તે તમારો ધર્મ છે.”
શુદ્ધિ પ્રગટાવવા જે કાર્ય કરવાના આપ્યા તે ધર્મમાર્ગ, ધર્મમાર્ગ તરીકે, પૂજા-માળા, પ્રતિક્રમણ, સામાયિક
તથા અન્ય ધાર્મિક ક્રિયાઓનું આયોજન કર્યું જેથી વ્યક્તિની શુદ્ધિ ઝળકી ઊઠે,
જ્યારે કોઈ કહે કે ધર્મ કરવો છે ત્યારે એવી કંઈક સમજણ છે કે “ધાર્મિક ક્રિયા” કરવી છે. શુદ્ધિની વાતનું લક્ષ છૂટી જાય છે.
73
માળા-સામાયિક વગેરે ધર્મક્રિયા કરવા પૂરતો જ શું ધર્મમાર્ગ મર્યાદિત હશે?
શું ધર્મમાર્ગ આ ક્રિયાઓની સીમામાં પૂરાયેલો હશે?
તો આ રોજબરોજના પ્રશ્નોનું શું?
મન પર કબજો જમાવી બેસતા આ કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે ભાવોનું શું?
ધર્મક્રિયા ન થઈ શકે તો વ્યક્તિ માટે ધર્મ કા કોઈ આશા નહીં હોય?
પણ ના,
ધર્મમાર્ગ અહીં બંધ નથી થતો.
ધર્મનું શિખર જો આત્માની પરમ શુદ્ધિ છે, તો ધર્મની શરૂઆત, આપણે, હાલ, જે રીતે, ધન-દોલત-સગવડ મેળવવાનાં, વિચાર-વાણી-વર્તન, સદ્ભાવ-દુર્ભાવ, અપેક્ષા-ઉપેક્ષા તથા અન્ય અનેક પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યાંથી છે. આ પ્રશ્નોની આરપાર ધર્મનો રસ્તો કરવાનો છે,
ધર્મનો માર્ગ આ સવાલોને વીંધીને પસાર થઇ રહ્યો છે,
આ પ્રશ્નો પાસે ધર્મમાર્ગ અટકી જઈ ન શકે.
નોકરી ધંધે જવાનું છે. ઘરકામ કરવાનું છે. બાળકો ઉશ્કેરવાના છે. સંબંધો-વ્યવહાર સાચવવાના છે. જીવન જરૂરિયાતના અનેક પ્રશ્નો સતાવે છે. એક પ્રશ્ન ઉકેલવા જતાં એક પ્રશ્નમાંથી બીજા પ્રશ્નમાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં એમ પ્રશ્નોની વણઝારથી વ્યક્તિ વીંટળાયેલી રહે છે.
વ્યક્તિ પોતે જ એક મહાપ્રશ્ન થઈ ધર્મમાર્ગની આડે ઊભી રહે છે. અજાણતા-ધર્મનો રસ્તો બંધ થવા લાગે છે.