________________
આત્મ સેતુ
બહેનશ્રી : સગવડભર્યો આવાસ છે. સેવામાં કુટુંબીજનો, નોકર, ચાકર, વૈજ્ઞાનિક ટેકનોલોજીના વિધ વિધ સાધનો છે. નોકરીમાં ગોઠવાઈ જવાયું છે. ધંધો જામી ગયો છે. સમાજમાં માન-સન્માન છે.
ઘરે પહોંચો ત્યારે ઘર વ્યવસ્થિત છે. સોફા ખુર્શી સાફ સુથરા છે. આરામ ઊંઘ માટે સુંદર સજાવેલ રૂમ, રૂમમાં પલંગ અકબંધ છે. કોઈ ડખલ નથી. સઘળું સેટ છે.
માત્ર તમે અપસેટ છો!
સમય થતાં પલંગમાં "પડો છો, પણ ઊંઘ ક્યાં? પલંગ પડખા ફેરવવામાં વપરાય છે.
મનને શાંતિ નથી. દિવસે પડેલા ઘા રાત્રે પીડે છે.
ધન છે, પણ શાંતિ, ઊંઘ, પ્રસન્નતા, પાચનશક્તિ ક્યાંય વેંચાતાં નથી મળતાં.
વિચાર આવે છે “હજું શું મેળવું તો શાંતિ થાય?" જે મળે છે તે થોડા સમયમાં જૂનું થઈ જાય છે. જે મળ્યુ છે તે પૂરતું નથી. જે ગમે છે તે મળતું નથી. જે મળ્યું છે તે ગમતુ નથી, જે બીજા પાસે છે તે જોઈએ છે. જે બીજા પાસે
નથી તેવું જોઇએ છે. હજુ કંઈક મેળવવાનું બાકી છે!
પાણી પીતાં ફોન એટેન કરવાના છે.
ભોજન કરતાં નોકરીમાં લાગેલા આઘાતોના વિચાર ચાલે છે. રસોઈ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે, પણ તમને મીઠું વધારે અને મરચું ઓછું લાગે છે.
મન તાજુ નથી.
મન શાંત નથી.
તમે છો “અહી” અને મન ફરે છે “ત્યાં".
મનમાં ધમાચકડી મચેલી છે,
એમ થાય છે “હું આટ આટલી મહેનત કરૂં છું, સૌ માટે આટલી સગવડો ખરીદું છું, તમે એક ભોજન સરખું બનાવી નથી શકતાં?”
ઘરમાં મુખ્યત્વે તમારા સ્વાદ અને સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી ભોજન તથા સઘળું થાય છે.
ક્યારેક રસોઈ બરાબર ન હોય, પણ તમે “બરાબર" હો, તો વખાણ કરી કરી વધારે જમો છો.
તમારી જીભનો સ્વાદ તમારાં મન પર છે.
તમારૂં મન તમારાં અહં પર છે.
અહં સંતોષાય છે, તમે ખુશ હો છો તો તમને “સ્વાદ” બરાબર લાગે છે.
હકારા
અહંકાર સંતોષવા વ્યક્તિ કંઈ ને કંઈ કર્યા કરે છે. બે અહંકાર સામસામા ટકરાય તો “તણખા ઝરે છે કર્તામાં કરવાપણાની ભરતી ચડે છે.
61
“હું કરૂં... હું કરૂં...”
"હું આમ કરૂ છું પણ તમે તેમ નથી કરતાં.”
“હું સખત કામ કરૂં છું પણ બોસને મારી કદર નથી.”
“હું કદર કરૂં છું પણ જૂનીયરને મારી કિંમત નથી.”
“હું સારો છું ત્યાં સુધી ઠીક છે...”
અહંકાર પોષવા વ્યક્તિ કંઈ કેટલુય કર્યા કરે છે.