________________
60
આત્મ સેતુ તે પાણી વિશેનું પુસ્તક વાંચે. તેમાં પાણી એટલે શું? પાણી કેવુ હોય. તેનું રસાયણ શું? પાણી પીવાથી શું થાય? ચોખ્ખું પાણી કોને કહેવાય? ચોખ્ખું પાણી પીવુ કે ગંદુ? તેની સમજ લખી હોય. માહિતી આપી હોય. નદી, તળાવ, કૂવા વગેરે પાણીના સ્થાનના વર્ણન હોય. પણ, એ પુસ્તકમાં પાણી પદાર્થ ન હોય. વર્ણન અને માહિતીથી તરસ થોડી જ છીપાય? તૃપ્ત થવાં પાણી “પદાર્થ” હોવો જોઈએ. તમે શું છો? કેવા છો? આ શરીર માત્ર છો? આ વૃત્તિઓ માત્ર છો? હાલ તમારી ચેતનાની શું સ્થિતિ છે? તેનું શું સ્વરૂપ છે? હાલની જે ઉદ્વેગ-અપેક્ષાભરી મનની સ્થિતિ છે તે હંમેશા તેમ જ રહેવા યોગ્ય છે કે તેમાં ફેરફારની કંઈ શક્યતા છે? આ અને આવું કેટલુય સમજવા, પોતે અંતરદૃષ્ટિ કરી ધ્યાન આપવું પડે. ધ્યાન કંઈક મેળવવા-છોડવા પ્રત્યે હોય, ધ્યાન શાસ્ત્ર વાચન પ્રત્યે હોય, પણ ધ્યાન પોતાની ચેતના તરફ ન હોય તો ચેતન વિશે કંઈ પ્રતીતિ ક્યાંથી થાય? મારે જોવું હોય તમારી સામે અને હું જોયા કરું તમારી ઉંધી દિશામાં, બેઠેલા વ્યક્તિ તરફ, તો મને, તમે ક્યાંથી દેખાઓ? શાસ્ત્ર વાચનથી દૃષ્ટિ સ્વ તરફ વાળી તેમ ખબર પડે. સ્વ વાચનમાં શાસ્ત્રવાચનથી મદદ મળી શકે. માત્ર શાસ્ત્રવાચનથી આત્માનો અનુભવ ન થાય.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : વાચન કરીએ તો જિજ્ઞાસા પૂરી થાય. અમૂક ચીજો કેમ થાય છે તે જાણી શકાય. તો તમારી જાતને વધારે જાણી શકો.
બહેનશ્રી : શાસ્ત્રવાચનનું મૂલ્ય અમૂલું છે. વાચનથી જિજ્ઞાસા પૂરી પણ થાય અને નવી જિજ્ઞાસા જાગે પણ ખરી. જેમ પોતાના સ્વને જાણવાનો, સમજવાનો, અનુભવવાનો પ્રયત્ન થાય તેમ શાસ્ત્ર વધુ પ્રેરણાદાયી લાગે. જેમ જેમ ચેતન તત્વનો ખ્યાલ આવે અને પ્રતીતિ થતી જાય તેમ શાસ્ત્રના અક્ષરો શાહીના ખાલી ખોખા ન રહેતાં ભાવ ભર્યા, અર્થસભર સુવર્ણ અક્ષરો લાગે. કોરા વાચનથી શબ્દજ્ઞાન વધે.
આત્મજ્ઞાન નહીં!
સત્સંગી : કર્તાપણું ઓછું કેમ થાય?