________________
આત્મ સેતુ
57
“સ્વતંત્ર” થવા માટે દૃઢ સંકલ્પ અને મૃદુ પ્રયાસ! મનથી મુક્ત થવા તરફ, સ્વથી યુક્ત થવા તરફ, ડગ માંડી શકાય છે! મુશ્કેલી પહાડ જેવડી અને પ્રયત્ન તણખલા જેવો! મુશ્કેલી મહાસાગર જેવી ને તરી જનાર નાની શી માછલી જેવો! પુરૂષાર્થ કરતાં કરતાં, અસ્તિત્વને ખોળે અહં મૂકતાં મૂકતાં, અસ્તિત્વને ઉત્સવ બનાવતાં જઈએ...!
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સત્સંગી હું આવી શક્યો ન હતો. આગળ તમારે શું વાત થઈ?
બીજા સત્સંગી : વાતો તો ઘણી થઈ. કહેવાનો પ્રયત્ન કરૂં... એમણે કહ્યું, “ધર્મ જીવન જીવવાની પદ્ધતિ છે.” એમણે એટલો સુંદર સુમેળ બતાવ્યો! આપણામાંથી ઘણા બધાને પ્રશ્ન થાય છે કે “આપણે સૌ ભેગા મળીએ છીએ. શાસ્ત્રવાચન કરીએ છીએ. શાસ્ત્રમાં આવતી વાતોના પ્રશ્નોના સાચા ઉત્તર આપતાં આવડે છે. ચર્ચા અને દલીલો કરતાં આવડે છે. પણ જેવા અહીંથી બહાર નીકળ્યા કે પાછા જેવા હતાં તેવા ને તેવા! શાસ્ત્રની વાતો શાસ્ત્રમાં, અને.. આપણે એમ કહીએ છીએ કે અમારે કુટુંબ-પરિવારની જવાબદારી છે. નોકરી ધંધાની વ્યવસ્થાઓ છે. આ બધુ ન સંભાળવું? જો આ સંભાળીએ છીએ તો “ધર્મ” રહી જાય છે. ધર્મ કરવા જઈએ તો આ બધુ રહી જાય છે. અમારે કરવું શું? તો એમણે બહુ સરસ વાત કરી, કે “ધર્મ એ જીવન જીવવાની પદ્ધતિ છે. ફરજ અને જવાબદારીમાંથી ભાગવાની છટકબારી નથી.” ધર્મ, માત્ર શાસ્ત્રવાચન, ચર્ચા વાર્તા, વાદ વિવાદ અને ક્રિયાકાંડમાં સમાઈ જતો નથી. ધર્મ, જીવન જીવવાની રીતથી શરૂ થાય છે. તમે જે કરો છો તે વધુ સારી રીતે, ચોખા મનથી, તમારી જાત સાથે સાચા રહીને, પ્રેમપૂર્વક કરો, સાથે ઈશ્વર સ્મરણ કરતાં રહો, એ ધર્મની શરૂઆત છે. એક જૂઠને છુપાવવા કેટલાય ર્ડ બીયર
વા કેટલાય જૂઠ આચરવાં પડે. પોતાની જાત સાથે સાચા રહી કાર્ય કરવામાં આવે, તો સત્ ખૂલતું જાય, મન ચોખ્ખું થતું જાય...”
બહેનશ્રી : આપ સૌ સાથે બેસી શાસ્ત્ર વાચન કરો છો. તેમાં શાની વાતો આવે છે?