________________
વિધિ રહિત થઈ શકો
તે વિધિ તમારા માટે બરાબરા
અથવા
તે વિધિ માટે તમે બરાબર
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : મારે ધર્મ કરવો છે. ઘરની જંજાળમાં ફસાઈ જવાયું છે. ક્યારેક શાસ્ત્રવાચન થાય છે. સામાયિકપ્રતિક્રમણ કંઈ થતું નથી. નોકરી અને ઘરની જવાબદારીમાંથી સમય નથી મળતો. વીમેન્સ લીબરેશનના આ જમાનામાં સમાન હક્ક મળે તો કંઈક સમય મળે, અને ધર્મ માટે અનુકૂળતા થાય. ખૂબ મૂંઝવણ થાય છે. શું ક?
આત્મ સેતુ
બહેનશ્રી ; ધર્મ કરવાની અભિલાષા તમારી આંખોમાં આંસુના તોરણ બની ચમકે છે.
લો, પાણી પીઓ. સ્વસ્થ થાઓ...
ધર્મ કરવો છે એટલે શું કરવું છે?
બેના! જરા જુદા દૃષ્ટિકોણથી આ વાત જોઈએ.
ધર્મ જીવનથી જુદો નથી.
ધર્મ જીવન જીવવાની પદ્ધતિ છે.
જીવન જીવવાની રીત છે.
જીવન જીવવાની વિદ્યા છે.
જીવન જીવવાની કલા છે.
“ધર્મ” થાય એ રીતે જીવવાનું.
"ઈશ્વરે" આપણને પ્રતિકૂળતા "આપી" ને આપણા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે, જેની આપણને ખબર નથી.
ખબર નથી એટલું જ માત્ર નહીં, તે ઉપકારની કલ્પના પણ નથી.
પ્રતિકૂળતા આપણને કંઈક કહે છે.
તેનુ વારંવારનું આગમન આપણને કંઈક સંકેત કરે છે.
વ્યક્તિ ઇચ્છા-આશા પૂરી કરવા મહેનત કરતી હોય તેની આડે આવી, પ્રતિકૂળતા ઉભી રહે છે. તે એ કામમાં મુશ્કેલી નાખે છે. મૂંઝવે છે, અટકાવે છે, પરેશાન કરે છે.
તેની આ હરકતો કંઈક કહે છે.
કહે છે “તમારી ઇચ્છાને, લાગણીઓને, ફરીથી જુઓ, તેને સમજો. તેના ઊંડાણમાં ઉતરો.”
આપણને જાણ નથી પણ પ્રતિકૂળતાને આમંત્રણ પત્રિકા આપણાથી અજાણતા લખાઈ જતી હોય છે. પ્રતિકૂળતા હાજર થઈ કહે છે “હું તમને પસંદ છું? હું ગમતી હોઉં તો મારે કંઈ નથી કહેવાનું. પણ જો હું ન ગમતી હોઉં તો જરા અટકો.
53