________________
આત્મ સેતુ
ધ્યાન ગયું. તાર સંધાયા, એકતા થઈ, તો હું આકાશમાં!
આકાશ મારામાં!
આકાશ શું છે જે અવકાશ આપે છે?
શું આકાશ “કંઈ નથી”થી ભરપૂર ભરેલું છે તેથી અવકાશ મળે છે? મળ્યા જ કરે છે!
જ્યાં ઘણું છે ત્યાં "કંઈ નથી" છે. એટલે કે આકાશ છે.
જ્યાં કંઈ નથી ત્યાં પણ “કંઈ નથી” છે. માત્ર આકાશ છે.
50
આપણું ધ્યાના
આપણી શક્તિ
જ્યાં રસ પડે ત્યાં ધ્યાન જાય.
જ્યાં ધ્યાન જાય ત્યાં શક્તિ જાય.
જ્યાં ધ્યાન જાય ત્યાંનું દૃશ્ય ખુલે.
આંખો ખુલે. કંઈક દેખાય, મન માગણી મૂકે. ધ્યાન તેને અનુસરે, મન "માગ્યા" કરે. "લીધા કરે. "દીધા" કરે. કાણી કોઠીમાં પાણી ભરવામાં આવે. કોઠી કેમેય ભરાય નહીં. ગમે તેટલુ પાણી રેડાય તો ય ખાલી ને ખાલી. મનને “સુખ”થી ભરવા જગતમાંથી મનની માગણી અને ઉઘરાણી ડોલે ડોલે રેડીએ.
મન ખુશીથી છલકાય નહીં.
ક્યારેક મન તરફ ધ્યાન જતું હશે તો “અંદર" મુખનું પાણી નથી એવુ દેખાતાં તો “ઘડો” લઈને દોડાદોડ! જરા ધીરજથી “કોઠી”માં નજર કરી હોય તો “કાંણુ” નજરમાં આવી શકે. “પાણી” લાવવાની ઉતાવળમાં નજર માંડવાની ફુરસદ ક્યાં?
આપણે ક્યારે ચેતન નથી?
જ્યારે શરીર છીએ ત્યારે ચેતન છીએ, એટલે તો શરીર છે. રાત્રે, ઘેરી ઊંઘમાં બેખબર છીએ ત્યારે ચેતનવંત તો છીએ.
ઇચ્છાઓમાં અટવાયેલા હોઈએ ત્યારે ય ચેતન છીએ.
પરિણામમાં સુખ-દુઃખ આવે ત્યારે ય ચેતન છીએ.
ઇચ્છાવૃક્ષ આશાના પુષ્પોથી મઘમઘે છે તેને ચૈતન અવકાશ આપે છે.
ઇચ્છાવૃક્ષ નિશ્ચર્ણ થઈ નિરાશાથી ઘેરાય છે ત્યારે પણ ચૈતના અવકાશ આપે છે.
સવારથી સાંજ-રાત સુધી કંઈને કંઈ મેળવવાની મથામણ પ્રથમ ચેતનામાં થાય છે.
જ્યારે કંઈ નથી કરતાં ત્યારે એ કંઈ ન કરવાપણું ચેતનમાં છે. આપણે જે છીએ તે ચેતનામાં છીએ. આપણને આપણી ખબર ન હોય, પોતાને ભૂલી ગયા હોઈએ તો એ ભૂલી જવું પણ, એ ખબર ન હોવી એ પણ, ચેતનામાં
છે.
ભોજન, કપડા, મકાન, સાધન, સગવડ મેળવવામાં, સલામતી માટે સંગ્રહ કરવામાં, કુટુંબ-પરિવારની સાર સંભાળ લેવામાં, મિત્ર મંડળમાં ઘૂમવામાં, સમાજમાં સ્થાન-માન-કીર્તિ-પ્રશંસા મેળવવામાં, નાચવા, ગાવાઝૂમવામાં કે સિનેમા, થિયેટર, મેળાવડામાં, આપણે જ્યાં હોઈએ, જેમાં રોકાયેલા હોઈએ તેમ હોવાનો અને રોકાવાનો મનને અવકાશ ચેતન તો આપે છે.