________________
આત્મ સેતુ
કોઈ આગળ વધવા વેર-ઝેર કરે. કોઈને આગળ વધી જતાં કોક પર ઇર્ષા થાય. વધુને વધુ કમાવાનો લોભ જાગે, તે પૂરો ન થાય, અને ક્રોધ જાગે. વ્યવસ્થા જાળવવામાં કંઈક આડુ આવે. કોઈક નડે અને ગુસ્સો આવે. કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમતી હોય તેને માટે આસક્તિ થાય, તે ન મળે ને ગુસ્સો આવે. તે અન્યને મળી જાય અને ગુસ્સો આવે. અથવા તે મળે પણ કાબુમાં ન રહે ને અગ્નિ પ્રગટે. ક્યારેક એવું પણ બને કે કોઈક વ્યક્તિ સાથે કોઈ ઓળખાણ પણ ન હોય છતાં, તેને જોઈ, તેને જોતાં જ ગુસ્સો આવે જાણે તેની સાથે આગળનું કંઈક ન હોય! ગુસ્સાના કારણો ક્યાં શોધવા પડે તેમ છે? તમારા સમતા રાખવાના પ્રયત્ન હોય. ક્યારેક સમતાનો જવાબ સમતાથી મળે અને સમતા વધતી લાગે. ક્યારેક એવું પણ બની શકે, કે સમતાથી વર્તનારને લોકો નબળા, અથવા મૂર્ખ સમજે. તેનો ગેરલાભ લેવા યત્ન કરે, તેની કોઈ કિંમત જ ન હોય, તેની બીક ન લાગે તેને ઉલટા બીવડાવે અને સમતા રાખનારના કાર્યમાં મુંઝવણ વધતી જાય, સમતા રાખવા જતાં બહાર અને અંતરમાં સંઘર્ષની સ્થિતિ રહે. સમતામય થવાના પ્રયત્ન કરતાં કરતાં ગુસ્સાની પરિસ્થિતિ ઊભી થાય. કદિક, ગુસ્સાનું નિમિત્ત ચાલ્યુ ગયુ હોય, તો પણ મનમાં ગુસ્સો ઉછાળા માર્યા કરે. સ્વભાવ જ ગુસ્સાભર્યો થઈ ગયો હોય. કોઈ તમારૂ સારૂ કરે તો તેની સારપ પર ગુસ્સો આવે. કોઈ ભલુ ચાહે તો તેની ભલાઈ પર ગુસ્સો આવે. ક્રોધ વ્યક્તિત્વ બની જાય. ક્રોધ - લોભ, મોહ, ઇર્ષા, વેર, માન - અભિમાનનું કવચ બની જાય. ક્રોધથી અન્ય વ્યક્તિ દૂર રહે, ડરે, તેનું ધાર્યું કરે, ક્રોધી ખુશ થાય. પોતાનું માન સચવાતું લાગે, લોભ પોષાતો લાગે, સત્તા સલામત લાગે ગુસ્સો કોઈ ને કોઈ બીજા ભાવ, જેવા કે લોભ, માન, મોહ, ઈર્ષા, વેર વગેરેની આંગળીએ આવે છે. આ ભાવો ક્રોધની પાછળ છુપાયેલા હોય છે. તેઓ સૌ ક્રોધને આગળ કરે છે ને “બદનામ” ક્રોધ થાય છે. લોભ, માન, માયા, ઇર્ષા, વેર વગેરે જેટલા ઉગ્ર તેટલો ક્રોધનો અગ્નિ વધુ પ્રજ્વળે. આ ભાવો જેટલા સંયમમાં રહે તેટલો ક્રોધ સંયમમાં રહે.
સત્સંગી : કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષા, વેર-ઝેર તથા અન્ય ભાવો સંયમમાં કેમ રહે?
બહેનશ્રી : આ સઘળા ભાવો થાય છે કોને?
સત્સંગી : મને.
બહેનશ્રી : “મને” એટલે આપ કોણ છો?
સત્સંગી : હું... મને... મને એટલે હું... અમર..