________________
આત્મ સેતુ
જોનારને જુઓ!
સત્સંગી : શૂન્યતાને જોવી?
બહેનશ્રી : અંદરમાં વાદળ જેટલા વિચાર પંખીડા ઊડાઊડ કરે છે. અજાણતા વિચારો રોકવાનો પ્રયત્ન થઈ જશે. અજાણતા શૂન્યતા પ્રોજેક્ટ કરાઈ જશે. આ સઘળું જે થઈ રહ્યું છે તેને ઘેરાઈને શૂન્ય વિલસી રહ્યું છે.
જાણો!
માણો!
સત્સંગી : દિવસે તો દિવસે, રાત્રે જાગી જવાય ત્યારે પણ, ચોવીસે કલાક વિચારોની હારમાળા ચાલતી હોય...
બહેનશ્રી : ચોવીસે કલાક વિચારો હાજર છે, તો, આપ પણ હાજર છો! આપ છો, તો વિચાર છે! આપ “હાજર” રહો!
સત્સંગી : આ વિચારો આટલા કેમ ચાલે છે?
બહેનશ્રી : વિચારો ભાવથી પ્રેરાઈને આવે.
સત્સંગી : ભાવથી, એટલે?
બહેનશ્રી : બાળક માટે વહાલ ઊભરાય, ત્યારે વિચાર કરવામાં આવે છે કે “હું બાળકને માટે વહાલ ઊભરાવું” કે વહાલનો ઊમળકો આવે છે? ઈર્ષ્યા થાય ત્યારે વિચારાય છે કે “હું ઇર્ષ્યા કરૂં?” કે અંદરમાં અંતરમાં ઇર્ષાનો ભાવ જાગે છે.? અહંકાર ઊભો થાય અને વિચારોની દોડધામ શરૂ...! આત્મતત્વને સમજવાનો ભાવ છે તો આ સવાલ-જવાબ થાય છે, વિચારો ચાલે છે... અનેક ભાવોના પડદા પાછળ, પોતાના હોવાપણાનો ભાવ-સ્વભાવ, છુપાયેલો છે.
સત્સંગી : ભાવથી પ્રેરાઈને એટલે?