________________
100
તેનામાં અપાર ગર્ભિત શક્તિઓ છે.
અંધારામાંથી ઉજાસ તરફ જવાની શક્તિ તેનામાં છે.
મારામાં, તમારામાં, વિવિધ વૃત્તિઓ ઉપરાંત જીવંતતા છે.
અંતરમાં કંઈક જાગે છે.
અંદર કંઈક ધબકે છે.
તિર ચેતનમય છે.
આત્મ સેતુ
વાત કરતાં વ્યક્તિ કહે છે "હું જાઉં છું." "હું બિમાર છું." "હું ભણેલો છું"... વ્યક્તિ "હું" ની અનેક વાત કરે છે.
આ વાત કરતાં તેને એમ લાગે છે, બિમારી જ હું. "ભણતર એટલે જ હું.”
પણ, જરા શાંત થઈ.
જરા ધ્યાન દઈ,
આ “હું” કહેતાં પોતાને “હું” ની શી લાગણી થાય છે, આ “હું” જેવું શું લાગે છે? તે લાગણી લેવાનો પ્રયત્ન કરી
શકાય.
“હું જાઉં છું" એમ કહેતાં પગ ઉપાડી ચાલવા ઉપરાંત “હું" જેવું કંઈ અનુભવાય છે?
“હું બિમાર છું" એમ કહેતાં, બિમારી કરતાં કંઈક વિશેષ પોતાના હોવા જેવું લાગે છે?
“હું” તરીકેની જીવંતતા ભીતર સંચરે છે.
આ “હું”નો સંચાર અનુભવ કરી જુઓ.
સત્સંગી : ...પણ કેવી રીતે અનુભવ કરવો?
બહેનશ્રી : જેમ ઠંડી અનુભવ કરો છો. જેમ ગરમી અનુભવ કરો છો.
જેમ ધબકારા અનુભવ કરો છો.
અનુભવ કરનારને અનુભવ કરી જુઓ.
બિમારી નહીં, બિમારી અનુભવનારને અનુભવો.
સ્વની પૂર્વ દિશામાં ધ્યાન આપો.
આત્મસુર્ય પ્રકાશી રહ્યો છે.
આ પ્રકાશ આપ છો!
સત્સંગી : મારે ઘરમાં સ્વભાવ જરા વિચિત્ર છે. વાતે વાતે ઝગડા થાય છે. ઘરનું વાતાવરણ બગડે છે. બાળકો પર ખરાબ અસર પડે છે. આ વાતાવરણમાં ધર્મની વાતો પણ ક્યાં રહે?
બહેનશ્રી : કંકાસભર્યા વાતાવરણમાં ધર્મની વાતો કદાચ ન રહે,
પણ,