________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
અંતરંગ કષાય શક્તિ અનુસાર થાય છે. માટે દ્રવ્યલિંગીને બધાય ઘાતિ કર્મોનો બંધ ઘણા સ્થિતિ-અનુભાગ સહિત થાય છે; તથા અવિરત સમ્યગ્દષ્ટિને તથા દેશવ્રતીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મોનો બંધ તો નથી, અને અપ્રત્યાખ્યાન આદિનો બંધ અલ્પ સ્થિતિ અનુભાગ સહિત થાય છે. માટે તે મોક્ષમાર્ગી છે, પરંતુ મિથ્યાદૃષ્ટિ દ્રવ્યલિંગી મુનિ મોક્ષમાર્ગી નથી.
८८
ઉપરનું વિવેચન મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં કરવામાં આવેલું છે. આ પ્રકરણમાં પંડિત ટોડરમલજી સ્પષ્ટ કરવા માગે છે કે અભિપ્રાયમાં વિપરીતતા હોવાને કારણે દ્રવ્યલિંગી મુનિ મોક્ષમાર્ગી નથી, માટે તેમને મહાવ્રતાદિરૂપ આચરણ તથા મહામંદકષાય હોવા છતાં પણ તેમને તીવ્ર કષાયવાળા અવ્રત-સમ્યગ્દષ્ટિથી પણ હીન બતાવવામાં આવ્યાં છે. તેમની હીનતાને આગમ-પ્રમાણોથી પુષ્ટ કરી તે પાના ૨૫૯ પર લખે છે :
‘શ્રી સમયસાર શાસ્ત્રમાં દ્રવ્યલિંગી મુનિનું હીનપણું ગાથા, ટીકા અને કળશમાં પ્રગટ કર્યું છે. શ્રી પંચાસ્તિકાયની ટીકામાં પણ જયાં કેવળ વ્યવહારાવલંબીનું કથન કર્યું છે, ત્યાં વ્યવહાર પંચાચાર હોવા છતાં પણ તેનું હીનપણું જ પ્રગટ કર્યું છે. શ્રી પ્રવચનસારમાં દ્રવ્યલિંગીને સંસારતત્ત્વ કહ્યું છે, તથા પરમાત્મપ્રકાશાદિ અન્ય શાસ્ત્રોમાં પણ એ વ્યાખ્યાનને સ્પષ્ટ કર્યું છે. દ્રવ્યલિંગીને જે જપ, તપ, શીલ, સંયમાદિ ક્રિયાઓ હોય છે તેને પણ એ શાસ્ત્રમાં જયાં ત્યાં અકાર્યકારી બતાવી છે ત્યાં જોઇ લેવું; અહીં ગ્રંથ વધી જવાના ભયથી લખતાં નથી.
એ પ્રમાણે કેવળ વ્યવહારાભાસના અવલંબી મિથ્યાદૃષ્ટિઓનું નિરૂપણ કર્યું.’
પંડિતજીના ઉપરોકત વિવેચનથી સ્પષ્ટ છે કે તેમના ચિંતનમાં અભિપ્રાયની ભૂલનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે, અન્યથા દ્રવ્યલિંગી મુનિની