________________
૮૬
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
(સ) વિષયસેવનમાં ઈષ્ટબુદ્ધિ :- જેવી રીતે દાહજવર વાળો વાયુરોગ થવાના ભયથી ઠંડી વસ્તુઓનું સેવન તો નથી કરતો, પરંતુ તેને ઠંડી વસ્તુઓનું સેવન કરવું ગમે છે. ઠંડી વસ્તુઓ પ્રત્યેની તેની રુચિ જ તેના દાહજવરને સિદ્ધ કરે છે. તેવી રીતે રાગી-જીવનરકાદિના ભયથી વિષયસેવન કરતા નથી, પરંતુ તેને વિષય સેવન કરવું ગમે છે, માટે એ સિદ્ધ થાય છે કે તેના અભિપ્રાયમાં વિષય સેવનનો રાગ વિદ્યમાન છે.
પ્રશ્ન:- તો વિષય-સેવન પ્રત્યે જ્ઞાનીનો અભિપ્રાય કેવો હોય છે?
ઉત્તર :- જે પ્રમાણે અમૃતનો સ્વાદ લેનારા દેવોને બીજું ભોજન કરવાની રુચિ સ્વયમેવ નથી હોતી, તે જ પ્રમાણે નિજ-ચૈતન્યરસનો સ્વાદ લેનારા જ્ઞાનીને વિષયોની રુચિ અંતરમાંથી જ નથી હોતી. અજ્ઞાનીને વિષયો પ્રત્યે એવી અરુચિ નથી હોતી.
(દ) પરિષહાદિમાં અનિષ્ટ બુદ્ધિ :- અજ્ઞાની જીવ વિષયસેવનના કાળમાં સુખ અને તેના ફળ સ્વરૂપમાં ભવિષ્યમાં નરકાદિનું દુ:ખા માને છે તથા પરિષહ વગેરે સહન કરવાના સમયે દુ:ખ અને ભવિષ્યમાં તેના ફળસ્વરૂપે સ્વર્ગાદિકના સુખ માને છે. આમ તેને પરદ્રવ્યમાં સુખ-દુ:ખા માનવાને કારણે તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિથી રાગ-દ્વેષરૂપ અભિપ્રાય બની રહે છે.
તેથી વિપરીત જ્ઞાની જીવ વિષય સેવનના ભાવને જ દુ:ખરૂપ જાણી તેને છોડવા માગે છે, માટે તેને વિષય-સામગ્રીમાં ઈષ્ટબુદ્ધિ નથી; તથા તેઓ પરિષહ વગેરેને માત્ર બાહ્ય-સંયોગ જાણે છે, તેમને દુ:ખદાયક માનતા નથી, માટે તેમાં અનિષ્ટબુદ્ધિ નથી. તેઓ ઉપસર્ગ-પરિષદના કાળમાં પણ પોતાને પરદ્રવ્યથી ભિન્ન આનંદ સ્વભાવી શુદ્ધાત્માના રૂપે અનુભવ કરે છે.
આ પ્રકારે દ્રવ્યલિંગી મુનિની ક્રિયા અને પરિણામના સંદર્ભમાં તેમના અભિપ્રાયની વિપરીતતાને સ્પષ્ટ કરવામાં આવી છે. અભિપ્રાયમાં વિપરીતતા સહિત મહાવ્રતાદિરૂપ આચરણ થવાથી પણ તેને અણુવ્રતી તથા અવિરતસમ્યગ્દષ્ટિથી પણ હીન કહેવામાં આવ્યા છે. કારણ એમનું પાંચમું અને