________________
૪૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
યશ-અપયશ વગેરેમાં નિમિત્ત બને છે.
બંધ અને મોક્ષ ની જેમ સુખ-દુ:ખનું વેદન પણ પરિણામો | અનુસાર થાય છે, ક્રિયા અનુસાર નહીં. એનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ આવેલ પ્રકરણમાં કરવામાં આવ્યું છે.
(૨) પરિણામોનો પ્રભાવ :- જો કે પરિણામોનાં ફળનો સંકેત ક્રિયા ના ફળ સાથે કરવામાં આવ્યો છે, છતાં અહીં પરિણામોનાં ફળનું વિશેષ સ્પષ્ટીકરણ કરવાનું યોગ્ય લાગે છે.
ક્રિયાનું ફળ શૂન્ય છે તો પરિણામોનું ફળ શત-પ્રતિશત અર્થાત પૂરે પૂરૂં મળે છે. અહીં પરિણામોનો આશય મુખ્યત: શુભાશુભ ભાવો તથા વીતરાગ ભાવોથી છે, કેમ કે આ ભાવો જ બંધ-મોક્ષ કે દુ:ખ-સુખના કારણ હોય છે. શત-પ્રતિશતનો આશય એમ છે કે જેવા મંદ કે તીવ્ર શુભાશુભ ભાવ થશે તેવા જ મંદ કે તીવ્ર લૌકિક સુખ-દુ:ખ હશે અને તેવી જ કર્મ પ્રકૃતિઓ તેટલાં જ સ્થિતિ-અનુભાગ સહિત બંધાશે. જેટલાં અંશે વીતરાગ પરિણતિ હશે, તેટલું જ અતિન્દ્રિય સુખ મળશે અને એટલા જ અંશે સંવર-નિર્જરા થશે. આ પ્રકારે પરિણામોનું ફળ પૂરૂં મળે છે અને માત્ર ક્રિયાનું ફળ કાંઇ જ નથી. પ્રત્યેક જીવને પોતાના પરિણામોનું ફળ ભોગવવું પડે છે આશયના પ્રમાણોની કોઇ કમી નથી.
-
આ
પરિણામો અનુસાર બંધ-મોક્ષ તો થાય જ છે. લૌકિક સુખ-દુ:ખ પણ પરિણામાનુસાર થાય છે, ક્રિયાનુસાર નહીં. જો ચાર જણ એક સાથે ભોજન કરતા હોય કે ટી. વી. જોતા હોય, તો બધાને એક જેવો આનંદ નહી આવે; પણ જેનો જેવો રાગ હશે, તેવું (ઇન્દ્રિય) સુખનું વેદન તેને થશે.
અનુકૂળ સંયોગો વચ્ચે રહીને પણ જીવ સંકલેશરૂપ પરિણામોમાં દુ:ખનું અને પ્રતિકૂળ સંયોગો વચ્ચે રહીને પણ જીવ મંદકષાયરૂપ ભાવોથી સુખનું વેદન કરે છે.
કોઇ મજૂર કાળી મજૂરી કરી સૂકો રોટલો ખાઇ આનંદનો અનુભવ કરે છે, તથા પથ્થરની શિલા પર પણ ચેનથી ઊંઘે છે. ત્યારે એક શેઠ