________________
પત્નિના રાગ જેવો રાગ રાખીને ભક્તિ કરાય તે પ્રીતિરાગ કહેવાય છે અને મા બાપની ભક્તિ કરતાં જે રીતે થાય તે રીતે ભક્તિ કરાય તે ભક્તિ રાગ કહેવાય છે. માં બાપ ઉપકારી રૂપે હોય છે. જ્યારે પત્નિ ઉપકારક રૂપે હોતી નથી. પુણ્યાનું બંધિ પુણ્ય એવી સમજણપૂર્વકનું, જ્ઞાન દ્રષ્ટિથી આત્મકલ્યાણનો માર્ગ દર્શાવનાર એટલે બતાવનાર જગતમાં એક જૈન દર્શન જ છે. ઇતર દર્શનમાં આવી સમજણ જ નથી.
પુણ્યનો અનુબંધ બાંધવા માટે બીજાના દુઃખે દુ:ખી થવું એ ગુણ કહેલો છે અને દુ:ખી થઇને શક્તિ મુજબ દુ:ખ દૂર કરવાનો પ્રયત્ન છોડવો નહિ. આ ગુણ બરાબર ખીલવટ પામે તો જ આત્મા બીજાના સુખે સુખી થઇ શકે છે. જો પહેલો ગુણ ન હોય તો બીજાનું સુખ જોઇને આનંદ આવવાને બદલે એટલે આનંદ પામવાને બદલે જીવ ઇર્ષ્યા ભાવ પેદા કરીને બળ્યા કરે છે.
ઇર્ષા બીલકુલ ન થવી જોઇએ એને એના પુણ્યથી મળેલ છે. મને મારા પુણ્યથી મળેલ છે. તે સોના. પુણ્યોદયથી જીવે છે. તેમાં આનંદ થવો જોઇએ આ તો સામાન્ય કોટિની જ વાત છે ને ? અને આ વાત સો. ઇતર દર્શનકારો સ્વીકારે છે જ્યારે જૈનદર્શન તો આગળ વધીને કહે છે કે પૂણ્યથી મળેલી સામગ્રી રાખવા જેવી-ભોગવવા જેવી-સાચવવા જેવી-વધારવા જેવી નથી પણ છોડવા જેવી જ છે એમ સમજાવે છે. એ વાત આપણે મગજમાં બેસાડવાની છે. જીવનમાં જે કાંઇ ભક્તિ કરતાં હોઇએ તેનાથી આ વાતને આત્મામાં સ્થિર કરવાની છે.
એવી જ રીતે આપણને કોઇ દુ:ખી કરીને અર્થાત દુ:ખ આપીને સુખી થતો હોય તો ભલે મને દુ:ખ આપે એ દુ:ખમાં આનંદ કરીને બીજાને સુખી કરવાનો ભાવ રાખી જીવન જીવવું એ પણ પુણ્યનો અનુબંધ પેદા કરાવે છે. આપણા ઉપયોગ માટે ચીજ સામગ્રી લાવ્યા હોઇએ અને કોઇ ભાગી જાય અને આપી દઇ એના વગર ચલાવી લઇ જીવન જીવવાની ભાવના ખરી ? આવો વિચાર આવે ખરો ? આનંદ પૂર્વક તે આપી દઇને એના વગર ચલાવી લ્યો ખરા ? વિચારધારા બદલાય તો ઇર્ષ્યા ભાવ જાય ને ? આ વિચારથી જીવન જીવે એને ઇર્ષ્યા ભાવ આવે ? આવી વિચારણાવાળા જીવોને નિ:સ્વાર્થ ભાવ પેદા થતાં વાર લાગે ? અને આવા ભાવની વિચારણાથી પુણ્યાનુબંધિ પુણ્ય જીવને બંધાયા જ કરે છે.
માટે આ અભ્યાસ પાડવા પ્રયત્ન કરવાનો છે. (૧) બીજાના દુ:ખે હૈયું દુઃખી બનાવવું. (૨) બોજાના સુખે હૈયું સુખી બનાવવું અને (૩) દુ:ખ કે તકલીફ વેઠીને બીજાને સુખ થતું હોય તો તે વેઠીને પણ બીજાને સુખી કરવા પ્રયત્ન કરવો. આનાથી જીવો ગુણયુક્ત ગુણસ્થાનકને સહેલાઇથી પ્રાપ્ત કરી આત્મકલ્યાણના માર્ગે ચઢી શકે છે અને સ્થિર થઇ શકે છે પછી એને અનુકૂળ પદાર્થોનો રાગ એટલો પજવશે નહિ-હેરાન કરશે નહિ.
અભવ્યજીવો-દુર્ભવ્યજીવો અને ભારેકર્મી ભવ્યજીવોને નિઃસ્વાર્થ બુદ્ધિ અને સરળ સ્વભાવ આ બે ગુણો ક્યારેય પેદા થઇ શકતા નથી. આ જીવો સુખની અપેક્ષા રાખીને જ સંસારમાં જીવતા હોય છે અને દેવ, ગુરૂ, ધર્મની આરાધના પણ પરલોકના સુખના હેતુથીજ કરતાં હોય છે. આથી આ જીવો મનુષ્યપણું પામી-ધર્મ સામગ્રીપામી-સંયમનો સ્વીકાર કરી નિરતિચાર ચારિત્રનું પાલન પૂર્વક્રોડ વરસ સુધી કરે અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ લઇને આવેલા હોય તો સાડા નવપૂર્વ સુધીનું જ્ઞાન પણ ભણે દેશના લબ્ધિ પેદા કરે તો પણ પોતાના આત્મામાં રહેલો અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ જરાય ઓછો થાય નહિ ઉપરથી તે ગાઢ બનતાં જાય છે. આથી પોતાના રાગાદિ પરિણામને ઓળખવાની-એનાથી હું દુઃખી થાઉં છું એવી માન્યતા પેદા કરવાની જરાય બુધ્ધિ પેદા થતી જ નથી.
અનુકૂળ પદાથોના રાગને અને પ્રતિકૂળ પદાર્થોના દ્વેષને ઓળખવા માટેનું પુણ્ય ક્યારે ઉપાર્જન થાય ? જ્યારે આ બે ગુણો પેદા થાય ત્યારે જ. લઘુકર્મી ભવ્યાત્મા જીવો જ આ બે ગુણોને પેદા કરી શકે છે.
Page 7 of 64