________________
પુણ્યાનુબંધી કે પાપાનુબંધી બન્નેમાંથી કોઇપણ બાંધી શકાય છે.
જગતના જીવોને પ્રાથમિક પણેજ સુખનો રાગ શરૂઆતથીજ છોડાવવો અગત્યનો છે. જેના શાસનથી જ આત્મ કલ્યાણની રૂચિનો માર્ગ મળે એમ નહિ એ માર્ગ ગમે તે દર્શનમાં મલી શકે પણ આત્માના ઉત્થાનની સંપૂર્ણ સાંગોપાંગ સામગ્રીનો રાજમાર્ગ માત્ર જૈન શાસનમાં જ છે. બાકી ઇતર દર્શનમાં જન્મેલા જીવો સરળ સ્વભાવ અને નિઃસ્વાર્થ બુદ્ધિથી મનુષ્ય આયુષ્ય બાંધીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ આત્મકલ્યાણનો માર્ગ પામી મોક્ષે જઇ શકે છે.
માટે નિ:સ્વાર્થ ભાવે માતા, પિતાની સેવા કરનારને પુણ્યાનુબંધિ પુણ્ય જરૂર બંધાય છે.
ઓધ દ્રષ્ટિમાં પહેલા ગુણઠાણે રહેલા આત્માઓ જે જૈન શાસન પામેલા નથી-જૈન શાસનનું જ્ઞાના નથી અવા આત્માઓ નિઃસ્વાર્થ બુદ્ધિ અને સરળ સ્વભાવથી મન, વચન, કાયાનો વ્યાપાર કરે છે તેને પણ પુણ્યનો અનુબંધ પડે છે તેથી એજ ભવમાં કે ભવાંતરમાં આત્મકલ્યાણ તરફ લઇ જવાનો અનુબંધ એ સાથે બાંધતો જાય છે.
આવા જીવો બીજા જીવોને દુ:ખી જોઇને પોતે દુઃખી થાય છે. પોતાની શક્તિ મુજબ દુ:ખ દૂર કરે છે. દૂર કરવાનો પ્રયત્ન પણ કરે છે છતાં એ જીવોનું દુ:ખ દૂર ન થાય તો પોતાના આત્માને એટલે હૈયામાં દુ:ખા પેદા થાય છે અને રહ્યા કરે છે અને સતત મનમાં વિચાર ચાલ્યા કરે છે કે મને મળેલી સુખ સાહ્યબી બીજાને ઉપયોગી ન થાય તો તે શું કામની ? આ વિચારણા સતત તેના મનના ઉંડાણમાં ચાલુને ચાલુ રહે છે. આવી વિચારણાથી પણ આ જીવો પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકે છે.
આવા વિચારો આપણા અંતરમાં કેટલો ટાઇમ ચાલ્યા કરે ? આવો વિચાર કદાચ અંતરમાં આવે તો ટકે કેટલો ટાઇમ ? આપણા મનમાં સામાનું દુ:ખ જોઇને આવા કોઇ વિચારો આવે કે તેના કર્મો એવા હશે માટે તે દુ:ખ ભોગવે તેમાં આપણે શું ? હું શું કરી શકું ? આપણે પ્રયત્ન કર્યો તો પણ તેનું દુઃખ દૂર થતું નથી તો હું શું કરું ? આપણે આપણું જુઓ. આવા અંતરના ઉંડાણના વિચારોજ બતાવે છે કે આપણને પાપનો અનુબંધ થયા કરે છે. આ વિચારમાં ઉંડે ઉંડે સ્વાર્થ બેઠેલો છે માટે આ વિચારધારા બદલવી જરૂરી છે.
જે વિચાર કુટુંબ માટે કરીએ એવા જ વિચાર જગતના બીજા જીવો માટે કરવાના છે. કારણકે કુટુંબના જીવો સાથે લોહીની સગાઇ એક ભવની છે. જ્યારે મેત્રી ભાવથી જગતના જીવો સાથેની સગાઇ ભવો ભવની છે. નિ:સ્વાર્થ બુદ્ધિની જગ્યાએ સ્વાર્થ અને સરલ સ્વભાવની જગ્યાએ કપટ પ્રવેશ કરે તો પુણ્યની જગ્યાએ પાપના અનુબંધવાળું પુણ્ય બંધાય.
સુખના પદાર્થો પુણ્યના ઉદયથી મળે છે પણ એ સુખનો સ્વાદ તો પુણ્યના અનુબંધવાળા જીવો જ કરી શકે છે. દરેક ધર્મક્રિયાના અનુષ્ઠાનો કરતાં પુણ્યતો બંધાવાનું જ છે. ધર્મરાજા આંધળો છે. એતો કહે છે કે જે કોઇ મને આચરેમને સેવે ભગવાનના મંદિરનું પગથીયું ચઢે એને મારે તો આપવાનું જ કામ કરવાનું પણ તેનો ઉપયોગ કેવો કરવો, કેવું પુણ્ય લેવું એ એને પોતાના પરિણામથી વિચારવાનું છે.
કોઇપણ દર્શનમાં, જન્મ આપનાર જન્મ દાતા માતા, પિતાની સેવા નિઃસ્વાર્થ ભાવે કરે તો તે પુણ્ય એવું બંધાય કે જેથી એ ભવમાં અથવા બીજા ભવમાં આત્મ કલ્યાણ કરવાની સામગ્રી જલ્દી પ્રાપ્ત થાય. બીજાઓની સેવા ભક્તિ કરતાં માતા, પિતાની સેવા વિશિષ્ટ છે કારણકે તેમાં તેમના ઉપકાર પ્રત્યેની ભક્તિનો ભાવ રહેલો છે.
ભક્તિ પણ જ્ઞાનીઓઅ બે પ્રકારની કહી છે. (૧) ભક્તિ રાગ પૂર્વકની ભક્તિ અને (૨) પ્રીતિ રાગ પૂર્વકની ભક્તિ. માં બાપ પ્રત્યે ભક્તિ હોય. ભક્તિમાં રાગ ન હોય રાગ હોય ત્યાં ભક્તિ ન હોય પણ સ્વાર્થ હોય
Page 6 of 64