________________
ખેડનારો (ચલાવનારો).
3. લાભ અને નુક્શાનનો વિચાર કર્યા વિનાનો કોઇપણ જાતનો લાભ કે નુક્શાન આદિનો વિચાર કરે નહિ. જેમ ફાવે તેમ વ્યાપારાદિ પાપ કર્યા જ કરે.
૪. વાત વાતમાં ગુસ્સે થઇ જનારો નિમિત્ત મલતાની સાથે ગુસ્સો કરનારો અને બીજાને પણ ગુસ્સો પેદા કરાવનારો હોય.
૫. શોક આદિને ધરનારો એટલે કે વાત વાતમાં જેમ ગુસ્સો કરે તેમ વાત વાતમાં શોક પેદા કરી અનેકને શોકમાં નાખનારો.
૬. બીજાઓની નિંદા કરનારો. પોતાના કહ્યા મુજબ જે ન રહે તેની નિંદા કરનારો પોતાનાથી જે અધિક હોય તેને જોઇ નહિ શકનારો અને તેઓની નિંદા કરનારો હોય છે.
૭. પોતાની બડાઇ કરનારો. ગમે તે વાતમાં એકબીજાની સાથે વાત કરતાં પોતાના ગુણો બોલીને બડાઇ હાંકનારો આના કારણે બીજાને હલકા પાડનારો હોય છે.
૮. યુધ્ધમાં ભયંકર. જ્યારે જ્યારે નિમિત્ત મળે કે ઝઘડા વગેરે કરવાના હોય અથવા કોઇની સાથે લડવાનું હોય તો આ વેશ્યાવાળા જીવોને તરત જ ભયંકર પરિણામ પેદા થતાં ઝઘડા વગેરે કરનારો.
૯. અને સદા માટે દુ:ખિત હૃદયવાળો એટલે કે બીજાનું ન જોઇ શકતા પોતાના આત્મામાં સદા માટે બળતરા કરી કરીને દુ:ખી થનારો હોય છે. આ કાપોત લેશ્યાના ઉત્કૃષ્ટ પરિણામોમાં કે મધ્યમ પરિણામોમાં જીવ આયુષ્યનો બંધ કરે તો નરકાયુષ્ય બાંધી શકે છે.
નરકાયુ બાંધવાના કારણોમાં (૧૨) અસત્ય બોલનારો (૧૩) ચોરી કરનારો (૧૪) ભોગના સાધનોને વારંવાર સેવનારો અને (૧૫) ઇન્દ્રિયોને પરવશ થઇને ઘણા પ્રકારના પાપોનું આચરણ કરનારો.
આવા જીવો નરક આયુષ્ય બાંધી શકે છે. તેવી જ રીતે રાત્રિ ભોજન કરનારો. અભક્ષનું ભક્ષણ કરનારો પણ નરક આયુષ્ય બાંધી શકે છે.
આ = આત્માને પીડા કરાવે એવા વિચારની સ્થિરતા તે આર્તધ્યાન કહેવાય છે.
રીદ્ર = ભયંકર. જે તે ચીજ ગમે તેમ કરીને મારે મેળવવી જ છે એવા વિચારની સ્થિરતા એ રીદ્રધ્યાન કહેવાય છે.
દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરનારો આર્ત કે રીદ્ર ધ્યાનનાં વિચારમાં રહે ખરો ? ભોગવવાની ઇચ્છા તેય પીડા. સુખ ભોગવવામાંયે દુઃખ અને સુખ મેળવવામાંયે દુઃખ છે. શરીર થાકી જાય. ગમે તેટલી સારી ચીજ હોય તો આખો દિવસ ખાખા કરો ખરા ? અભાવ થયા વગર રહે નહિ. અગવડતા ઉભી કરીને વેઠશો તોજ સંસાર સાગર તરાશે. આપણે તરવું હશે તો સાવધ રહેવું પડશે.
સુખ મળે પુણ્યથી-ભોગવાય પુણ્યથી. મેળવવાનો પુરૂષાર્થ તે પાપ-ભોગવવાની ઇચ્છા એ પાપના ઉદયથી. જેમ જેમ ભોગવો છો તેમ તેમ બાંધેલું પુણ્ય ખતમ થતું જાય છે અને ઇચ્છાઓ કરી કરીને નવું પાપ બાંધતા જાવ છો. આમ પુણ્યનું બેલેન્સ સાફ થતું જાય છે અને પાપનું બેલેન્સ વધતું જાય છે.
પૈસો મેળવવાની ઇચ્છા એ પાપનો ઉદય કહેવાય છે. મળતો પૈસો લેવાની ઇચ્છા એ આર્તધ્યાન કહેવાય છે. ભવિષ્યમાં કામ લાગશે એવી વિચારણા કરીને ગલ્લામાંથી બેંકમાં મુકવાની ઇચ્છા એ
Page 98 of 126