________________
અસંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અથવા છેલ્લા છ માસ બાકી રહે ત્યારે આયુષ્ય બાંધી શકે છે.
જે પૂર્વ ક્રોડ વરસના આયુષ્યવાળા જીવો હોય છે તે પોતાના આયુષ્યના ત્રીજા ભાગે આયુષ્ય બાંધે છે. ચોવીશ તીર્થંકરોના આત્માઓ-બાર ચક્રવર્તીઓ-નવ બલદેવ-નવ વાસુદેવ-નવ પ્રતિવાસુદેવ આ ૬૩ (ત્રેસઠ) પ્રકારના આત્માઓ જો આયુષ્યનો બંધ કરે તો પોતાના ભોગવાતા આયુષ્યના ત્રીજા ભાગે નિયમા આયુષ્ય બાંધે છે.
બાકીના એકેન્દ્રિય-વિકલેન્દ્રિય સામાન્ય તિર્યંચો અને મનુષ્યો બીજા ભવનું આયુષ્ય બાંધી શકે તો પોતાના ભોગવાતા આયુષ્યના ત્રીજા-નવમા-સત્તાવીશમા-એક્યાશીમા-બસો તેંતાલીશમાં ભાગે કે યાવત્ છેલ્લા અંતર્મુહૂર્તે બાંધી શકે છે.
દેવતા અન નારકીના જીવો પરભવનું આયુષ્ય બાંધે તો વધારેમાં વધારે પૂર્વક્રોડ વરસનું બાંધી શકે તથા જઘન્ય આયુષ્યનો બંધ કરતા જ નથી આથી મધ્યમ આયુષ્ય બાંધી શકે છે.
અસંખ્યાત વરસના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો પોતાનું જેટલું ભોગવાતું આયુષ્ય હોય એટલું દેવતાનું આયુષ્ય બાંધી શકે અથવા પોતાના ભોગવાતા આયુષ્યથી ઓછું પણ આયુષ્ય બાંધી શકે છે. પણ અધિક આયુષ્યનો બંધ કરતા જ નથી. પૂર્વ ક્રોડ વરસના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો પરભવનું આયુષ્ય બાંધે તો ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમનું અને જઘન્યથી અંતર્મુહૂર્તનું આયુષ્ય બાંધી શકે છે તમજ મધ્યમ આયુષ્યનો બંધ પણ કરી શકે છે.
એકેન્દ્રિય-વિલેન્દ્રિય જઘન્ય કે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા જીવો બીજા ભવનું આયુષ્ય બાંધે તો ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે. જઘન્યથી એક અંતર્મુહૂર્તનું આયુષ્ય અને મધ્યમ અંતર્મુહૂર્તથી અધિક લઇને પૂર્વક્રોડ વરસ પહેલાનું ગમે તે બાંધી શકે છે.
લબ્ધિ અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો તથા સન્ની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો પરભવનું આયુષ્ય બાંધે તો ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વરસનું બાંધી શકે છે. અને જઘન્યથી એક અંતર્મુહૂર્તનું
બાંધી શકે છે.
અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો પરભવનું આયુષ્ય બાંધો શકે તો ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું બાંધી શકે છે અને જઘન્યથી એક અંતર્મુહૂર્તનું બાંધી શકે છે.
તેમાં નારકીનું આયુષ્ય બાંધે તો પહેલી નારકીનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું બાંધી શકે. જઘન્યથી દશ હજાર વરસનું બાંધી શકે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાં બાંધી શકે તો પંચેન્દ્રિય તિર્યંચનું ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું યુગલિક ખેચર તિર્યંચનું બાંધી શકે છે અને જઘન્યથી એક અંતર્મુહૂર્તનું બાંધી શકે છે. મનુષ્યનું આયુષ્ય પરભવનું બાંધે તો ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું છપ્પન અંતદ્વીપમાંથી કાઇપણ મનુષ્યનું બાંધી શકે છે અને જઘન્ય આયુષ્ય એક અંતર્મુહૂર્તનું બાંધી શકે છે. દેવાયુષ્યનો બંધ કરે તો જઘન્ય-દશ હજાર વરસનું અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું ભવનપતિ અને વ્યંતર દેવોનું તથા જ્યોતિષીઓનું બાંધી શકે છે.
સન્ની પર્યાપ્તા તિર્યંચો પરભવના આયુષ્યનો બંધ કરે તો જઘન્ય એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનું નરક આયુષ્ય બાંધી શકે છે અને દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે તો અઢાર સાગરોપમનું આયુષ્ય બાંધી શકે છે. મનુષ્ય અને તિર્યંચનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે તો ત્રણ પલ્યોપમનું આયુષ્ય બાંધી શકે
છે.
સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો પરભવનું આયુષ્ય બાંધે તો.
Page 89 of 126