________________
૧. પારકા જીવોનાં ગુણને વિષે જે દોષનું આરોપણ કરે છે. અસૂયા કહેવાય છે. તેનું બીજું નામ ઇર્ષ્યા ગણાય છે. આજે લગભગ મોટાભાગના જીવોને પોતાનું વર્ચસ્વ જમાવવા પોતાના માન કષાયને પોષવા અને બીજો મારાથી આગળ ન વધી જાય અને મારાથી નીચે રહે મારી સરસાઇમાં પણ ન આવે એ હેતુથી આજે આ દોષ લગભગ વધતો દેખાય છે અને આ કારણથી પૈસાના લોભે તથા સુખની લાલસાથી બીજા જીવોના સારાપણ ધર્મના સંસ્કારવાળા ગુણોને પણ દોષરૂપે કરીને વિચારવાનો ખુબજ પ્રયત્ન ચાલ્યા. કરે છે. આથી જીવો અરતિ મોહનીય કર્મને અનુબંધ રૂપે બાંધ્યા જ કરે છે.
૨. પાપ કાર્યની ટેવ પાડે. પૈસાના લાભ તથા સુખની લાલસાના પ્રતાપે જીવોને પાપ કરતાં કરતાં તેમાં સળતા મળતી જાય તો તે પાપ કરવાની ટેવમાં પાવરધો થતો જાય છે. પછી તેને પાપકાર્ય કરવામાં અંતરમાં અરેરાટી કે ધૃણા પેદા થતી નથી અને હું આ ખરાબ કાર્ય કરું છું એવું માનતો પણ નથી. આથી આવા પાપકાર્યમાં નિષ્ફર બનેલા જીવોને અરતિ મોહનીયનો અનુબંધ બંધાયા કરે છે.
૩. પારકાના હર્ષનો નાશ કરવો એટલે કે જે જીવો સુખમાં અને આનંદમાં રહેતા હોય તે પસંદ ના આવવાથી તે જોઇને ખમાતું ન હોવાથી તે જીવોનો હર્ષ એટલે આનંદ કેમ નષ્ટ થાય અને તે દુ:ખમાં કેમ રહે તેવી વિચારણા કરી કાર્ય કર્યા કરવું તેનાથી જીવોને અરતિ મોહનીય કર્મ બંધાય છે.
૪. બીજા જીવોને દુ:ખી જોઇને આનંદ પામવો, હસવું એટલે કે બીજા કોઇ સ્નેહી-સંબંધી મિત્રવર્ગ કે કોઇ દુશ્મન હોય અને તે પોતાના કામમાં હેરાન કરતાં હોય, પોતાને અંતરાય રૂપ થતાં હોય, તે જીવો દુ:ખી બને અને વધારે દુ:ખી થતાં દેખાય તો અંતરમાં આનંદ પામે. વધારે આનંદ પેદા થતો જાય. તેનાથી જીવો અરતિ મોહનીય કર્મ બાંધે છે અને જેવો તેમાં આનંદ તે મુજબ તેના અનુબંધ બાંધતા બાંધતા નિકાચીત કરતાં જાય છે.
(૪) શોક મોહનીય :- જીવોને નિમિત્ત મલે અથવા ન મળે તો પણ જીવને શોક થયા કરે તે શોક મોહનીય કર્મ કહેવાય છે.
આ કર્મ બાંધવાના ત્રણ કારણો કહેલા છે.
૧. મનમાં શોક પેદા કરે અને અજ્ઞાન દશાના કારણે શોકવાળા વચનો બોલ્યા કરે. પોતાની મનગમતી ચીજ પછી તે જીવ સહિતની હોય કે જીવ રહિતની હોય પણ તેના પ્રત્યેના અત્યંત રાગના કારણે તે નાશ પામે અથવા કોઇ લઇ જાય અથવા જ્યારે જોઇએ ત્યારે ન મળે ત્યારે જીવના અંતરમાં જે વિચારો ચાલે છે તે મનનો શોક કહેવાય છે. તે વખતે જીવ જો જ્ઞાની હોય અને જાણતો હોય તો તે જ્ઞાનચક્ષના. વિવેકના કારણે ગમે તેવા શબ્દો બોલે નહિ. પણ તે શોકના વિચારોને જીવ આધીન થતાં જ્ઞાનનાં સંસ્કારો દ્રઢ થયેલા ન હોવાથી અજ્ઞાનને પરવશ બની શોક જેવા વચનો બોલતો જાય છે અને બીજા સાંભળનારના હૈયામાં પણ શોક પેદા કરતો જાય છે. આથી જીવ શોક મોહનીય કર્મ બાંધતો જાય છે અને પોતાના અનાદિનાં સંસ્કારો મજબૂત કરતો જાય છે.
૨. અજ્ઞાનને પરવશ થઇ બીજા જીવોના અંતરમાં પણ શોકના વિચારો પેદા કરે એટલે ઉત્પન્ન કરવા તે. જ્યાં સુધી જીવો અવિવેકી હોય છે ત્યાં સુધી આ પરિસ્થિતિ બનતી હોય છે. પોતે શોકના. વિચારોવાળો હોય અને સાથેનાને પણ શોકના વિચારોવાળા બનાવી લોક ઉત્પન્ન કરાવે તે.
૩. રૂદનાદિ કરવામાં આસક્તિ ધરાવે. જગતમાં એવા ઘણાં જીવો અજ્ઞાનને પરવશ બનેલાં હોય છે કે જેના પ્રતાપે વાતવાતમાં રોવા માંડે. પોતે રોવે અને અનેકને રોવડાવે. તે રૂદનાદિ કરવામાં એવા પાવરધા હોય કે જેના પ્રતાપે પોતાના અંતરમાં શોક ન હોય. બાહ્યથી દેખાડી રૂદન કરે અને અનેકના
Page 79 of 126