________________
પણ જીવોને વિકારના વિચારો પેદા થયા કરે તે સ્મરણથી નોકષાય મોહનીય કર્મ કહેવાય છે.
આ રીતે આ ચારેય ભેદોનું વર્ણન નોકષાય મોહનીય કર્મને પેદા કરવા માટેનાં ભેદો શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહેલા છે.
આના ઉપરથી એ લિત થાય છે કે જીવોને કષાય મોહનીયનો ઉદય એક એક અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે ચાલ્યા કરે છે. ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાયોમાંથી કોઈપણ એકનો ઉદય એક અંતર્મુહૂર્ત સુધી જીવોને ચાલુ રહે છે અને દરેક અંતર્મુહૂર્ત-ચારમાંથી કોઇપણ ક્ષ્ય કરે છે. તે કષાયોને પેદા કરવા માટે હાસ્યાદિ નોકષાયો ચાલ્યા કરે છે. આખા દિવસમાં કષાયના ઉદય કરતાં નોકષાયનો ઉદય જીવોને વિશેષ રૂપે અનુભવાય છે. ક્યાં જીવ હાસ્ય કરતો હોય ક્યાં રતિ કરતો હોય, ક્યાં અરતિ કરતો હોય, ક્યાં કોઇ પદાર્થોમાં શોક કરતો હોય, ક્યાં કોઇક પદાર્થોમાં ભય કરતો હોય, ક્યાં કોઇ પદાર્થોમાં જુગુપ્સા પણ ચાલતી હોય તેમાં જો કોઇ વિપ્ન કરે એટલે અંતરાય કરે એટલે ક્રોધાદિ કષાયોનો. અનુભવ જીવને તરત જ થાય છે.
આથી જ્ઞાની ભગવંતો કહે છે કે નાટક-ચેટક, સરઘસ, પિકચર, સિનેમા જોવી, ટી .વી. વગેરે જોવું અને તેવી કોઇ વાતોચીતો સાંભળવી એ જીવોને નોકષાય મોહનીય કર્મનો ઉદય ચાલે છે એમ ગણાય છે. તેમાં જે કોઇ અંતરાય કરે એટલે ક્રોધાદિ કષાયોનો ઉદય જીવોને થઇ જાય છે.
આજના ટી.વી.ના કાર્યક્રમો ઘડીમાં હાસ્ય, ઘડીમાં રતિ, ઘડીમાં અરતિ. ઘડીમાં શોક, ઘડીમાં ભય, ઘડીમાં જુગુપ્સા પેદા કરાવતાં કરાવતાં વિષયોના વિકારો પેદા કરાવી મોહનીય કર્મને ભયંકર રીતે ઉત્તેજિત કરનાર ગણાય છે. આ સંસ્કારો જીવો અનાદિ કાળથી સાથે લઇને આવતાં હોય છે. અને આવા ટી.વી.ના દ્રશ્યો જોતાં તે ઉત્તેજિત થાય છે. તેના પ્રતાપે નાના દિકરાઓ (છોકરાઓ)માં આ સંસ્કારો પેદા થવાથી કષાય અને વિકારોના પરિણામવાળા બનતાં જાય છે. તેના પ્રતાપે ભ્રષ્ટાચાર-દુરાચાર અને હિંસાદિમય પાપનું આચરણ કરતાં અચકાતા નથી. આથી આજે લગભગ મોટાભાગના ઘરોમાં આ ટી.વી. દાખલ થતાં કષાયોનો ઉદય લગભગ સંસારમાં ચાલુને ચાલુ જ રહે છે. કષાયથી સંસાર વધે તેમ આ નોકષાય મોહનીય એટલે ટી.વી. ચેનલોથી દુ:ખમય સંસારના અનુબંધો જોરદાર બાંધતા રહે છે. અને દુ-ખની પરંપરા નિકાચીત રૂપે બાંધે છે. તેની સામે તે અનુબંધોને તોડવા નિકાચીત અનુબંધ ન બંધાય તે માટે ધર્મનાં અનુષ્ઠાનોનું આચરણ તેવા જોરદાર સારા પરિણામોથી થતું નથી. જેમકે ટી.વી. સિરયલો અને ચેનલો જોવામાં જેવી એકાગ્રતા જીવને પેદા થાય છે, આનંદ આવે છે, એવી એકાગ્રતા અને આનંદ દેવ-ગુરુ-ધર્મના અનુષ્ઠાનોમાં હજી સુધી પેદા થયા નથી. પેદા કરવાની ભાવના પણ થતી નથી અને પેદા નથી થતો એનું ભારોભાર દુ:ખ પણ જીવોને થતું નથી તો પછી આવા માયકાંગલા અને નમાલા ગણાતાં મનની એકાગ્રતા વગરના અનુષ્ઠાનો દુઃખમય સંસાર કેવી રીતે કાપશે ? અને તે કપાયા વગર મોક્ષનો અભિલાષ-મોક્ષમાર્ગમાં આત્માનું સ્થાપન તેનો આનંદ જીવને શી રીતે થશે. આ બધુ ખુબ જ વિચારણીય છે. માટે જે જે ધર્મની સામગ્રી અનંતી પુણ્યરાશીથી પ્રાપ્ત થયેલ છે તેની કિંમત સમજીને એવા સુંદર પરિણામો પેદા કરતાં કરતાં દુ:ખમય સંસાર અનુબંધ રૂપે ન વધી જાય તેની કાળજી રાખી એવી રીતે આચરીએ કે જેના પ્રતાપે મોક્ષાભિલાષ પેદા કરી મોક્ષની રૂચિ પેદા કરી તેના આંશિક સુખની ઇચ્છાનો. અભિલાષ ટકાવી અનાદિના સંસ્કારોને નબળા બનાવીએ !તો જ મળેલો મનુષ્ય જન્મ અને મનુષ્ય જન્મમાં મળેલી સામગ્રી સાર્થક થાય. આ રીતે મળેલી મનુષ્ય જન્મની સામગ્રી સાર્થક બનાવી વહેલામાં વહેલા મુક્તિપદના ભોક્તા બનો એજ અભિલાષા.
Page 77 of 126