________________
ભાવને જ્ઞાની ભગવંતોએ અજ્ઞાન કહેલું છે.
આથી જ જ્ઞાની ભગવંતો કહે છે કે સન્નીપણું પામી-જૈન શાસનમાં જન્મ પામી-મિથ્યાત્વના ઉદયકાળમાં જ્ઞાનના ક્ષયપોશમ ભાવના કારણે અભ્યાસ કરી-સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન ભણે પણ તે અનુકૂળ પદાર્થના સુખના રાગને પુષ્ટ કરવામાં સહાયભૂત થતું હોવાથી એવા જ્ઞાનને પણ અજ્ઞાન કહેલું
મતિ અને શ્રત આ બે જ્ઞાનની આપણને જરૂર છે. તે જ્ઞાનથી સીધે સીધા જગતમાં રહેલા પદાર્થો જાણી શકાતા નથી. ઇન્દ્રિયની સહાયથી તે જાણી શકાય છે માટે ચૌદ રાજલોકમાં રહેલા પદાર્થોનું જ્ઞાન આપણે મળેલી ઇન્દ્રિયોની સહાયથી મેળવી શકીએ છીએ.
મનનમ ઇતિ મતિ. વિચારણા કરવી તે મતિ કહેવાય છે. મતિ-બુદ્ધિ-શ્રુતિ એ બધા મતિજ્ઞાનનાં પર્યાય વાચી શબ્દો છે. આ બધી વિચારણાઓ એટલે ભૂતકાળની-વર્તમાનકાળની અને ભવિષ્યકાળના પદાર્થોની વિચારણા સન્ની જીવોજ કરી શકે છે. મતિ એટલે ભૂતકાળના પદાર્થોના પર્યાયોની વિચારણા કરવી તે એટલે ભૂતકાળમાં અનુભવેલા પદાર્થોની વિચારણાઓ કરવી તે મતિ કહેવાય છે.
બુદ્ધિ એટલે વર્તમાન કાળમાં અનભવાતા પદાર્થોની વિચારણાઓ કરવી તે બુદ્ધિ કહેવાય છે.
શ્રુતિ એટલે ભવિષ્યકાળના પદાર્થોની વિચારણાઓ કરવી એટલે ભવિષ્યમાં ભોગવવા યોગ્ય, સાચવવા યોગ્ય, મેળવવા યોગ્ય, વધારવા યોગ્ય અને ન ચાલ્યા જાય એની કાળજી રાખવા યોગ્ય પદાર્થોની વિચારણાઓ કરવી તે શ્રુતિ કહેવાય છે.
બોધિ પ્રાપ્ત કરવી હોય તો શ્રધ્ધાએ-મેહાએ-ધિઇએ- ધારણાએ-અણુપેહાએ-વધ્ધમાનીએ એવા પરિણામો ક્રમસર વૃદ્ધિ પામતાં પામતાં પેદા કરતા જઇએ પછી જ બોધિ એટલે સમજીતની પ્રાપ્તિ થાય ત્યારે જ્ઞાન જ્ઞાન રૂપે પરિણામ પામે. જો મિથ્યાત્વની હાજરીમાં પદાર્થોનું જ્ઞાન થાય તો તે અજ્ઞાન કહેવાય છે.
કમાવાની મહેનત કરીને-વધુ કમાઇને ભેગું કરીને-સાચવીને રાખે અને દિકરા માટે કે ઘરવાળા માટે મૂકીને ભોગવવાના ટાઇમે ચાલતો થઇ જાય એટલે ઉપડી જાય તો લોક દુનિયામાં શું કહે ? ભલે ભાઇ ગયો પણ ઘરવાળાને કે દીકરાને સુખી કરીને ગયો પણ સુખી કરવાની લ્હાયમાં ને લ્હાયમાં જે રીતે મહેનતા કરતો હતો તો તે પોતે ક્યાં ગયો ? તેનો વિચાર કોણ કરે છે ? એ જીવ ધર્મ કર્યા વગર મરણ પામ્યો એનો વિચાર કેટલા કરે ?
માટે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જ્ઞાન અને અજ્ઞાન બન્ને પેદા થઇ શકે. મિથ્યાત્વની હાજરીમાં જે જ્ઞાન પેદા થાય તે અજ્ઞાન કહેવાય. સમકીતની હાજરીમાં અથવા સમકીત પામવાના પુરૂષાર્થમાં જે જ્ઞાન પેદા થાય તે જ્ઞાન કહેવાય છે. આપણને કયું જ્ઞાન પેદા થાય છે. જ્ઞાન કે અજ્ઞાન એ વિચાર કરવાનો છે.
આપણને જે મતિ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ છે તેનો, અનુકૂળ પદાર્થો કેમ મેળવવા, વધારવા, ભોગવવા, સાચવવા, ટકાવવા ન ચાલ્યા જાય એની કાળજી રાખવા કર્યા કરતાં હોઇએ તો તે જ્ઞાનનો દુરૂપયોગ કહેવાય છે.
- દુનિયામાં અનુકૂળ પદાર્થોમાં જે સુખ છે તેના કરતાં ચઢીયાતું સુખ બીજું દુનિયામાં જરૂર છે એવી બુદ્ધિ અંતરમાં પેદા થાય છે ખરી ? એ સુખ મારા આત્મામાં રહેલું છે માટે મારી પાસે છે એવી વિચારણા જેટલી વાર વારંવાર કરીએ અને એ સંસ્કારને દ્રઢ કરીએ તેને જ્ઞાની ભગવંતો એ જ્ઞાનનાં વિચારો કહ્યા છે. આવી વિચારણાઓ પેદા ન થાય એવા જ્ઞાનને અજ્ઞાન રૂપે કહ્યું છે. આ બધો મતિ જ્ઞાનનો દુરૂપયોગ છે.
પાણી છે.
Page 6 of 126