________________
આ વ્યાખ્યા કરેલ છે. તેનું કારણ એ છે કે માર્ગણા દ્વારની અંદર સંયમ માર્ગણા દ્વાર આવે છે. તેમાં સંસારી સઘળા જીવોનો સમાવેશ કરેલો હોવાથી અવિરતિ સંયમ રૂપે ગણે છે તે અવિરતિ સંયમવાળા એકથી ચાર ગુણસ્થાનકવાળા જીવો હોય છે. આથી તે જીવોની જે અસત પ્રવૃત્તિની તરતમતા તે ચારિત્ર મોહનીય કહેલ છે. આવી જ રીતે દર્શન મોહનીયનો વ્યાખ્યામાં સત શ્રદ્ધા કે અસત શ્રદ્વા કહેલ છે તેનું કારણ પણ આ માર્ગણા દ્વારની અંદર સમ્યકત્વ દ્વાર જે આવે છે તેના છ ભેદમાં મિથ્યાત્વ. સાસ્વાદન અને મિશ્ર સમકીત એ ત્રણ ગુણસ્થાનકવાળા જીવોનો સમાવેશ કરીને સમકીત કહેલ છે. માટે અહીં શ્રદ્ધામાં સત અને અસત શ્રદ્વા કહેલ છે.
કષાય મોહનીયન સ્વરૂપ
કષ એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી જીવોને સંસારનો લાભ પ્રાપ્ત થાય એટલે ભવની પરંપરા રૂપ સંસારની વૃદ્ધિ થાય (વૃધ્ધિ કરાવે) તેને જ્ઞાની ભગવંતો કષાય કહે છે.
આ કષાયના મુખ્ય ચાર ભેદ છે.
(૧) અનંતાનુબંધિ કષાય, (૨) અપ્રત્યાખ્યાનીય કષાય, (૩) પ્રત્યાખ્યાનીય કષાય, (૪) સંજવલન કષાય.
(૧) અનંતાનુબંધિ કષાય :- જે કષાયનો ઉદય જીવોને સંખ્યાતા ભવના-અસંખ્યાતા ભવના કે અનંતા ભવના અનુબંધ બંધાવે એટલે કે પેદા કરાવે તે અનંતાનુબંધિ કષાય કહેવાય છે.
(૨) અપ્રત્યાખ્યાનીય કષાય :- જે કષાયના ઉદયથી જીવોને કોઇપણ નાનામાં નાનાં વ્રત પચ્ચખાણ કે નિયમથી શરૂ કરીને મોટા મોટા વ્રત નિયમ કે પચ્ચખાણ જીવનમાં પેદા થવા ન દે એટલે કે આવવા ન દે. કરવાનું જરાય મન થવા ન દે તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે.
(૩) પ્રત્યાખ્યાનીય કષાય - જે કષાયના ઉદયથી જીવોને નાના પચ્ચખાણ વ્રત નિયમથી શરૂ કરીને શ્રાવકના બાર વ્રતો, નિયમો અને પચ્ચકખાણ કરાવીને નિરતિચાર રૂપે પાલન કરાવે અને અભ્યાસ પડાવીને શ્રાવકની અગ્યાર પ્રતિમાં પણ વહન કરાવે પણ સર્વ વિરતિનાં પચ્ચકખાણ પેદા થવા ના દે તે પ્રત્યાખ્યાનીય કષાય કહેવાય.
(૪) સંજ્વલન કષાય :- જે કષાયના ઉદયથી જીવો સર્વ સાવધ વ્યાપારનો ત્યાગ કરીને સર્વવિરતિના પચ્ચક્ખાણ કરીને નિરતિચારપણે પાલન કરે પણ વીતરાગ દશાને એટલે કે રાગ-દ્વેષના ઉદય વગરની અવસ્થા પ્રાપ્ત ન થવા દે તે સંજ્વલન કષાય કહેવાય છે.
આ અનંતાનુબંધિ આદી ચારેય કષાયોનાં એક એકના ચાર-ચાર ભેદો હોય છે. ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા અને ૪. લોભ. આથી ૧૬ ભેદો થાય છે. તે આ પ્રમાણે
(૧) અનંતાનુબંધિ ક્રોધ, (૨) અનંતાનુબંધિ માન, (૩) અનંતાનુબંધિ માયા, (૪) અનંતાનુબંધિ લોભ, (૫) અપ્રત્યાખ્યાનીય ક્રોધ, (૬) અપ્રત્યાખ્યાનીય માન, (૭) અપ્રત્યાખ્યાનીય માયા, (૮) અપ્રત્યાખ્યાનીય લોભ, (૯) પ્રત્યાખ્યાનીય ક્રોધ, (૧૦) પ્રત્યાખ્યાનીય માન , (૧૧) પ્રત્યાખ્યાનીય માયા, (૧૨) પ્રત્યાખ્યાનીય લોભ, (૧૩) સંજવલન ક્રોધ, (૧૪) સંજ્વલન માન, (૧૫) સંજ્વલન માયા અને (૧૬) સંજ્વલન લોભ.
૧. અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાય જ્યાં સુધી જીવોને ઉદયમાં હોય છે
Page 52 of 126