________________
આવ્યો તે વેઠવામાં આનંદ આવે છે. કોઇને પણ રાજા પ્રત્યે કે મંત્રી પ્રત્યે દ્વેષ આવતો નથી પોતાના કર્મોને યાદ કરીને રાજીથી ઘાણીમાં પીલાતા જાય છે, હાડકા તૂટતાં જાય છે, લોહીની નદીઓ વહે છે છતાં એ દુ:ખા વેઠવામાં આનંદ અને સમતા રાખીને હું પહેલો, હું પહેલો મને પહેલાં લ્યો એમ કહીને એક એક મોક્ષે જાય છે કેવો આનંદ અશાતાન વેઠવામાં આવતો હશે ? મોક્ષ માટેની તાલાવેલી કેટલી હશે ? એ જીવોની અપેક્ષાએ આપણને આજે જે આવી સુંદર સામગ્રી મળેલી છે તેનો આનંદ કેટલો પેદા થાય છે ? ઉભી કરીને અશાતા વેઠતાં નથી પણ કર્મના ઉદયથી જે અશાતા આવે તે પણ સમતા પૂર્વક વેઠવાની તૈયારી કેટલી ? એ વિચારો.
એવી જ રીતે રાજગૃહી નગરીમાં માસખમણને પારણે મેતારજ મુનિ સોનીને ત્યાં ગોચરી આવ્યા છે. સોની જવલા ઘડતાં ઘડતાં ઉક્યો છે અને મહાત્માને સારા ભાવથી વહોરાવે છે મહાત્મા બહાર નીકળે છે અને ત્યાં રહેલું ક્રૌંચ પક્ષી ઘડેલા જવલા ગળી જાય છે. મુનિ જૂએ છે. સોની જ્વલા શોધે છે મળતાં નથી. મહાત્મા પ્રત્યે શંકા જાય છે અને પૂછે છે જ્વલા ક્યાં ગયા કોને લીધેલાં છે ? જો આપે લીધા હોય તો આપો. મહાત્મા મૌન રહે છે. જો આ વખતે સાચું કહે તો ક્રૌંચ પક્ષીના ઘાતનું પાપ લાગે છે માટે બોલતા નથી. સોની કડક થઇ ઉપસર્ગ કરે છે. તડકે ઉભા રાખી વાધડ વીંટાળી દુ:ખ આપે છે મહાત્મા ધર્મ ધ્યાનમાં સ્થિર થઇ સહન કરે છે અને કેવલજ્ઞાન પામી મોક્ષે જાય છે. ક્રૌંચ પક્ષીએ વીષ્ટામાં જ્વલા કાઢયા દેખી સોની પશ્ચાતાપ કરી તે ઓઘો મુહપત્તી લઇ સાધુ થાય છે. અહીંવિચારો એક પંચેન્દ્રિય જીવની રક્ષા ખાતર અશાતા વેદનીયથી આવેલા પરિષહને સહન કરી મોક્ષે ગયા. વર્તમાનમાં આપણી સ્થિતિ આ મહાપુરૂષોની અપેક્ષાએ કેવા પ્રકારની છે એ વિચારો. કોઇની વાત થોડી પણ સહન કરતાં શીખ્યા છીએ ખરા ?
આપણી ભૂલ નથી છતાં જાણીએ છીએ કે બીજાએ ભૂલ કરી છે અને આપણને જ ઠપકો આપે કે તેંજ ભૂલ કરી છે. આને કષ્ટ તો સમતાથો ભૂલ ન કરી હોવા છતાં મિચ્છામિ દુક્ક દઇ ભૂલનું પ્રાયશ્ચિત લઇ જે કાંઇ કષ્ટ આવે તે વેઠવા તૈયાર થઇએ ખરા ? કે જે હોય તે કહી દઇએ અને ઠપકો આપનારને પણ શું કહીએ ? તો પછી આપણું કલ્યાણ ક્યારે થશે ? અને ઠેકાણું ક્યારે પડશે. એનો વિચાર કરીએ છીએ ખરા ?
કેટલીકવાર આપણે તો શરીરને કષ્ટ ન પડે તેમ જૂઠું બોલીને અશાતાથી બચવા પ્રયત્ન કરીએ એવા છીએ ને ? મારા પાપનો ઉદય છે એમ પણ વિચારતા નથી ને ? એવો આપણા અંતરનો સ્વભાવ વિભાવ દશા રૂપે પાડી દીધેલો છે ને ? આવા વિચારોથી અશાતા વેદનીયનો તીવરસ બાંધ્યા જ કરીએ છીએ ને ?
આજે મોટાભાગે શરીરની અશાતા કરતાં મનની અશાતા વધારે છે એમ લાગે છે ? અશાતા જીતવી એટલે સમતા ભાવે વેઠવી. દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં આપણે શીખવાનું આ છે. મનની અશાતાને સમતા ભાવે ભોગવવાનો અભ્યાસ પાડવાનો છે. મનની અશાતા કર્યા વગર ગમે તેટલા કષ્ટ સહન કરીએ તેમાં ચિત્તની પ્રસન્નતા ડગે નહિ તો આપણા બંધાયેલા અસંખ્યાતા કે અનંતા ભવોનાં દુ:ખોનો ભુક્કો બોલી જાય એવી તાકાત અત્યારે કરેલી આરાધનાની ભક્તિમાં રહેલી છે. આવી રીતે ભક્તિ કરીએ છીએ ખરા ? આવા પરિણામ પેદા કરવાનાં ધ્યેય પૂર્વક ભક્તિ કરીએ છીએ ખરા ?
સુખના કાળ માટે દુ:ખના કાળમાં પ્રસન્નતા હણાય નહિ એવો પ્રયત્ન કરે એવા જીવોને જ મનની શાતા ભોગવતા આવડે છે એમ કહેવાય ! ચિત્તની પ્રસન્નતા એજ ભક્તિનું અખંડિત ળ છે અને તે થકી જ અસંખ્યાતા કે અનંતા ભવોનાં દુ:ખોનો નાશ થઇ શકે છે. માટે જ્ઞાની ભગવંતો કહે છેકે એકવાર ચિત્તની. પ્રસન્નતા પેદા થઇ જાય એટલે વધારેમાં વધારે સંખ્યાતા ભવોમાં મુક્તિ નિશ્ચિત થઇ જાય એટલે એ જીવ
Page 47 of 126