________________
વધતો જાય છે માટે એવો સ્વભાવ કેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
અચસુદર્શનાવરણીય કર્મ
ચક્ષ સિવાયની બાકીની ચારે ઇન્દ્રિયોનો જે ક્ષયોપશમ ભાવ પેદા થવો તે પેદા થવાને રોકે તે અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે.
એકેન્દ્રિય જીવોને અચક્ષદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમભાવથી એક સ્પર્શેન્દ્રિયનો ક્ષયોપશમાં હોય છે બાકીની ઇન્દ્રિયોનો ક્ષયોપશમ લબ્ધિ રૂપે હોય છે. બેઇન્દ્રિય જીવોને અચક્ષુદર્શનાવરણીયના ક્ષયોપશમ ભાવથી સ્પર્શના-રસના બેનો ક્ષયોપશમ હોય છે. તે ઇન્દ્રિય જીવોને સ્પર્શના-રસના-ધ્રાણ એ ત્રણ ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ પેદા થયેલો હોય છે. ચઉરીન્દ્રિય જીવોને સ્પર્શના-રસના-ધ્રાણ અને ચક્ષુ એ ચારના ક્ષયોપશમમાં ચક્ષનો ક્ષયોપશમ, ચક્ષુ દર્શના વરણીયના ક્ષયોપશમથી બાકીના ત્રણનો અચક્ષુ દર્શનાવરણીયના ક્ષયોપશમ ભાવથી પેદા થાય છે. પંચેન્દ્રિય જીવોને ચક્ષુ સિવાયની ચારનો ક્ષયોપશમ ભાવ અચક્ષદર્શનાવરણીય ક્ષયોપશમ ભાવથી હોય છે.
એ ઇન્દ્રિયોના ક્ષયોપશમ ભાવની જેટલી મંદતા તે અચક્ષદર્શનાવરણીય કર્મનો ઉદય કહેવાય છે માટે જેટલો ઇન્દ્રિયોનો સંયમ કરીને જીવન જીવીએ એનાથી અત્યક્ષ દર્શનાવરણીયનો ક્ષયોપશમ ભાવ વધે અને જેટલો ઇન્દ્રિયોનો અસંયમ કરીને જીવીએ તેનાથી અચક્ષુ દર્શનાવરણીયનો ઉદયભાવ વધે છે. જેમ સ્વાદવાળા પુદ્ગલો-પદાર્થો જમવા મલ્યા તો તે વખતે ઇન્દ્રિયને આધીન થયા વગર ઉપયોગ કરે નિર્લેપ રહે તો ક્ષયોપશમભાવ વધે અને જો સ્વાદને આધીન થઇને એ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે તો તેનો ઉદયભાવ વધે છે.
આ બન્ને દર્શનાવરણીય દશમા સુધી બંધાય છે અને બારમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં ચાલુ હોય
અવધિદર્શનાવરણીય
અવધિજ્ઞાન પેદા થાય તેની પહેલા જીવોને સામાન્ય જ્ઞાનના ઉપયોગ રૂપે જે ક્ષયોપશમભાવ પેદા થાય તે અવધિદર્શન કહેવાય છે અને તેને આવરણ કરનાર કર્મ તે અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ પણ દશમાં ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમા સુધી ઉદયમાં હોય છે. આનો રસ સર્વઘાતી રૂપે બંધાય છે અને ઉદયમાં દેશઘાતી રસે જ હોય છે તેમાં જ્યારે દેશઘાતી અભ્યરસવાળા પુદ્ગલોનો ઉદય ચાલતો હોય ત્યારે ક્ષયાપશમભાવ પેદા કરે અને જ્યારે દેશઘાતી અધિક રસવાળા પુદ્ગલોનો ઉદય ચાલતો હોય ત્યારે અવધિદર્શનાવરણીયનો ઉદય ભાવ ચાલતો હોય છે એમ કહેવાય.
કેવલદર્શનાવરણીય કર્મ
સંપૂર્ણ જ્ઞાન પેદા થયા બાદ એટલે કેવલજ્ઞાન પેદા થયા બાદ દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયા. બાદ જ કેવલદર્શન ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય દશમા ગુણસ્થાનકના અંતે થાય છે ત્યાર પછી બારમાં ગુણસ્થાનકને જીવ પામે છે અને ત્યાં જ્ઞાનાવરણીય કર્મ-દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ આ ત્રણે કર્મોનો એક સાથે નાશ કરે છે તેમાં આ ત્રણે કર્મનો નાશ થતાં પહેલા સમયે જીવને જ્ઞાનના ઉપયોગ રૂપે કેવલજ્ઞાન પેદા થાય છે અને બીજા સમયે કેવલદર્શનનો ઉપયોગ થાય છે. આ
Page 40 of 126