________________
રસ જીવ સર્વઘાતી રસે જ બાંધે છે. જ્યારે ઉદયમાં આવતી જ્ઞાનાવરણીયની ચાર પ્રકૃતિઓ, દર્શનાવરણીયની ત્રણ પ્રકૃતિઓ, મોહનીયની તેર પ્રકૃતિઓ અથવા પંદર પ્રકૃતિઓ અને અંતરાયની પાંચ પ્રકૃતિઓ એમ પચ્ચીશ અથવા સત્તાવીશ પ્રકૃતિઓ દેશઘાતી રસે જ ઉદયમાં આવે છે અને બાકીની જ્ઞાનાવરણીયની એક પ્રકૃતિ દર્શનાવરણીયની છ પ્રકૃતિઓ અને મોહનીયની તેર પ્રકૃતિઓ એમ ૨૦ (વીશ) પ્રકૃતિઓ જીવોને સર્વઘાતી રસે ઉદયમાં હોય છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે એકનું એક સૂત્ર અને એકનો એક અર્થ વારંવાર પરાવર્તન કરવાથી એટલે યાદ કરવાથી જીવોને મૃત જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે અને એની સાથેને સાથે જ મતિજ્ઞાનનો પણ ક્ષયોપશમ ભાવ પેદા થતો જ જાય છે. જે સ્ત્ર કે અર્થ ભણ્યા હોઇએ તે યાદ કરતાં તે સુત્ર અને અર્થ જેમાં હોય તે યાદ કરીને જ્યાં સુધી પરાવર્તન કરીએ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અને તે બરાબર કંઠસ્થ થઇ ગયા પછી તે સૂત્ર કે અર્થથી બોલતાં તે સૂત્રોનાં પદો કે અર્થો યાદ કર્યા વગર જ જે બોલાય યાદ કરવાની જરૂર ન રહે તે મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ કહેવાય છે. આથી ચૌદ પૂર્વ ભણેલા અનેક મહાત્માઓ હોય તો તેઓને ચૌદ પૂર્વનું સૂત્ર એટલે શ્રુતજ્ઞાન અક્ષરથી સૌનું એક સરખું ગણાય પણ જે મહાત્માઓએ એ શ્રુતજ્ઞાનને વારંવાર પરાવર્તન કરીને તેના અર્થોને વારંવાર પરાવર્તન કરીને તૈયાર કરેલ હોય તેમનો જે ક્ષયોપશમ ભાવ પેદા થાય છે તે મતિજ્ઞાનનો ક્ષયોપશમ ગણાય છે. આથી તે ચૌદપૂર્વધર મહાત્માઓ મતિજ્ઞાનનાં ક્ષયોપશમ ભાવથી છ સ્થાન વડીયા એટલે છ સ્થાન વૃધ્ધિ રૂપે અને છા સ્થાન પતિત રૂપે ગણાય છે.
(૧) અનંત ભાગ વૃધ્ધિ(૨) અસંખ્યાત ભાગ વૃદ્ધિ.(૩) સંખ્યાત ભાગ વૃદ્ધિ. (૪) સંખ્યાત ગુણ વૃધ્ધિ. (૫) અસંખ્યાત ગુણવૃધ્ધિ. (૬) અનંતગુણ વૃધ્ધિ.
આ જ રીતે વૃદ્ધિની જગ્યાએ હાનિ શબ્દ મુકવો એમ છ સ્થાન વૃદ્ધિના અને છ સ્થાન હાનિનાં થાય છે. આથી કોઇ એક સૂત્રનો અર્થ વિસ્તારથી સારી રીતે કરી શકે અને કોઇ એ જ સૂત્રનો અર્થ સામાન્યથી કરી શકે તે મતિજ્ઞાનનાં ક્ષયોપશમ ભાવથી બને છે. આથી શ્રુતજ્ઞાની સરખા હોવા છતાં મતિજ્ઞાનનાં ક્ષયોપશમ ભાવથી આ ાર થઇ શકે છે.
આ કારણોથી કોઇ પર્વધર જે વર્ણન કરે તેના કરતાં મતિજ્ઞાનનાં ક્ષયોપશમ ભાવના પૂર્વધર સારી રીતે વર્ણન કરી શકે કારણ કે એક એક સૂત્રનાં અનંતા અનંતા અર્થો જ્ઞાની ભગવંતોએ કહેલા છે.
જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનાં ક્રમમાં મોહનીયાદિ કર્મને પહેલા ક્રમે ન મૂકતાં જ્ઞાનાવરણીય આદિ ક્રમ શા કારણે મુક્યો છે ?
જ્ઞાનીઓ કહે છે કે અનાદિકાળથી જગતમાં જે અનંતા જીવો રહેલા છે તે દરેક જીવો જીવ તરીકે ઓળખાય છે તે પોત પોતાના જ્ઞાન ગુણની પ્રધાનતાથી ઓળખાય છે. આથી જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્રમથી વર્ણન કરાય છે. અત્રે જ્ઞાનાવરણીય કર્મ સૌથી પહેલું જણાવ્યું છે. તેના મુખ્ય ત્રણ કારણો કહેલ છે.
(૧) જ્યારે જીવો પુરૂષાર્થ કરીને મોહનીય કર્મનો નાશ કર્યા બાદ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે કર્મોનો એક સાથે નાશ કરે છે ત્યારે જીવોને સૌથી પહેલા સમયે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પછી બીજા સમયે કેવલદર્શન થાય છે. એટલે કે છદ્મસ્થ અવસ્થામાં રહેલા જીવોને જે જ્ઞાન ક્ષયોપશમ ભાવે રહેલું હોય છે તે ચાર ઘાતી કર્મોનો નાશ થતાં ક્ષાયિક ભાવે પહેલા સમયે સો પ્રથમ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
(૨) જ્યારે જીવો ચોદમાં ગુણસ્થાનકે ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી સિદ્ધિ ગતિમાં જતાં હોય છે.
Page 34 of 126