________________
વિશ્વાસ પેદા થાય છે કે નહિ ?
સર્વવિરતિવાળાને જ પાપ અલ્પ રસે બંધાય એવો નિયમ નથી. પહેલા ગુણસ્થાનકમાં રહેલા અપુનર્બધક દશાના પરિણામને પામેલા અથવા પામવાની ઇચ્છાવાળા આત્મિક ગુણનું દર્શન કરવાની અભિલાષાવાળા તે પરિણામની સ્થિરતા કરતા કરતા જીવે તો પાપ પ્રકૃતિ અનુબંધ રૂપે બંધાય નહિ એવો શાસ્ત્રોનો નિયમ રૂપે કોલ છે. અઢાર પાપસ્થાનકના પરિણામ આપણા અંતરમાં બેઠેલા છે. એ પરિણામને પુષ્ટ કરવા, વેગ આપવા એ પરિણામને સ્થિર કરવાના પરિણામો તો અનાદિ કાલથી બેઠેલાજ છે. એને આળખવાની શક્તિ ભગવાનની ભક્તિમાં છે. જેમ જેમ વિશેષ ભક્તિ કરતો જાય તેમ તેમ પાપના પરિણામો ઓળખાતા જાય અને શક્તિ મુજબ સંયમીત થતા જાય. એ વિચાર ધારા ચાલુ થઇ જાય તો પાપને અનુબંધ રૂપે બંધાવે નહિ. આવી રીતની ભક્તિ જીવનમાં કોઇ દિ થઇ છે એવો અનુભવ કે વિશ્વાસ પેદા થાય છે ખરો ?
- અવર અનાદિની ચાલ નીતુ નીતુ તજીએજી એ મહાપુરૂષોએ જે લખ્યું છે તેમાં તજીએ જી નો. અનુભવ થાય છે કે ભજીએ જીનો અનુભવ કરીએ છીએ ? ન તજી શકાય તો પાપના પરિણામને ઓળખીને તો જીવાયને ?
શ્રેણિક મહારાજા પોતાની આખી જીંદગીમાં અવિરતિનો ત્યાગ કરી શક્યા નથી પણ અવિરતિને ઓળખીને એવી રીતે જીવન જીવ્યા કે એ જ અવિરતિના ઉદયકાળમાં ક્ષાયિક સમ્યકત્વ પામ્યા અને તીર્થંકર નામકર્મ નિકાચીત પણ કરી શક્યા. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે ભગવાનની ભક્તિ પાપના પરિણામોને ઓળખવામાં સહાયભૂત થાય છે. એટલે જ જૈન શાસનમાં વૈરાગ્યપૂર્ણ ત્યાગની કિંમત છે. વૈરાગ્ય વગરના ત્યાગની કિંમત નથી જ. નહિંતર વૈરાગ્ય વગરનો ત્યાગ ઉંચામાં ઉંચી કોટિનો તો અભવ્ય-દુર્ભવ્ય-ભારેકર્મી ભવ્ય જીવોમાં પણ હોય છે. એનાથી આગળ વધીને જ્ઞાનીઓ કહે છે કે ત્યાગ કદાચ ન થાય તોય ચાલશે પણ પાપના પરિણામને આધીન થઇને જીવવું જ નથી એટલુંય લક્ષ્ય ખરૂં? આવું લક્ષ્ય હોય તો પાપનો તીવ્રરસ પડવા દે નહિ !
આટલો આટલો ધર્મ કરવા છતાં હજી મને કેમ અનુકૂળ પદાર્થોની ઇરછાઓ થયા કરે છે ? એવો. પાપના પરિણામ પર ગુસ્સો કરવાનો છે. પાંચસો કે હજારનો અનુકૂળ પદાર્થ તો આપણે અહીં મૂકીને જવાનો છે અને તે આપણને હજી માયા કરાવે, ગુસ્સો કરાવે, રાગ દ્વેષ કરાવે, જૂઠ બોલાવે એમ કેમ બન્યા કરે છે ? એ રાગાદિ પરિણામો આપણને પાપનો અનુબંધ બંધાવે છે તેને માટે જ મનુષ્ય જન્મ વેડફી નાંખીએ છીએ એમ લાગે છે ખરું?
એવા નાશવંત પદાર્થ માટે જૂઠ બોલીને-સળતા મલે તો વારંવાર બોલીનેવઘાર કરીન, શાબાશી આપીએ છીએ વાહ વાહ બ હોંશિયાર થઇ ગયો. આવા વિચારો અને વચનોની તીવ્રતાથી પાપના અનુબંધ પણ તીવ્રતા રૂપે થયા કરે છે. વર્ષોથી ભગવાનની અષ્ટ પ્રકારી પૂજા કરી તો આવા વિચારોને તિલાંજલી આપી કે નહિ ?
શરીરની કાળજી રખાવે તે કલ્યાણ મિત્ર નહિ પણ દુશ્મન કહેવાય. આત્માની કાળજી રખાવીને જીવન જીવાડે તે કલ્યાણ મિત્ર કહેવાય છે. ઘરમાં આવા કલ્યાણ મિત્રો રાખ્યા છે ? દુર્ગતિમાં જતા હોય તો કાંડુ પડીને રોકનાર કોઇ છે ? માટે જ ભગવાનની ભક્તિ કરીને પાપના પરિણામને ઓળખવાનું લક્ષ્ય રાખવાનું છે. પાપના સંસ્કાર તો અનાદિકાળથી આત્મામાં બેઠેલા છે. તેના પરિણામને જે ઓળખીશું નહિ તો મળેલી સામગ્રી ભવાંતરમાં પણ મલશે નહિ એવા કર્મનો બંધ થયા જ કરશે. તો આ સામગ્રી દુર્લભ
Page 3 of 126