________________
નાશ પામી શકે છે. આ રીતે દરેક કર્મ પ્રવૃતિઓમાં જાણવું.
આ કર્મોની નિકાચીત-અનિકાચીતતા કઇ રીતે થાય અને ભોગવાય તે જણાવ્ય.
જ્ઞાની ભગવંતો કહે છે કે દુનિયાના જે જે પદાર્થો પ્રત્યે આસક્તિ- રાગાદિ પરિણામ જીવનો વિશેષ પેદા થતો જાય તે બંધાતા કર્મોમાં નિકાચિત સ્થિતિ બાંધવાનું કારણ (નિમિત્ત) બને છે. આથી સાવચેતી એ રાખવાની કે આત્મા સિવાયના પર પદાર્થો પ્રત્યે આસક્તિ કે રાગાદિ પરિણામ ન થઇ જાય એ રીતે જીવન જીવવું જોઇએ.
પ્રશસ્ત કષાયના ઉદય કાળમાં જીવ આત્માની વિશુદ્ધિ કરતો જાય છે પણ તેમાં જો કષાયથી સાવચેતી ન રાખે અને થોડો પણ અપ્રશસ્ત કષાય પેદા થઇ જાય અને તેમાં રાજીપો જીવને થાય તો તે થોડો. પણ અપ્રશસ્ત કષાય અશુભ પ્રકૃતિનાં રસની સંક્રમથી તીવ્રતા કરીને નિકાચીત રૂપે પણ કરી શકે છે અને તે જીવને અવશ્ય ભોગવવો પડે એવો બનાવી શકે છે. જેમ મલ્લિનાથ ભગવાન ત્રીજા ભવે અપ્રશસ્ત કષાયથી સ્ત્રીવેદ સંક્રમ રૂપે બનાવી સ્ત્રી તીર્થકર પણે ઉત્પન્ન થયા.
જેમ કે મલ્લિનાથ ભગવાને ત્રીજા ભવે પોતાના પાંચ મિત્રો સાથે સંયમનો સ્વીકાર કરેલ ત સંયમની. આરાધના સો સુંદર રીતે નિરતિચાર પણ કરતાં હતાં તેમાં ગુરૂ મહારાજ મલ્લિનાથ ભગવાનના જીવનમાં તપના વખાણ કરતાં નહોતા. અને બાકીના પાંચ જીવોનાં તપની પ્રશંસા સહજભાવે કરતાં હતાં તે જોઇને મલ્લિનાથ ભગવાનના આત્મામાં વિચાર આવ્યો કે ગુરૂ મહારાજ તેઓનાં વખાણ કરે છે તો હું એવી રીતે વિશેષ તપ કરું કે જેથી ગુરૂ મહારાજ મારા તપના વખાણ કરે ? આ વિચાર કરીને ભૂખ લાગી હોય પારણાનો દિવસ હોય તો પણ ગુરૂ મહારાજને કહે ભગવનું આજે મને ઠીક નથી માટે મને આ તપ કરવાની આજ્ઞા આપો. એમ અપ્રશસ્ત સંજ્વલન માયા કરતાં કરતાં અધિક તપ કરવા માંડ્યો તેમાં ગુરૂ મહારાજ તેઓની પ્રશંસા કરવા લાગ્યા તેમાં આનંદ પેદા થતો ગયો. આ અપ્રશસ્ત માયાથી બંધાતા પુરૂષ વેદનો રસ સત્તામાં રહેલા સ્ત્રીવેદના દલિકોનો રસ સંક્રમથી વધારી વધારીને એટલે બંધાતા પુરૂષ વેદનો રસ સંક્રમ દ્વારા સ્ત્રીવેદ રૂપે બનાવતા ગયા અને નિકાચીત રૂપે બનાવ્યો. ત્યાંથી કાળ કરી સર્વાર્થ સિધ્ધ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા ત્યાં પુરૂષ વેદનો ભોગવટો કરતાં હતાં તો પણ તેમાં સ્ત્રીવેદનું એકેય દલિક સંક્રમથી આવી શક્યું નહિ. અને સત્તામાં નિકાચીત રૂપે પડ્યું રહ્યું. તેત્રીશ સાગરોપમનો દેવનો ભવ પૂર્ણ થતાં મનુષ્ય આયુષ્યનો ઉદય થતાં સ્ત્રીવેદનો ઉદય ચાલુ થયો કે જેના પ્રતાપે
સ્ત્રી અવતાર તીર્થકરને પણ પ્રાપ્ત કરવો પડ્યો આ પુરૂષ વેદના રસનો સંક્રમ સ્ત્રીવેદનાં છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકે રહીને કર્યો.
આના ઉપરથી એ વિચાર કરવાનો કે વિશુધ્ધ પરિણામ પેદા થયા પછી અપ્રશસ્ત કષાય ન થઇ જાય તેની સતત કાળજી રાખવી જોઇએ. નહીંતર તે જીવને પણ અપ્રશસ્ત કષાયથી બંધાતી શુભ પ્રકૃતિનો રસ અશુભ પ્રકૃતિમાં સંક્રમીત થઇને નિકાચીત પણ કરી શકે છે. માટે આની સતત કાળજી રાખવી જોઇએ. આ રીતે ઉપયોગપૂર્વક કરતાં જીવ અશુભ કર્મોની નિર્જરા કરીને મોક્ષમાર્ગમાં સુંદર રીતે પ્રસન્ન ચિત્તે આગળ વધી શકે છે.
આથી પુણ્યાનુબંધિ પુણ્ય બાંધવું હોય અને સકામ નિર્જરા સાધવી હોય તો શુભ ક્રિયા કરતાં કરતાં શુધ્ધ પરિણામ અવશ્ય રાખવો પડે અને તેમાં સ્થિરતા વધારવી પડે.
એક મિથ્યાદ્રષ્ટિ જીવ છે અને એક સમકિતી જીવ છે બન્ને જીવોને પંચેન્દ્રિયની હત્યા કરવાનો વખત આવે તો બન્ને જીવો પંચેન્દ્રિયની હત્યા તો કરવાના છે પણ બન્નેનાં પરિણામમાં ઘણો ક રહેલો હોય
Page 25 of 126