________________
કોઇ પાપનું આચરણ કરતાં મન-વચન-કાયાનો આપણે દુરૂપયોગ કરીએ છીએ તેનાથી વીર્યંતરાય કર્મનો અશુભ રસ જોરદાર બંધાય છે કે જેથી ભવાંતરમાં આટલી પણ શક્તિ આપણને મળશે નહિ. શુધ્ધ પરિણામની સ્થિરતામાં સહાયભૂત થાય તે રીતે ઉપયોગ કરવાનો છે.
વાલીરાજાની પણ શક્તિ એવી છે કે એ વક્રીય લબ્ધિથી જંબુદ્વીપની રોજ એકવીશ વાર પ્રદક્ષિણા કરીને શાશ્વતા અશાશ્વતા મંદિરોની રોજ સેવા, ભક્તિ, દર્શન કરતાં હતા. એકવાર રાવણ સાથે યુધ્ધ થયું. વાલી રાજાએ રાવણને હરાવ્યો અને બગલમા રાવણને ઘાલીને જંબુદ્વીપની એકવીશ વાર પ્રદક્ષિણા કરીને કહ્યું કે બોલ લવણ સમુદ્રમાં નાંખી દઉં ? એટલે રાવણે મિચ્છામિ દુક્કડં કીધા અને વાલી રાજાએ છોડી દીધો.
વીર્યંતરાયનો મળેલો જે ક્ષયોપશમ ભાવ છે તેનો આપણે સદુપયોગ કરીએ છીએ કે દુરૂપયોગ ! સદુપયોગનો સમય જો આપણી પાસે નથી તો પછી મોક્ષના સુખની ઇચ્છા, અભિલાષા અને તેની સ્થિરતા તો વધે જ ક્યાંથી ? જો એ સ્થિરતા વધતી જાય તો વીર્યંતરાયનો ક્ષયોપશમ ભાવ અશુભ રૂપે અભરસે બંધાય કે જેથી શક્તિ વધતી જાય.
આપણને મળેલી શક્તિથી પાપ રહિત કે પાપવાળી પ્રવૃત્તિ વધારે કરીએ ? આખી જીંદગી ખોરાક આદિ લઇને વીર્યની શક્તિ વધારી હોય તે શક્તિ એક સેકંડમાં ૬૦ થી ૭૦ ટકા શક્તિ ઓછી કરી નાંખે છે માટે આપણે સદુપયોગ કરવામાં સાવધ છીએને ?
અત્યાર સુધી આપણે જેટલા તીર્થોમાં જઇ આવ્યા હોઇએ તે તે તીર્થના મૂળનાયકનું નામસ્મરણ, કરી નમો જિણાણું કહી યાદ કરવાથી મિથ્યાત્વનો નાશ કરવાની શક્તિ મળી રહે છે. પણ ખરી વાત એ છે કે દરેક તીર્થના મૂળનાયકના નામો યાદ ખરા ? આપણા દર્શન શુદ્ધિનું કારણ કહેલું છે. આ બધા તીર્થોના મૂળનાયકના નામોને એક સામાયિકમાં યાદ કરી શકો કે બે સામાયિકમાં યાદ કરી શકો ? કેટલા યાદ રાખવાના છે ? વીશ વિહરમાન વર્તમાન ચોવીશીના ૨૪, અતીત ચોવીશીના- ૨૪, અનાગત. ચોવીશીના -૨૪ અને ૪ શાશ્વતા નામો એટલાજ યાદ રાખવાના છે ને ?
સામાન્ય રોગ શરીરમાં પેદા થાય તો તે પણ મન-વચન-કાયાની શક્તિનો નાશ કરી શકે છે. (ક્ષીણ કરે છે.) માટે જ્ઞાનીઓ કહે છે કે પાણીનો ગ્લાસ લેવાની તાકાત હોય તો ત્યાં સુધી પોતે ઉભો થઇને જ પાણી લે જો બીજા પાસે માંગે અને મંગાવે તો વીર્યંતરાય ગાઢ બંધાય એમાં સ્વાર્થ પોષાય છે.
જેટલું ફાલતું બોલીએ તેનાથી ભવાંતરમાં એટલી વચન શક્તિ મળે નહિ. ફાલતું વિચારીએ તેનાથી ભવાંતરમાં એટલી મનની શક્તિ ન મલે એવ વીર્યંતરાય કર્મ બંધાય છે. જેટલું યા હોઇએ તેનો સ્વાધ્યાય કરીએ તોય મનનો પાવર વધતો જાય છે.
મનને સ્થિર કરીને નવકાર ગણીએ તોય તેનાથી રોગનો પ્રતિકાર થાય એવી તાકાત મળે છે.
સર્વચન, સવિચારણા, સકાર્ય નિઃસ્વાર્થપણે કરવાથી વીર્યંતરાયનો ક્ષયોપશમ ભાવ ઉચ્ચપણે બંધાય છે.
દર્શનશુદ્ધિના માર્ગના પ્રવેશના વિચાર માત્રથી પણ શક્તિયે વધે અને જ્ઞાનનો ક્ષયોપશમ ભાવા પણ વધે, સારા વિચારથી વીર્યની શક્તિ પેદા થાય છે.
અહીંને અહીં મનને ચલાયમાન કર્યા વગર જીરવવાની તાકાત પેદા કરવાની છે. વીર્યંતરાયના ત્રણ ભેદ. (૧) બાલવીર્ય, (૨) બાળપંડિતવીર્ય, અને (3) પંડિતવીર્ય. (૧) બાલ વીર્ય :- સંસારમાં રહેલો જીવ પોતાના વીર્યનો ઉપયોગ સાવધ વ્યાપારમાં કરે તેને
Page 124 of 126