________________
કોઇની ચાલ સારી ન હોય તે જોઇને ઠઠ્ઠા મશ્કરી કરે તો તેનાથી અશુભ વિહાયોગતિ નામકર્મ બંધાય કે જેથી ભવાંતરમાં અપંગ બને એક પગ ટૂંકો મળે તેવું શરીર મલે રમત ગમતો રમવામાં, જોવામાં આનંદ આવે તેનાથી અશુભ વિહાયોગતિ નામકર્મ બંધાય છે.
અશુભ વિહાયોગતિ પહેલા બીજા ગુણસ્થાનકે બંધાય અને તેમાં સુધી ઉદયમાં હોય છે. ટી.વી. જોતાં જોતાં અને તે પછી તેની વાતો ચીતો કરવામાં અશુભ વિહાયોગતિ નામકર્મ બંધાય છે.
ઉપઘાત નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ પોતાના અધિક કે સાકડા અવયવો અથવા નાના અવયવો કે અંગોપાંગ વગેરેથી પીડા પામે તે ઉપઘાત નામકર્મ કહેવાય. ઘણાં જીવોને છ આંગળી હોય, ઘણાંને રસોળી ફ્ટી હોય, ગાંઠ હોય એવા બધાથી એ જીવ પીડા પામતો જાય. સામેવાળો પણ દુઃખ કરે તે ઉપઘાત નામકર્મ.
ઉપઘાત નામકર્મ આઠમાં ગુણસ્થાનક સુધી સતત બંધાયા કરે છે અને તેરમા સુધી ઉદય હોય છે.
સ્થાવર નામકર્મ :- જીવની જે સ્થાને, જે ક્ષેત્રને વિષે ઉત્પત્તિ થયેલી હોય તે ક્ષેત્રને વિષે જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી જીવને સ્થિર રાખે તે સ્થાવર નામકર્મ કહેવાય છે.
અનાદિકાળથી જીવો અનુકૂળતામાં ઇચ્છાવાળા અને પ્રતિકૂળતાઓમાં અનિચ્છાવાળા હોય છે. દરેકને પ્રતિકૂળતા પસંદ નથી. અનુકૂળતાની આશામાં ને આશામાં જીવતા હોય છે પણ આ જીવો (સ્થાવર જીવો) એક સ્થાનેથી બીજા સ્થાને જઇ શકતા નથી. વધારેમાં વધારે એ સ્થાને સ્થિરતા કરે તો બાવીશ. હજાર વર્ષ સુધી કરે છે પછી ત્યાંને ત્યાં જન્મ મરણ કર તો અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપીણી સુધી કરે છે. આપણે અનંતીવાર આવી રીતે જન્મ મરણ કરીને આવ્યા છીએ.
અનુકળતામાં જેટલો રાગ અને પ્રતિકૂળતામાં જેટલો દ્વેષ જેટલી તીવ્રતાથી કરીએ તેનાથી સ્થાવર નામકર્મ બંધાય છે.
કુટુંબ પ્રત્યેનું મમત્વ રાખીને-વધારીને જેટલો ભગવાનની ભક્તિ કરીએ તેનાથી સ્થાવર નામકર્મ બંધાય એટલે એકેન્દ્રિયમાં જવાલાયક કર્મ બંધાય છે.
જેટલું કુટુંબ પ્રત્યેનું મમત્વ ઓછું નિર્લેપતા જેટલી વધે તેટલું સ્થાવર નામકર્મનું દુ:ખ ઓછું ભોગવવાનું બંધાય છે.
જેટલી કુટુંબ પ્રત્યેની નિર્લેપતા આવે એટલો વાત્સલ્ય ભાવ પેદા થતો જાય.
મળેલા માનવ જીવનમાં રાગદ્વેષ રાખ્યા વગર, આવેલું દુ:ખ નહિ ભોગવીએ તો ફ્રી દુ:ખ ભોગવવા જવું પડશે. સ્થાવર નામકર્મ પહેલા ગુણઠાણે બંધાય છે અને પહેલા અને બીજા ગુણઠાણા સુધી ઉદયમાં હોય છે.
સૂક્ષ્મ નામકર્મ - એક કે વધુ શરીરોનો સમુદાય ચક્ષુનો વિષય ન બને એટલે કે જે શરીરો અસંખ્યાતા ભેગા થાય તોય ચૌદ પૂર્વીઓ-દશપૂર્વીઓ-અવધિજ્ઞાની કે મન:પર્યવજ્ઞાની જીવો પણ જોઇ ના શકે તે સુક્ષ્મ નામકર્મ કહેવાય છે. આ સુક્ષ્મ નામકર્મના ઉદયવાળા જીવોને કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતું નથી.
અનંતી ઉત્સરપિણી અવસરપિણી સુધી જન્મમરણ કરતો કરતો જીવ સૂક્ષ્મ શરીરને અનંતીવાર પ્રાપ્ત કરે છે. આપણે આપણા શરીરની જેટલી આસક્તિ વધારે કરીએ. મારું શરીર જરાય બગડવું ન જોઇએ ચોખું જ રહેવું જોઇએ આવી શરીરની સુખાકારી રાખવાની વિચારણા તે સૂક્ષ્મ નામકર્મ બંધાવે છે. ચૌદપૂર્વીઓ પણ મરીને અત્યારે સૂક્ષ્મ નિગોદરૂપે અનંતા રહેલા છે.
Page 114 of 126