________________
છે તે સ્પર્શ નામકર્મ કહેવાય છે. તેના પણ ગુરૂ-લઘુ, શીત-ઉષ્ણ, મૃદુ-કર્કશ, સ્નિગ્ધ અને રૂક્ષ એમ ૮ ભેદો હોય છે. તે દરેકના એક એકના અનંતા ભેદો પણ થાય છે. કોઇ એક ગુણ અધિક, બે ગુણ અધિક, ત્રણ ગુણ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અને અનંત ગુણ અધિક સ્પર્શ પણ હોય છે. આ આઠેય સ્પર્શના દરેકના એક એકમાં આ રીતે અનંતા અનંતા ભેદો થઇ શકે છે. તેને જાણવા માટે જ્ઞાની ભગવંતોએ ૧૮૪ ભેદો કહેલા છે. જ્યારે જે સ્પર્શની વિચારણા કરીએ ત્યારે તે સ્પર્શમાં પોતાનો જે પ્રતિપક્ષી સ્પર્શ હોય છે તે, તે સ્પર્શમાં હોતો નથી. બાકીના દરેક સ્પર્શો હોઇ શકે છે. દા.ત. ગુરૂ સ્પર્શની વિચારણા કરીએ તો તેમાં તેનો પ્રતિપક્ષી, લઘુ સ્પર્શ હોતો નથી. બાકીના છ એ સ્પર્શ ગુરૂ સ્પર્શમાં હોય છે એ રીતે દરેકમાં વિચારણા કરવી આથી ૧૮૪ ભેદો થાય છે.
ગુરૂસ્પર્શવાળો પદાર્થ - કાલો-નીલો-લાલ-પીળો અને સફેદ એ પાંચ વર્ણમાંથી કોઇપણ વર્ણવાળો
હોય છે.
ગુરૂસ્પર્શવાળો પદાર્થ - સુગંધ અને દુર્ગંધ બે ગંધમાંથી કાઇ પણ ગંધવાળો પણ હોય છે. ગુરૂ સ્પર્શવાળો પદાર્થ - કડવો-તીખો-તુરો-ખાટો અને મીઠો એ પાંચ રસમાંથી કોઇ રસવાળો પણ
હોય છે.
ગુરૂ સ્પર્શવાળો પદાર્થ- શીત-ઉમૃદુ-કર્કશ અને સ્નિગ્ધ-રૂક્ષ એ છ સ્પર્શમાંથી કોઇ સ્પર્શવાળો પણ હોય છે તેમજ
ગુરૂ સ્પર્શવાળો પદાર્થ - ગોળ, લંબગોળ એટલે વલયાકાર, ચોરસ, ત્રિકોણ અને લંબ આકૃતિમાંથી કોઇને કોઇ આકૃતિ વાળો પણ હોય છે આથી ૫ + ૨ + ૫ + ૬ + ૫ = ૨૩ ભેદ એક ગુરૂ સ્પર્શના થાય છે. એમ બાકીના સાત સ્પર્શમાં ૨૩-૨૩ ગણતાં ૨૩ X ૮ = ૧૮૪ ભેદો સ્પર્શ નામકર્મના થાય
છે.
આજ રીતે જે પુદ્ગલ કહીઅ છીએ તે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળું જ હોવાથી તેની કોઇને કોઇ આકૃતિ એટલે સંસ્થાન રહેલું હોય છે તે સંસ્થાન પાંચ પ્રકારના હોય છે.
ગોળ, વલયાકાળ, ચોરસ, ત્રિકોણ અને લંબ.
તે દરેકના થઇને ૧૦૦ ભેદો થાય છે.
૫ વર્ણ + ૨ ગંધ + ૫ રસ + ૮ સ્પર્શ = ૨૦ ભેદ એક સંસ્થાનનાં થાય, એમ ૨૦ X ૫ = ૧૦૦ ભેદ પાંચ સંસ્થાનનાં થાય છે.
આ રીતે વર્ણાદિના ભેદો કુલ ૫૩૦ થાય છે.
વર્ણના - ૧૦૦ ભેદ + ગંધના - ૪૬ ભેદ + રસના - ૧૦૦ ભેદ + સ્પર્શના - ૧૮૪ ભેદ + અને સંસ્થાનના ૧૦૦ ભેદ થતાં તેનો સરવાળો કરતાં ૫૩૦ ભેદ અજીવ પુદ્ગલોનાં થાય છે. આ ૫૩૦ ભેદવાળા વર્ણાદિમાંથી જીવો સમયે સમયે શુભાશુભ વર્ણાદિ નામકર્મને પહેલા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં રહીને બાંધ્યા જ કરે છે. એ જ રીતે કોઇપણ શરીરની આકૃતિમાં ૫૩૦ ભેદમાંથી કોઇને કોઇ ભેદનો ઉદય ભોગવ્યા જ કરે છે. આથી જે વર્ણાદિ કમાનુસાર મલે તેમાં રાગાદિ પરિણામ કર્યા વગર ભોગવી લઇએ તો તે વર્ણાદિથી જલ્દી છૂટી શકાય.
આઠ સ્પર્શમાં ગુરૂ-શીત-કર્કશ અને રૂક્ષ એ ચાર સ્પર્શી અશુભ ગણાય છે. લઘુ-ઉષ્ણ-મૃદુ અને સ્નિગ્ધ આ ચાર સ્પર્શે શુભ ગણાય છે. આથી ૨૦ વર્ણાદિના ભેદમાંથી કૃષ્ણ-કાલો વર્ણ, નીલ વર્ણ, દુરભિગધ, કડવો રસ, તીખો રસ, ગુરૂ-શીત-કર્કશ અને રૂક્ષ સ્પર્શ એમ ૯ ભેદો અશુભ નામકર્મ રૂપે
Page 112 of 126