________________
(૩૯) કામણ ટુમન કરે.
(૪૦) નકામો બકવાટ કર્યા કરવાથી.
(૪૧) ક્રોધની ઉદીરણા થાય એવા વચનો બોલવાથી.
(૪૨) કોઇના સૌભાગ્યનો ઉપઘાત એટલે નાશ કરવાથી.
(૪૩) ત્યાગને લજવવાથી એટલે ત્યાગીપણાની નિંદા થાય તેવા કાર્યો કરવાથી.
(૪૪) વેશ્યા આદિકને પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે જે માગે તે આપવાથી. (૪૫) કૌતુક પેદા થાય તેવી પ્રવૃત્તિઓ કરવાથી.
(૪૬ થી ૬૦) પંદર કર્માદાનનાં વ્યાપારો કરવાથી તેમાંથી કોઇપણ એકાદિનો પણ વ્યાપાર
કરવાથી.
(૬૧ થી ૬૪) ચારે પ્રકારના કષાયોનું સેવન કરવાથી.
(૬૫) દેવાદિના મિષથી ગંધાદિ એટલે સુગંધિ આદિ પદાર્થોની ચોરી કરવાથી.
(૬૬) વનમાં દાવાનળ સળગાવવાથી.
(૬૭) ચૈત્યાદિનો વિનાશ કરવાથી.
આમાંના કોઇપણ કારણોથી જીવો અશુભ કર્મનો એટલે અશુભ નામકર્મનો બંધ કરે છે.
(૧) નરક ગતિ :- જે સ્થાનને વિષે મોટેભાગે અશુભ પુદ્ગલોનો જ અનુભવ થયા કરે તેના વિષે ઉત્પન્ન થવું તે નરકગતિ નામકર્મ કહેવાય છે. આ નરકગતિ અધોલોકમાં આવેલી છે જીવ જ્યારે રૌદ્રધ્યાનનાં પરિણામમાં વિશેષ હોય ત્યારે આ ગતિ બંધાય છે. સંગ્રહ કરવાની વૃત્તિથી રૌદ્રધ્યાન પેદા
થાય છે.
નરકગતિને વિષે મળેલું વૈક્રીય શરીર જે છે એનાથી વિશેષ સારૂં શરીર બનાવવા માટે પુદ્ગલો લેતો જાય અને પ્રયત્ન કરતો જાય તેમ તેમ અશુભજ શરીર બનતું જાય છે. આવતી કાલનો વિચાર ન કરે તે વ્યવહારથી મુર્ખ કહેવાય પણ જ્ઞાનીની દ્રષ્ટિથી બુધ્ધિશાળી કહેવાય. બધુ નસીબ પર છોડી દેવાનું, વર્તમાનનો વિચાર કરવાનો, ભગવાન પરની શ્રધ્ધા ન હોય તોજ આવતી કાલની ચિંતા થાય. બાકી જે ભગવાનની ભક્તિ શ્રધ્ધાથી કરે તેને વિશ્વાસ તો હોય જ કે મારો ભગવાન મને ભૂખ્યો રાખવાનો નથી ગમે ત્યાંથી લાવી આપશે.
મહાપુરૂષો કહે છે કે પુણ્ય હોય તો અઢળક સંપત્તિ હોય-આવજા કરતી હોય પણ જો મૂર્છા કે મમત્વ ન હોય તો તે રાખનાર પરિગ્રહધારી ન કહેવાય બાકી નાનામાં નાની ચીજ રાખે અને મૂર્છા કે મમત્વ હોય તો તે પરિગ્રહધારી કહેવાય છે.
શાંતિથી જીવન જીવવું હોય તો વિરાગ જોઇએ જ. રાગી જીવો શાંતિથી જીવન જીવી શકતા જ નથી. સામગ્રી ગમે તેટલી સાથે હોવા છતાં વિરાગીનું જીવન એ સામગ્રીમાં નિર્લેપ જ હોય છે. રાગાદિને સંયમીત કરીને એ જીવતા હોય છે. ભગવાન પ્રત્યેની શ્રધ્ધા એ જીવોને પાકી હોય છે માટે કાલની ચિંતા હોતી નથી. પહેલા ગુણ સ્થાનક રહેલો ઉંબર રાણો કાલની ચિંતા કરતો નથી. સાતસો કોઢીયાઓની સાથે રહે છે છતાં તેઓને ખવડાવવાની જરાય ચિંતા નથી તેનું નામ પુણ્ય ઉપરની અડગ શ્રધ્ધા. અહીંથી ગયા પછી આવી સામગ્રીનાં પણ દર્શન થવાના નથી. માટે જે વિચારોથી ભોગવો છો તેના કરતાં સારા વિચારોથી જીવા તો કાંઇક આનાથી સારૂં મલશે.
તીર્થંકરના આત્માઓને નરકગતિમાં મોટાભાગે શુભ પુદ્ગલોનો આહાર હોય છે. ત્યાંથી નીકળીને
Page 101 of 126