________________
ઉત્સર્પિણીઓ શબ્દથી ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બંને પ્રકારો ગ્રહણ કરવાના છે. ઉત્સર્પિણી કાલ ૧૦ કોડાકોડી સાગરોપમ જેટલો હોય છે અને અવસર્પિણી કાલ પણ ૧૦ કોડાકોડી સાગરોપમ જેટલો હોય છે. આ રીતે ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણીમાં ૨૦ કોડાકોડી સાગરોપમ જેટલો કાલ વ્યતીત થાય છે, તેને કાલચક્ર કહેવામાં આવે છે.
ઉત્સર્પિણી કાળમાં છ આરા હોય છે, તેનાં નામ અને તેનું કાલમાન આ પ્રમાણે સમજવું. પહેલો દુષમ-દુષમ આરો
૨૧૦૦૦ વર્ષ બીજો દુષમ આરો
૨૧૦૦૦ વર્ષ ત્રીજો દુષમ-સુષમ આરો બેંતાલીશ હજાર વર્ષ જૂન
૧ કોડાકોડી સાગરોપમ કાળ ચોથો સુષમ-દુષમ આરો ૨ કોડાકોડી સાગરોપમ કાળ પાંચમો સુષમ આરો ૩ કોડાકોડી સાગરોપમ કાળ છઠ્ઠો સુષમ-સુષમા આરો ૪ કોડાકોડી સાગરોપમ કાળ
અવસર્પિણીનો ક્રમ આથી ઉલટો હોય છે, એટલે કે તેમાં પ્રથમ સુષમ-સુષમાં આરો, પછી સુષમ આરો અને છેવટે દુષમ-દુષમા આરો હોય છે. તે દરેક આરાનું કાલમાન તો ઉપર મુજબ જ હોય છે. હાલ અવસર્પિણી કાલનો પાંચમો દુષમ નામનો આરો ચાલી રહેલો છે. આવી અનંત ઉત્સપિણી અને અવસર્પિણીઓ વ્યતીત થાય, ત્યારે એક પુદ્ગલપરાવર્ત જેટલો કાલ વ્યતીત થયેલો ગણાય.
પુદ્ગલપરાવર્તના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારો છે અને તે પ્રત્યેક બાદર અને સૂક્ષ્મ હોવાથી તેના નીચે મુજબ આઠ પ્રકારો પડે છે (૧) બાદર દ્રવ્યપુદ્ગલપરાવર્ત
સૂક્ષ્મ (૩) બાદર ક્ષેત્રપુગલપરાવર્ત (૪) સૂક્ષ્મ (૫) બાદર કાળ પુદ્ગલપરાવર્ત (૬) સૂક્ષ્મ કણ પુદ્ગલપરાવર્ત (૭) બાદર ભાવપુદ્ગલપરાવર્ત (૮) સૂક્ષ્મ “
ચૌદ રાજલોકમાં રહેલાં સર્વ પુદ્ગલોને એક જીવ ઔદારિક આદિ કોઇ પણ વર્ગણાપણે (આહારક વિના) ગ્રહણ કરી કરીને મૂકે, તેમાં જેટલો કાલ વ્યતીત થાય તે દ્રવ્યપુદ્ગલપરાવર્ત. એક જીવ મરણ વડે લોકકાશના પ્રદેશોને સ્પર્શીને મૂકે, તેમાં જેટલો કાલ વ્યતીત થાય તેક્ષેત્રપુદગલપરાવર્ત. એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણીના સમયોને વારંવાર મરણ વડે સ્પર્શીને મૂકે, તેમાં જેટલો કાળ વ્યતીત થાયતે કાળપુદ્ગલપરાવર્ત, અને એક જીવ રસબંધના અધ્યવસાયોને પૂર્વોકત રીતે મરણ વડે સ્પર્શી સ્પર્શીને મૂકે, તેમાં જેટલો કાળ વ્યતીત થાય તે ભાવપુદ્ગલપરાવર્ત.
જ્યારે કોઇપણ અનુક્રમ વિના પુદગલોને જેમ તેમ સ્પર્શીને મૂકે ત્યારે બાદર પુદગલપરાવર્ત કહેવાય અને અનુક્રમે સ્પર્શીને મૂકે ત્યારે સૂક્ષ્મ પુદ્ગલપરાવર્ત કહેવાય.
અહીં સૂક્ષ્મ ક્ષેત્રપુદ્ગલપરાવર્ત વિવક્ષિત છે, એટલે તેનું સ્વરૂપ વધારે સ્પષ્ટતાથી સમજવું જોઇએ.
Page 321 of 325