________________
લેશ્યાઓ છે અને તેજો, પદ્મ તથા શુક્લ એ શુભ લેશ્યાઓ છે. અગિયામાં પ્રકરણમાં જંબવૃક્ષ અને છ પુરૂષોનું દ્રષ્ટાંત આપેલું છે, તે અનુસાર વેશ્યાની તીવ્રતા-મંદતા સમજવી. (૧૧) ભવ્યમાર્ગણા - ૨
૧. ભવ્ય
૨. અભવ્ય મોક્ષે જવાની યોગ્યતા જનામાં હોય તે ભવ્ય અને તે યોગ્યતા જેનામાં ન હોય તે અભવ્ય. અહીં સંપ્રદાયથી જાતિભવ્યને ભવ્યમાંથી બાદ કરવામાં આવે છે, કારણ કે તેમનો પણ મોક્ષ થતો
(૧૨) સમ્યકત્વમાર્ગણા - ૬
૧. ઔપથમિક ૨. ક્ષાયોપથમિક ૩. ક્ષાયિક ૪. મિશ્ર ૫. સાસ્વાદન
૬. મિથ્યાત્વ સમ્યક્ત્વનું વર્ણન તેરમા પ્રકરણમાં કરેલું છે, જીવને સમ્યકત્વની સ્પર્શના ન થઇ હોય, ત્યારે મિથ્યાત્વ હોય છે, તેથી સમ્યકત્વમાર્ગણામાં મિથ્યાત્વને પણ સ્થાન આપેલું છે. (૧૩) સંજ્ઞીમાર્ગણા - ૨
1. સંજ્ઞી
૨. અસંજ્ઞી જેને દીર્ધકાલિકી સંજ્ઞા એટલે વિશિષ્ટ મનોવિજ્ઞાન હોય તે સંજ્ઞી અને જે વિશિષ્ટ મનોવિજ્ઞાન રહિત હોય તે અસંજ્ઞી (૧૪) આહારમાર્ગણા - ૨
૧. આહારક ૨. અનાહારક
ભવધારણીય શરીરને લાયક ઓજ કે ઓક્સ આહાર, લોમાહાર અને ક્વલાહાર પૈકી યથાસંભવ આહારવાળા તે આહારક અને એ ત્રણેય આહારથી રહિત તે અનાહારક. અપર્યાપ્તા અવસ્થામાં તૈક્સ-કાર્પણ શરીર વડે ગ્રહણ કરાતો આહાર તે ઓસઆહાર, શરીર પર્યામિ પૂર્ણ થયા બાદ ત્વચા કે શરીર દ્વારા ગ્રહણ કરાતો આહાર તે લોમઆહાર અને કોળિયાથી મુખ દ્વારા લેવાતો આહાર તે ક્વલાહાર.
ઉત્તરભેદોની સંખ્યા ૪ + ૫ + ૬ + ૩ * ૩ + ૪ + ૮ + ૭ + ૪ + ૬ + ૨ + ૬ + ૨ + ૨ + = ૬૨
આ દરેક માર્ગણામાં સર્વ સંસારી જીવોનો સમાવેશ થાય છે. અન્ય રીતે કહીએ તો સર્વ સંસારી જીવો ગતિની દ્રષ્ટિએ ચાર પ્રકારના છે, ઇન્દ્રિયની અપેક્ષાએ પાંચ પ્રકારના છે, કાયની દ્રષ્ટિએ છ પ્રકારના છે, એમ સર્વત્ર સમજવાનું છે.
Page 310 of 325