________________
છેડાના ભાગમાં અતિપાતળી છે.
(૫) સિધ્ધિ = સિધ્ધ ક્ષેત્રની પાસે હોવાથી સિધ્ધિ વ્હેવાય છે.
(૬) સિધ્ધાલય = સિધ્ધ ક્ષેત્રને નજીક હોવાથી ઉપચારથી સિધ્ધોનું આલય = આધાર છે માટે સિધ્ધાલય કહેવાય છે.
ઇષત્
(૭) લોકાગ્ર = લોક્ના અગ્રભાગમાં સિધ્ધો હોવાથી લોકાગ્ર વ્હેવાય.
ભારા પૃથ્વી શ્વેત છે. તે ઉપમાથી ણાવે છે.
(૧) શંખદલના ચૂર્ણનો નિર્મલ સ્વસ્તિક હોય તેવી.
(૨) ક્મલના નાડલા એટલે દંડ વી.
(૩) પાણીના રજણ જેવી.
તુષાર = હિમ જેવી શ્વેત.
પ્રાગ્
(૫) દૂધ જેવી. અને
(૬) મોતીના હારના જેવા વર્ણવાળી છે. ચત્તા રાખેલા છત્રના જેવા આકારવાળી છે તથા સર્વથા શ્વેત સુવર્ણમય છે તે ઇષામ્ભારા પૃથ્વીથી એક યોજન ઉપર ઇએ એટલે લોકાન્ત એટલે લોક્ના અંતનો ભાગ પ્રાપ્ત થાય છે. તે એક યોનના ઉપરનો ચોથો ગાઉ છે તે ગાઉનો સૌથી ઉપરનો છઠ્ઠો ભાગ ત્રણસો તેત્રીશ ધનુષ અને એક હાથ તથા આઠ આંગળ પ્રમાણ જે ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં જ સિધ્ધના જીવો રહેલા છે તે સાદિ છે કારણકે કર્મક્ષય થયા પછી જ સિધ્ધ થાય છે અને અંત રહિત છે કારણકે તેઓને કર્મરજ રહેલી નથી માટે પડવાનો અસંભવ છે એટલે કદી ત્યાંથી પડવાના જ નથી. આથી સિધ્ધો શાશ્વત કાળ સુધી ત્યાં રહે છે. સિધ્ધો વેદરહિત-વેદના રહિત-મમત્વરહિત અસંગ સંસારથી મુક્ત થયેલા અને આત્મપ્રદેશ વડે બનેલી છે આકૃતિ જેઓની એવા સિધ્ધો રહે છે.
સિધ્ધો - અલોકાકાશના પ્રદેશો વડે કરીને રોકાયેલા છે કારણકે તે પ્રદેશોમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો નથી માટે આગળ ઇ શકતા નથી માટે લોકાચે રહેલા છે.
આ સિધ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના-ત્રણસો તેત્રીશ ધનુષ અને એક ધનુષનો ત્રીજો ભાગ હોય છે. મધ્યમ અવગાહના-ચાર હાથ અધિક ત્રીજો ભાગ ન્યૂન એક હાથ એટલી હોય છે અને ઘન્ય અવગાહના એક હાથ અધિક આઠ અંગુલ હોય છે આથી સિધ્ધોનું સંસ્થાન અનિયત હોય છે. શરીરાતીત છે આત્મપ્રદેશોના ધનવાળા છે. દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા સિધ્ધો છે. કેવલજ્ઞાનના ઉપયોગવાળા સિધ્ધા સર્વ પદાર્થના ગુણો અને પર્યાયોને સર્વથા જાણે છે અને અનંત કેવલ દર્શન વડે સર્વથા જૂએ છે. અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે.
સિધ્ધ બુધ્ધ પારગત પરંપરાગત જેને કર્મરૂપ કચરાનો ત્યાગ કર્યો છે એવા જરારહિત-મરણરહિત અને સંગ રહિત છે
મોક્ષનું નવદ્વારો દ્વારા વર્ણન
(૧) સત્પદપ્રરૂપણાદ્વાર, (૨) દ્રવ્યપ્રમાણદ્વાર, (૩) ક્ષેત્રદ્વાર, (૪) સ્પર્શનાદ્વાર, (૫) કાલદ્વાર, (૬) અંતરદ્વાર, (૭) ભાગદ્વાર, (૮) ભાવદ્વાર અને (૯) અલ્પબહુત્વદ્વાર એ નિશ્ચયે નવ અનુયોગદ્વારો છે.
(૬) વિવેચન :
સૂત્ર અને અર્થનું વ્યાખ્યાન કરવું તેને અનુયોગ કહેવામાં આવે છે. આ અનુયોગનું જે દ્વાર એટલે
Page 305 of 325