________________
નો કષાય મોહનીયની નવ પ્રકૃતિઓ છે. પરંતુ એકી સાથે એક સમયે જીવને પાંચ જ બંધાય છે કારણકે ત્રણવેદમાંથી એક વેદ બંધાય અને હાસ્ય-રતિ અરતિ-શોકમાંથી બે જ પ્રકૃતિઓ બંધાય છે તેથી ચાર બાદ કરતાં પાંચ બંધાય છે માટે પાંચ ભાગ પડે છે.
આયુષ્યકર્મમાં જ્યારે જીવ એક ભવમાં કોઇપણ ગતિનું એ% આયુષ્ય બાંધે છે માટે તેના ભાગે મળેલા બધા દલીયાં તે આયુષ્યનાં ભાગે જ જાય છે.
અને આખાએ એક જ ભવમાં એજ આયુષ્ય અને એક જ વાર બાંધે છે. નામકમ'
નામકર્મમાં પોતાની જાતિમાં રહેલી બંધાતી પ્રકૃતિઓનાં મૂલ વિભાગો આ પ્રમાણે કરે છે.
ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ-સંઘયણ-સંસ્થાન-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-આનુપૂર્વી-વિહાયોગતિ -અગુરુલઘુ-પરાઘાત-ઉપઘાત-ઉચ્છવાસ-નિર્માણ-જિનનામ-આતપ અથવા ઉદ્યોત શુભ, અશુભ, ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ યા બાદર પર્યાપ્ત યા અપર્યાપ્ત, પ્રત્યેક યા સાધારણ, સુભગ અથવા દુર્ભગ, સુસ્વર અથવા દુસ્વર, આદેય અથવા અનાદેય, યશ અથવા અયશ આટલાં તો નામકર્મનાં દલીયાંનાં મૂલ વિભાગો કરે છે. વિશેષમાં ગતિ જે બંધાતી હોય તેનાં દલીયાં તે ગતિ નામકર્મને ફાળે જાય. જાતિ જે બંધાતી હોય તેનાં દલીયાં તે જાતિ નામકર્મને ફાળે જાય.
જીવો જ્યારે શરીર બાંધે તો ત્રણ અથવા ચારથી વધારે બાંધે નહીં તેમાં ત્રણ ઔદારીક-તૈસ-કાશ્મણ, વૈક્રીય-તૈક્સ-કાર્પણ અને ચાર બંધાય ત્યારે આહાર-વૈક્રીય-તૈક્સ-કાર્પણ એમ ચાર બંધાય. હવે ત્રણ બંધાય ત્યારે શરીરના ભાગે આવેલા દલીયાનાં ત્રણ ભાગ કરે. એક ઔદારીને-તૈક્સને અને એક કાર્મણને આપે તે શરીરના નામ વાળા બંધન અને સંધાતન હોવાથી તે તે દલીના ભાગોમાંથી તેના ભાગો કરે છે. ઔદારીક બંધન ચાર અને એક એક સંધાતન એમ પાંચ અને પોતાનો એમ છ ભાગ કરે છે. તૈક્સ અને કાર્પણ શરીરમાંથી ત્રણ બંધન અને બે સંધાતન અને પોતાના બે એમ બન્નેના ભેગા થઇને સાત ભાગ કર છે. એજ રીતે વૈકીયની સાથે ત્રણ શરીર બંધાયતો તે રીતે વિક્રીયનાં ભાગો કરે છે. અને ચાર શરીર બંધાયતો પાંચ ભાગ વધારે પાડે છે. કારણ કે ચાર બંધન અને એક સંધાતનનો, ભાગ વધારે થાય છે.
અંગોપાંગતો જે શરીર બંધાતું હોય તે બંધાય અને તેજલીયાં તેનાં ફાળે જ જાય છે. સંઘયણનાં દલીયાં કોઇપણ એક બંધાતું હોવાથી જે બંધાયતેના ફાળે જાય એજ રીતે સંસ્થાનમાં પણ સમજવું એજ રીતે આનુપૂર્વી અને વિહાયોગતિમાં સમજવું.
વર્ણ નામકર્મને મળેલા દલીયામાંથી તેનાં બાકીનાં પાંચ ભાગ કરીને પાંચેય વર્ણને થોડા થોડા દલીયા આપે છે.
ગંધને મળેલા લીયાના બે ભાગ કરે છે. રસને મળેલા દલીયાના પાંચ ભાગ કરે છે. સ્પર્શનાં ચાર ભાગ કરીને ચારને આપે છે કારણકે સ્પર્શ એક સાથે બંધાય તો ચાર જ બંધાય
આ વહેંચણીનું વિશેષ વર્ણન કર્મ પ્રકૃતિ ગ્રંથમાંથી જોવું. ગોત્રકર્મમાં બંધાતી વખતે એક જ ગોત્ર બંધાય છે માટે તે દલોયાં બધા તેના ફાળે જાય છે. અને અંતરાયકર્મમાં સર્વ પ્રકૃતિઓ દેશઘાતી હોવાથી તેના પાંચ ભાગ કરીને પાંચેયને દલીયા
Page 298 of 325