________________
મહાવ્રતોનું આરોપણ થયું હોય તે દિવસથી માંડીને કેટલા દિવસ, પક્ષ, માસ કે વર્ષ થયાં હોય, તેમાંથી અમુક દીક્ષા સમય કાપી નાખવો, એટલે કે દીક્ષાપર્યાયમાં ઘટાડો કરવો, તે છેદ પ્રાયશ્ચિત કહેવાય. દીક્ષાપર્યાયમાં ઘટાડો થતાં તેનું સ્થાન નીચું આવે, તે દંડ સમજવો. (૮) મુળ પ્રાયશ્ચિત
મોટો અપરાધ થતાં ફરી ચારિત્ર આપવું, તે મૂળ પ્રાયશ્ચિત્ત કહેવાય. આરીતે ચારિત્ર આપતાં તેનું સ્થાન નૂતન દીક્ષિત જેવું થાય છે, એટલે કે તે પોતાની મૂળ પાયરીથી ઘણો નીચો આવી જાય છે, એટલે તેને મોટો દંડ સમજવાનો છે. (૯) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત
કરેલા અપરાધનો જે તારૂપ દંડ આપ્યો હોય, તે ન કરે ત્યાં સુધી તેને મહાવ્રતમાં ન સ્થાપવો, તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કહેવાય. (૧૦) પારાંચિત પ્રાયશ્ચિત
મહાન અપરાધ થતાં ૧૨ વર્ષ સુધી ગચ્છ અને વેશનો ત્યાગ કરી અમુક પ્રકારની મોટી શાસનપ્રભાવના કરીને પુન: દીક્ષા લઇ ગચ્છમાં આવવું, તે પારાંચિત પ્રાયશ્ચિત્ત કહેવાય.
આ પ્રાયશ્ચિત્તો કેવા દોષોને જ્યારે લાગુ પડે છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ “વ્યવહારસૂત્ર' તથા જિતકલ્પસૂત્ર' આદિ ગ્રંથોમાં જણાવેલું છે.
વિનય
વિનય, એ પણ એક તપ છે. ગુણી આત્માઓ પ્રત્યે સાચું બહુમાન હોય અને એથી પચાંગ પ્રણિપાત આદિ જ્યાં જે ઉચિત હોય તે ત્યાં કરાય, એ પણ તપ છે. આજે તો ભગવાનને અને ગુરૂને જે પ્રણિપાત કરાય છે, તેમાંય જે બહુમાનભાવ દેખાવો જોઇએ, તેની કેટલાકોમાં ઉણપ જણાય છે. (૨) વિનય 4u
વિનય એટલે શિષ્ટાચાર, ભકિત, અંતરનું બહુમાન અને આશાતનાનું વજન. તેના વડે અભિમાનનો નાશ થાય છે, નમ્રતા પ્રકટે છે અને ધર્મારાધનની યોગ્યતા આવે છે, તેથી જ તેનો સમાવેશ અત્યંતર તપમાં કરવામાં આવ્યો છે. વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિપ્રકરણમાં વિનયની મહત્તા દર્શાવતાં કહ્યું છે કે
વિનય-પpણં શુશ્રષા, અશુશ્રષા-પpભ શ્રુતજ્ઞાનમ્ | જ્ઞાની પpલં વિરાતિવિરતિભં વાસ્ત્રવ-નિરોધ: IToશા
संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं द्रष्टम् । तस्मात् क्रियानिवृत्ति:, क्रियानिवृत्तेरयोगित्वम् ।।७३।। योग-निरोधाद् भवसन्तति-क्षय: सन्ततिक्षयान्मोक्ष: ।
તસ્માન ન્યાનાં, સર્વેષાં માનવં વિનય: ITo8II” વિનયનું ફલ ગુરૂશુશ્રુષા છે, ગુરુ-શુશ્રુષાનું ફલ શ્રુતજ્ઞાન છે, શ્રુતજ્ઞાનનું ફલ વિરતિ છે અને વિરતિનું ફલ આસવ-નિરોધ છે. આસ્રવ નિરોધ એટલે સંવર, તેનું ફલ તપોબલ છે અને તપોબલનું ફલ નિર્જરા કહેલી છે. તેનાથી ક્રિયા-નિવૃત્તિ થાય છે અને ક્રિયા નિવૃત્તિથી અયોગિપણું પ્રાપ્ત થાય છે. અયોગિપણું એટલે યોગનિરોધ, તેથી ભવ-સંતતિ અર્થાત્ ભવ-પરંપરાનો ક્ષય થાય છે અને ભવ-પરંપરાનો ક્ષય થતાં મોક્ષ મળે છે. આ રીતે સર્વ લ્યાણોનું ભાન ‘વિનય' છે.
Page 255 of 325