________________
विभूतयो जी वितमप्प नित्यम् । अनित्यताभि: प्रहतस्य जन्तो:
5થે રતિઃ મિથુનેyગાયતે ? || આરોગ્ય અનિત્ય છે. યૌવન અનિત્ય છે. સંપત્તિ અનિત્ય છે અને જીવન પણ અનિત્ય છે. આમ અનિત્યતાથી હણાયેલા પ્રાણીને કામભોગમાં આનંદ કેવી રીતે આવે ? (૧) આરોગ્ય અનિય છે.
મનુષ્યનું શરીર ગમે તેટલું સારામાં સારું નિરોગી હોય તો પણ એ શરીરમાં જ્યારે કેવા કેવા ના રોગો પેદા થઇ જાય એ કહી શકાય એમ નથી. જેમ સનકુમાર ચક્રવર્તીનું શરીર કેટલું સુંદર હતું. ઇન્દ્ર મહારાજા દેવોની સભામાં તેના વખાણ કરતા હતા તેમાં બે દેવોને પસંદ ન પડતાં બ્રાહ્મણનું રૂપ કરી જોવા માટે આવ્યા ત્યારે ચક્રવર્તી સ્નાન ઘરમાં સ્નાન કરવા બેઠેલા હતા. તે રૂપ અને શરીર જોઇને બ્રાહ્મણો મલકાયા. ચક્રવર્તી જોઇ ગયા. બોલાવ્યા અને કહાં કે રૂપ જોવું હોય તો હું ચક્રવર્તીના સિહાસને બેસું ત્યારે જોવા આવજો. બ્રાહ્મણો હા પાડી ચાલતા થયા. ચક્વર્તી સ્નાન કરી કપડા ઘરેણાં વગેરે પહેરી ચક્રવર્તીના સિંહાસન ઉપર બેઠા એટલે બ્રાહ્મણો રૂપ જોવા અંદર પેઠા અને રૂપ તથા શરીર જોઇને મોઢું બગાડ્યું. ચક્રવર્તીએ પુછયું કેમ આમ ? તો બ્રાહ્મણોએ કહાં રાજન્ રૂપે ગત. જે તમારું રૂપ હતું અને શરીર હતું તે ગયું. તમારા શરીરમાં સોળ રોગ પેદા થઇ ગયા છે. જે એક એક રોગ એવા કે સામાન્ય મનુષ્યના શરીરમાં પેદા થાયતો પ્રાણ લે એવા. આવા રોગને પેદા થયેલા સાંભળી પોતાની પાસે થુંક નાંખવાની કુંડી હતી તેમાં થૂકયા તો જીવડાં દેખાય કે તરત જ ચક્રવર્તી રાજગાદી છોડીને સંયમ લઇને ચાલતા થયા. કારણ સમજતા હતા કે આ શરીર રૂપ વગેરે અનિત્ય છે જ્યારે દગો દે તે કહેવાય નહિ માટે તેનાથી સાવધ હતા આથી જ્ઞાનીઓ કહે છે ક આરોગ્ય વાળું શરીર હોય તો પણ વિશ્વાસ રાખવા જેવો નથી માટે તે ટાઇમમાં તે શરીર પાસેથી આત્મ કલ્યાણ માટેનું જેટલું કામ લઇ શકાય તે લઇ લેવું જોઇએ.
આજ રીતે અનાથી મુનિ રાજકુમાર હતા અનેક પત્નીઓ હતી પણ ઓચિતા આંખમાં રોગ પેદા થતાં અને તે ન શમતા મનમાં સંકલ્પ કર્યો કે રોગ શમી જશે તો હું સંયમ લઇ લઇશ રોગ શમી ગયો અને આત્મ કલ્યાણ કરવા નીકળી ગયા એ તે ભવમાં મોક્ષે ગયા માટે આરોગ્ય વાળું શરીર મળેલું હોયતો પણ ખાસ ચેતવા જેવું છે. (૨) યૌવન અનિય છે.
મનુષ્યનું શરીર દેવોની જેમ કાયમ એવું ને એવું યૌવન વાળું કદી રહેતું નથી માટે યુવાની વય પણ અનિત્ય છે તે યુવાનીમાં આરોગ્ય વાળું શરીર હોયતો સંસારનો કામ રાગનો રસ પોષીને જો વય વીતાવી તો દુ:ખમય સંસાર વધી જાય છે. આથી એ સંસાર ન વધે તે કારણથી એ વયમાં જેટલું સધાય તેટલું સાધી લેવું પછીની ઉંમરમાં કાંઇ સધાશે નહિ માટે જ્ઞાની ભગવંતોએ યૌવન વયમાં વ્રત નિયમ કરવાથી મહાત્ લાભ થાય છે એમ કહ્યાં છે. આથી યૌવન અનિત્ય છે એ સમજવું જોઇએ. (૩) સંપત્તિ અભિય છે.
ગમે તેટલી સંપત્તિ મલી હોય પણ જો પુણ્ય ન હોય તો કયારે ક્યાં ચાલી જશે ક્વી રીતે નાશ પામશે તે કહી શકાય નહિ. સંપત્તિ નાશ પામવા લાયક છે નાશ ન પામે તો મુકીને જવાનું છે સાથે કાંઇ સદા માટે રહેવા લાયક નથી માટે અનિત્ય છે. (૪) જીવન પણ અનિય છે.
Page 222 of 325