________________
સંકોચ નથી. પોતાના દોષોને જોવાની જાણે ચિત્તા જ નથી. પછી દુર્ગણો વધે એમાં નવાઈ શી છે ?
સ. આજે વાતાવરણ ખરાબ છે !
શાસન હૈયામાં વસી જાય તો ખરાબ વાતાવરણમાંય સાધી ન જ શકાય એમ નહિ. કવિવર શ્રી જિનવિજ્યજી મહારાજાએ પણ એક સ્તવનમાં કહયું છે કે:
દશ અચ્છેરે દુ:ષિત ભરતે, બહુ મતભેદ કરાલજી : જિન-કેવળી પૂરવધર વિરહે, ફણિ સમ પંચમકાળજી : તેહનું ઝેર નિવારણ મણિ સમ, તુજ આગમ તુજ બિબજી :
નિશિદીપક પ્રવહણ જિમ દરીયે, મરૂમાં સુરતરૂલેબજી.” આ ભરત દશ અચ્છેરાથી દુ:ષિત છે : ઘણા ઘણા ભયંકર મતભેદો વર્તી રહ્યા છે : અને શ્રી જિનેશ્વરદેવનો, શ્રી કેવલજ્ઞાની ભગવન્તનો તેમજ પૂર્વને ધરનારા અતિશયજ્ઞાની મહાપુરૂષોનો અત્યારે વિરહ છે : આથી પંચમ કાળ એ ફણિધર જેવો ભયંકર છે. આવું કહ્યા પછીથી કહે છે કે-જો કે પંચમ કાળ ફણિધર જેવો ભયંકર છે, પણ એના ઝેરનું નિવારણ કરવાનું સાધન અમારી પાસે છે, એ અમારું અહોભાગ્ય છે. ક્યું સાધન ? શ્રી જિનાગમ અને શ્રી નિમૂતિ! શ્રી જિનાગમ અને શ્રી જિનમૂર્તિ રૂપ મણિમાં એ તાકાત છે કે-ભયંકર ફણિધર સમાન પંચમ કાળના ઝેરને એનાથી નિવારી શકાય તેમ છે. શ્રી જિનાગમ અને શ્રી નિમૃતિ રૂ૫ મણિ રાત્રિના અન્ધકારનો નાશ કરવાને માટે દીપક સમાન છે, દરીયામાં ડૂબતા બચવાને માટે પ્રવહણ સમાન છે અને મરૂદેશમાં સુરતરૂની લુંબ હોય તેવું છે. મહાપુરૂષોએ એ જ કહયું છે કે ભગવન્! તારૂં શાસન મળ્યું એ અમારા માટે ઘણું છે. શાસનના પ્રતાપે કલિકાલનું ઝેર અમને કશી જ અસર નહિ કરી શકે. જાણકારને વળdi વાર નહિ
મહાપુરૂષોને માથે ઓછી આફતો આવી છે? એમને ઓછાં વિકટ સંયોગો પ્રાપ્ત થયા હતા? છતાં એ સ્થિર રહી શકયા, એ પ્રતાપ કોનો ? શાસન હૈયામાં હેતુ એનો ! નહિતર એ માનપાન, એ વિદ્વત્તા પચે ? એ એવા જ પચાવે. ગુરૂ ભૂલ બતાવે અને શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ જેવા મહાપુરૂષ એ કબૂલ કરી લે, એ દશા તો વિચારો ! શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ એટલે? રાજ્યગુરૂ, સમર્થ વિદ્વાન, પ્રૌઢ પ્રતાપી અને અઢાર દેશના માલિક શ્રી કુમારપાલ જેવા તો જેમના સેવક. એ દશામાં સંયમ યાદ રહેવું, એ શું સહેલું છે? શ્રી સિદ્ધસેન દિવાકર ભૂલ્યા તો ગુરૂને દુ:ખ થયું અને પાલખી ઉપાડનાર બનીને પણ તેમને બચાવી લીધા. વાત એ છે કે-જાણકાર ન જ ભૂલે એમ નહિ, પ્રમાદવશાત્ ભૂલ થઇ જાય એ બનવાજોગ છે, પણ એને વળતાં વાર નહિ. એમનાં જ્ઞાન એમને પચ્યાં, કારણ-ભાવના જૂદી હતી. આજે દશા જૂદી છે. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સરસ્વતી સિદ્ધ થયા બાદ આવ્યા. તે પછી એમણે એક ગરૂસ્તુતિની રચના કરી છે. એમાં અતિરેક થયો છે. ગુરૂએ ખેદ પામીને કહ્યું છે કે-આમ ન થાય. એ જ વખતે શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ એવી પ્રતિજ્ઞા કરી છે, કે જેથી ભવિષ્યમાં એવી ભૂલ ન થાય. કવિત્વાદિ શક્તિઓનો જ ઉપયોગ કરતાં ન આવડે તો તે ઝેર કરતાંય બુરી છે. વિજ્ઞાન અને પાણી
સારી ચીજ નુકશાનકર્તા લાગે તો એ મૂકી દેવી. જેમ ભણતાં ઘમંડ આવે, તો વૈયાવચ્ચાદિથી કામ લેવું. અનેક સાધનો છે. જે સાધનને પચાવી શકાય નહિ તે સાધન લેવું નહિ. ઔષધ સારું હોય, પણ પ્રકૃતિને અનુકૂળ ન હોય તો? માફક ન આવે તો મૂવું પડે ને? પુસ્તક વાંચવું, ક્રિયા કરવી અને જોતા
Page 212 of 325