________________
પૂર્વક્તા હોય છે.
(૪૯) અપ્રમાદ = અહિંસા વ્રતને પાળનારનું જીવન પ્રમાદ રહિત બનતું જાય છે. પ્રઉપસર્ગપૂર્વક મદ્ ધાતુથી પ્રમાદ શબ્દ બને છે જેનો અર્થ ઉન્મત્ત થાય છે. જેટલા અંશમાં હિસ્સાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ હાય છે તેટલો જ જીવનમાં પ્રમાદ સમજ્યો.
(૫૦) આશ્વાસ = અહિસાની સેવનાથી બીજાને માટે આશ્વાસરૂપ બને છે.
(૫૧) વિશ્વાસ = અહિસંક વૃત્તિ અને પ્રવૃત્તિવાળા માણસોને જોઇને પ્રાણી માત્રને તેમના પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન થાય છે.
(૫૨) અભય = ધર્મમય જીવન જીવનારા દશે દિશાઓથી ભય રહિત હોય છે અન વ્યવહારમાં બીજાઓને પણ ભયપ્રદ એટલે ભયરૂપ બનતા નથી.
(૫૩) અમાઘાત = ૫ર જીવોની મા એટલે ધન ધાન્ય રૂપી દ્રવ્ય, લક્ષ્મી અને તેમના પ્રાણ રૂપી ભાવ લક્ષ્મીનો ઘાત = નાશ આદિ નહીં કરવાવાળો ભાગ્યશાળી અસિક છે.
(૫૪) ચોક્ષા: = અહિસાની આરાધના સર્વોત્કૃષ્ટ આરાધના છે એમ સ્વીકારીને જીવનમાંથી જરૂરીયાતો ઓછી કરીને અસિંક બનવાનો પ્રયત્ન કરવો તે.
(૫૫) પવિત્ર = અહિસાની પ્રવૃત્તિ પાપ મેલથી દૂર કરીને આત્માને પવિત્ર બનાવે છે. (૫૬) શુચિ = અહિંસા ધર્મની આરાધનાથી આત્મા શુધ્ધ બને છે તે શુચિ.
(૫૭) પૂજા = આત્મિક ગુણોની આરાધના માટે અણ્ણિાની આરાધના જ એ ભાવપૂજા રૂપે ગણાય છે.
(૫૮) વિમલા = આત્માને માટે મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને વિષય વાસના આદિ મેલ કહેવાયા છે. તેને દૂર કરનાર અવરોધ કરનાર અહિસા છે. કેમકે સમ્યક્ત્વ શીલ આત્મા જ અહિસાને ઓળખી શકે-સમજી શકે અને આરાધી શકે તથા જેમ જેમ તેનું આરાધન થાય તેમ તેમ આત્મા વિમલ બનતો જાય છે વિમલા હેવાય.
(૫૯) પ્રભાસ = આત્માને કેવલજ્ઞાનની જ્યોત દેખાડનાર અહિસા છે માટે પ્રભાસ. (૬૦) નિર્મલતરા = છેવટે સંપૂર્ણ કર્મોનો ક્ષય કરાવનાર અહ્તિા છે માટે નિર્મલતરા. ભગવતી અહિંસાનું મહાત્મ્ય
(૧) જગતમાં ભયભીત થયેલા આત્માઓને અહિસા દેવીની આરાધના જ શરણ આપનારી છે. (૨) મોહ માયાના પાશથી સર્વથા સ્વચ્છંદ બનેલા જીવાત્માઓને માટે અહિંસા આકાશની જેમ ગરજ સારે છે. જેમ પક્ષીઓને સ્વતંત્રતાપૂર્વક ઉડવા માટે આકાશ હોય છે તેમ જાણવું.
(૩) તૃષાથી પીડિત થયેલા જીવોને શીતળ જળ જીવિતનું શરણ બને છે તેમ પાપ કર્મોથી પીડિત થયેલ જીવોને દુર્ગતિ તરફ જ્વારાને અહિસા દેવીનું આરાધન સદ્ગતિને આપનાર બનવા પામે છે.
(૪) ક્ષુધાતુરને રસવતીની જેમ અહિંસા ધર્મ જીવો માટે ઉત્તમોત્તમ ભોજન છે.
(૫) જીવોની રક્ષા માટે અહિસાને માતાની ઉપમા આપી છે.
(૬) ક્રોધ નામનું ભૂત-માન નામનો સર્પ-માયા નામની નાગણ અને લોભ નામના રાક્ષસથી સર્વ
રીતે બચવા માટે અહિસા દેવીની આરાધના જ વિશ્રાન્તિ સ્થાન છે.
(૭) રોગગ્રસ્ત માનવને ઔષધ વિના છૂટકો નથી તેમ કર્મ રોગોને શાંત કરવા માટે અહિસાની આરાધના ઔષધ તુલ્ય છે.
Page 204 of 325