________________
આ કારણે જ અહિસા સંપન્ન મુનિ ભગવંતો તે જીવોને અભયદાન દેનારા છે.
માનસિક જીવનમાં સૌ જીવોની રક્ષા કરવાની ભાવનાને દયા વ્હેવાય છે. અને ગમે તેવા સંજોગોમાં પણ પોતાના હાથથી-પગથી, બોલવા-ચાલવાથી, ખાવા-પીવાથી, સૂવા-ઉઠવાથી કે બેસવા-ઉભા રહેવાથી એકેય જીવની હત્યા ન કરવી તેને અહિસા કહેવાય છે. આ કારણે જ ત્રસ અને સ્થાવર જીવોનું હિત કરનારી અહિંસા છે.
(૨) મહવ્વયાઇં = અહિંસા ધર્મની આરાધના મહાવ્રત સ્વરૂપ છે. અથવા મહાવ્રતોની માતા અહિસ્સા છે. અહિંસા માતાની આરાધના વિના મહાવ્રતોની રક્ષા વૃધ્ધિ સર્વથા અશક્ય છે.
અણુવ્રતોની અપેક્ષાથી જે મોટા વ્રતો છે તેને મહાવ્રત કહેવાય છે.
(૩) લોગ હિય સવ્વાઇં = અણ્ણિા નામનો સંવર ધર્મ લોક્માં રહેલા જીવોનું હિત કરાવનાર સવ્રત છે.
(૪) સુય સાગરે સિયાઇં = અહિસ્સા ધર્મને શ્રુત સાગર દેશિત (અરિહંત પ્રરૂપિત જૈનગમ દેશિત) કહેવાય. આ કહેવાનું કારણ એ છે કે સાધક જેમ જેમ આ ધર્મની આરાધના કરશે તેમ તેમ ગંભીરતા આદિ ગુણોનો વિકાસ કરતાં આત્મ ધર્મમાં રમણ કરનારો બનવા પામે છે.
કેમકે સિાદિ દોષોની વિદ્યમાનતામાં
ગંભીરતા-દક્ષતા-વિનય-વિવેકમૃદુતા-કુશળતા-દયાળુતા આદિ ગુણો કેવળ સ્વાર્થ પૂરતા જ હોય છે. અને સ્વાર્થી જીવન હિસંક છે. (૫) તવ-સંજ્મ મહત્વયાઇં = અસિાની આરાધના દ્વારા તપ અને સંયમની આરાધનામાં અપૂર્વ આનંદ આવશે. સંયમથી નવા પાપોના દ્વાર બંધ થશે અને તપથી જુના પાપો નાશ પામતા આત્માને નિર્જરાના માર્ગે મુકશે.
(૬) શીલ ગુણ વરવ્વયાઇં = શીલનો અર્થ સ્વભાવ થાય છે.
ક્રોધ, વૈર, વિરોધ, હિસા, જૂઠ આદિ આત્માના સ્વાભાવિક ગુણો નથી પણ વૈભાવિક એટલે કૃષ્ણાદિક લેશ્યાના માધ્યમથી પરિશ્રમપૂર્વક આમંત્રિત પર્યાયો છે. જ્યારે ચિત્તની સમાધિ-વિનય-વિવેક આદિ ગુણો સ્વાભાવિક સાહજિક એટલા માટે છે કે તેની પ્રાપ્તિ માટે આત્માને પરિશ્રમ કરવો પડતો નથી. (૭) સચ્ચજ્ત વયાઇં = સત્ય અને આર્જવ (સરલતા) વિના હૈયાની કઠોરતા, કર્કશતા અને માયા પ્રપંચાદિનો ત્યાગ કોઇકાળે પણ શક્ય નથી. અથવા સત્ય અને સરલતાના આધારેજ સંવર ધર્મની આરાધના થાય છે. આ કારણે જ અહિંસા ધર્મની આરાધના થતાં આત્માના ક્લિષ્ટ-પાપમય પરિણામોનો નાશ થશે અને સદ્ગુણોની સુલભતા અને તેની સ્થિરતા થવા પામશે.
(૮) નરગ-તિરિય-મણુય-દેવાઇ વિવજ્ગાઇં = અહિંસા રૂપ સંવર ધર્મની આરાધનાના બળે જ જીવમાત્ર ચાર ગતિરૂપ સંસારનો અંત કરવા સમર્થ બનવા પામે છે.
(૯) સવ્વ ણિ સાસણગંઇ = જીવ માત્રની ગતિ-આગતિ તેમના કર્મોને યથાર્થ રૂપે નેિશ્વર ભગવંતો જાણી શકે છે. તેથી અત્યાર સુધીમાં જેટલા જિનેશ્વર ભગવંતો થયા છે અને ભાવિકાળમાં થશે તે બધાય સંવર ધર્મનો જ ઉપદેશ આપે છે-આપ્યો છે અને આપશે કેમકે તે વિના કોઇપણ જીવ સંસારની યાત્રાને ટુંકાવી શક્તો નથી માટે તે ધર્મ સર્વથા સર્વદા ગ્રાહ્ય છે.
અહિસા તત્વની જિજ્ઞાસુઓની જિજ્ઞાસા તથા જ્ઞાનેચ્છુની જ્ઞાનેચ્છાને પૂર્ણ કરવા માટે અહિસાના પર્યાયોનું જ્ઞાન બતાવાય છે જે પ્રકારાન્તરે અહિંસા શબ્દને જ પુષ્ટ કરનારા છે અથવા શાબ્દિક કે આત્મિક જ્ઞાન મેળવવા માટે જ્ઞાન આવશ્યક છે.
Page 199 of 325